બ્રિટને Pfizer-BioNTech કંપની કોરોના વેક્સીનને મંજૂરી આપી, આગલા અઠવાડિયે ઉપલબ્ધ થશે

બ્રિટને Pfizer-BioNTech કંપની કોરોના વેક્સીનને મંજૂરી આપી, આગલા અઠવાડિયે ઉપલબ્ધ થશે

નવી દિલ્હીઃ કોરોના વાયરસના સંકટ વચ્ચે કોવિડ 19 વેક્સીનને લઈ રાહતના સમાચાર મળી રહ્યા છે. બ્રિટેન સરકારે Pfizer-BioNTeckની કોવિડ 19 વેક્સીનને મંજૂરી આપી દીધી છે. મળી રહેલી માહિતી મુજબ આ વેક્સીન હવે આગલા અઠવાડિયે દેશભરમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે તેવું કહેવાઈ રહ્યું છે. જો ખરેખર આવું થઈ શકે તો આ મહામારીની મુશ્કેલીઓ થોડી ઘટાડી શકાશે.

corona vaccine

જણાવી દઈએ કે આ કોરોના વેક્સીનને જર્મન કંપની બાયોનટેક અને અમેરિકી કંપની ફાઈઝરે વિકસિત કરી છે. કોરોના વાયરસ સંકટ વચ્ચે બ્રિટેને વેક્સીનના ઉપયોગને મંજૂરી આપી દર્દીને જબરી રાહત આપી છે. કંપની મુજબ તેની વેક્સીન 90 ટકાથી વધુ અસરકારક સાબિત થઈ છે. ત્રીજા તબક્કાના ટ્રાયલ બાદ કંપનીએ આ દાવો કર્યો છે.

જણાવી દઈએ કે Pfizer કોરોના વાયરસ વેક્સીન આગલા અઠવાડિયે સામાન્ય લોકો માટે ઉપયોગમાં લેવાશે. આ સંબંધમાં જાણકારી આપતાં બ્રિટેન સરકારે કહ્યું કે આજે 2 ડિસેમ્બરના રોજ સરકારે સ્વતંત્ર મેડિસિન એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સીની ભલામણ સ્વીકારી લીધી છે. ફાઈઝર-બાયોએનટેકની કોરોના વેક્સીનને મંજૂરી આપવામાં આવી છે. આગલા અઠવાડિયેથી આ સમગ્ર દેશમાં ઉપલબ્ધ થશે. અમુક મીડિયા રિપોર્ટનું કહેવું છે કે વેક્સીનને મંજૂરી આપનાર બ્રિટેન દુનિયાનો પહેલો દેશ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X