For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Farmers Protest: આજે 'સદભાવના દિવસ' મનાવશે આંદોલનકારી ખેડૂતો, રાખશે એક દિવસનો ઉપવાસ

ખેડૂતોએ આજે મહાત્મા ગાંધીની પુણ્યતિથિને સદભાવના દિવસ તરીકે મનાવવાનુ એલાન કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ Delhi Ghazipur border farmers protest latest news. દિલ્લીની ગાજીપુર બૉર્ડર પર ભારતીય ખેડૂત સંગઠનના પ્રવકતા રાકેશ ટિકેત તરફથી કરવામાં આવેલી ભાવુક અપીલ બાદ ખેડૂત આંદોલન એક વાર ફરીથી બેઠુ થઈ ગયુ છે. કૃષિ કાચદાના વિરોધમાં છેલ્લા 2 મહિનાથી ખેડૂતો દિલ્લીની સીમાઓ પર આંદોલન કરી રહ્યા છે અને માનવામાં આવી રહ્યુ હતુ કે ગણતંત્ર દિવસ પર થયેલી હિંસાની ઘટનાઓ બાદ આ આંદોલન ખતમ થઈ જશે. આ દરમિયાન ખેડૂતોએ આજે મહાત્મા ગાંધીની પુણ્યતિથિને સદભાવના દિવસ તરીકે મનાવવાનુ એલાન કર્યુ છે. કૃષિ કાયદાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલ ખેડૂતો આજે એક દિવસની ભૂખ હડતાળ કરશે.

famers

તમને જણાવી દઈએ કે રાકેશ ટિકેતની ભાવુક અપીલ બાદ શુક્રવારે યુપીના મુઝફ્ફરનગરમાં ભારતીય ખેડૂત સંગઠનના અધ્યક્ષ અને તેમના મોટા ભાઈ નરેશ ટિકેતે મહાપંચાયત પણ બોલાવી. આ મહાપંચાયતમાં આસપાસના ગામોના હજારો ખેડૂતો શામેલ થયા. વળી, રાલોદના નેતા જયંત ચૌધરી અને આમ આદમી પાર્ટીના રાજ્યસભાા સાંસદ સંજય સિંહે પણ મહાપંચાયતમાં પહોંચીને ખેડૂતોને પોતાનુ સમર્થન આપ્યુ.

આજે ગાજીપુર પહોંચી શકે છે યુપીના ખેડૂતો

ખેડૂતોની આ મહાપંચાયતમાં જો કે કોઈ મોટો નિર્ણય ન થયો પરંતુ મંચ પરથી આહવાન કરવામાં આવ્યુ કે ખેડૂતો ધીમે ધીમે ગાજીપુર બૉર્ડર પર ચાલી રહેલ ખેડૂત આંદોલનમાં શામેલ થાય. એવુ માનવામાં આવી રહ્યુ છે કે શનિવારે પશ્ચિમી યુપીમાં મોટી સંખ્યામાં ખેડૂતો ગાજીપુર બૉર્ડર તરફ કૂચ કરી શકે છે. ગાજીપુર બૉર્ડર પર શુક્રવાર મોડી રાતથી જ ખેડૂતોનુ આવવાનુ ચાલુ છે.

સિંધુ બૉર્ડર પર બબાલ, એચએચઓ ઘાયલ

વળી, શુક્રવારે અમુક લોકો ખુદને સ્થાનિક નિવાસી ગણાવીને દિલ્લીની સિંધુ બૉર્ડર પર પહોંચ્યા અને ધરણા સ્થળને ખાલી કરવાની માંગ કરી. આ દરમિયાન પ્રદર્શનકારીઓ અને આ લોકો વચ્ચે તણાવની સ્થિતિ બની અને પત્થરબાજી શરૂ થઈ ગઈ. ત્યારબાદ પોલિસે લાઠીચાર્જ અને અશ્રુ ગેસ છોડીને ભીડને વિખેરી. આ દરમિયાન અલીપુરના એસએચઓ પણ ઘાયલ થયા જેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા. પોલિસે આ મામલે એસએચઓ પર હુમલો કરનાર આરોપી સહિત 4 લોકોની ધરપકડ કરી છે.

પતિ નિક જોનસ સાથે 145 કરોડના મહેલમાં રહે છે પ્રિયંકા ચોપડાપતિ નિક જોનસ સાથે 145 કરોડના મહેલમાં રહે છે પ્રિયંકા ચોપડા

English summary
Farmers Protest: Sadbhavna Diwas Delhi Ghazipur Border Farm Laws
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X