For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પૂર્વ નાણાં સચિવ શક્તિકાંત દાસ નવા આરબીઆઇ ગવર્નર બની શકે છે: સૂત્ર

ઊર્જિત પટેલના રાજીનામાં પછી આરબીઆઇ નવા ગવર્નરની શોધ કરી રહી છે. CNBC TV-18 અનુસાર નવા ગવર્નરની રેસમાં ઘણા નામો ચર્ચાઈ રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

ઊર્જિત પટેલના રાજીનામાં પછી આરબીઆઇ નવા ગવર્નરની શોધ કરી રહી છે. CNBC TV-18 અનુસાર નવા ગવર્નરની રેસમાં ઘણા નામો ચર્ચાઈ રહ્યા છે. પરંતુ સૌથી આગળ પૂર્વ નાણાં સચિવ શક્તિકાંત દાસનું નામ ચર્ચાઈ રહ્યું છે. કેન્દ્રીય આર્થિક મામલે સચિવ તરીકે શક્તિકાંત દાસ સૌથી શક્તિશાળી લોકોમાં ગણાય છે. બે વર્ષ પહેલા નોટબંધીમાં તેમને મહત્વની ભૂમિકા નિભાવી હતી.

shaktikanta das

ઊર્જિત પટેલને 4 સપ્ટેમ્બર 2016 દરમિયાન રઘુરામ રાજનને સ્થાને પસંદ કરવામાં આવ્યા હતા. તેમનો કાર્યકાલ ત્રણ વર્ષનો હતો. પરંતુ તેમને અચાનક રાજીનામુ આપી દીધું ત્યારપછી આરબીઆઇ નવા ગવર્નર તરીકે શક્તિકાંત દાસનું નામ સૌથી આગળ છે. તાજેતરમાં બ્યુનોસ એર્સની બે-દિવસીય વાર્ષિક જી -20 મીટિંગમાં, દાસને ભારતના શેરપા નિમણૂક કરવામાં આવ્યા હતા. ભૂતપૂર્વ સિવિલ સર્વિસ દાસ 15 મી નાણા પંચના સભ્ય પણ છે. તેમણે ભારતના આર્થિક બાબતોના સચિવ, ભારતના મહેસૂલ સચિવ અને ભારતીય ખાતર સચિવ તરીકે પણ કામ કર્યું છે.

આ પણ વાંચો: સરકાર સાથે બબાલ બાદ RBIના ગવર્નર ઉર્જિત પટેલનું રાજીનામું

26 ફેબ્રુઆરી, 1957 ના રોજ જન્મેલા, શક્તિકાંત દાસ ઇતિહાસમાં એમએ અને તામિલનાડુ કેડરના આઈએએસ અધિકારી રહ્યા છે. કેન્દ્રીય આર્થિક મામલે સચિવ તરીકે પોતાના કાર્યકાલ દરમિયાન શક્તિકાંત દાસને ભારતને સૌથી શક્તિશાળી લોકોમાં ગણવામાં આવતા હતા.

English summary
Former Finance Secretary Shaktikanta Das may be the new governor of RBI: source
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X