For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પહેલા જે દેશ બૉમ્બ ફેંકતો હતો, તે આજે વાડકો લઈને ઉભો છે: પીએમ મોદી

પ્રધાનમંત્રી મોદીએ રવિવારે પોતાની અલગ અલગ ચૂંટણી રેલીઓમાં પોતાના રાજનૈતિક વિરોધીઓ સામે પ્રહાર કરવાની સાથે સાથે તેમને પાકિસ્તાન પર પણ કટાક્ષ કર્યો હતો.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી મોદીએ રવિવારે પોતાની અલગ અલગ ચૂંટણી રેલીઓમાં પોતાના રાજનૈતિક વિરોધીઓ સામે પ્રહાર કરવાની સાથે સાથે તેમને પાકિસ્તાન પર પણ કટાક્ષ કર્યો હતો. પીએમ મોદીએ કોંગ્રેસ પર તેમની જાતિ અને વ્યક્તિગત આરોપોનો જવાબ આપ્યા પછી પાકિસ્તાન પર પણ પ્રહાર કર્યા. રાજસ્થાનના અલ્વરમાં એક જનસભાને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે, જે દેશ પહેલા બૉમ્બ ફેંકવાની ધમકી આપતો હતો તે આજે વાડકો લઈને ઉભો છે.

pm modi

અલ્વર પર પાકિસ્તાન પર કટાક્ષ કરતા પીએમ મોદીએ જણાવ્યું કે કાલ સુધી બૉમ્બ ફેંકવાની ધમકી આપનાર દેશ આજે વાડકો લઈને ઉભો છે. આ અમારી રણનીતિની જીત છે. પીએમ મોદીએ પાકિસ્તાનનું નામ લીધા વિના તેના પર પ્રહાર કર્યો હતો. પરંતુ બધાની સમજમાં આવી ગયું હતું કે તેઓ કોના વિશે વાત કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી ઇમરાન ખાન પોતાના દેશને આર્થિક સંકટથી બહાર લાવવા માટે સાઉદીથી લઈને ચીન સુધી આર્થિક મદદ માંગી ચુક્યા છે.

આ પણ વાંચો: કોંગ્રેસ નેતા મારી માતાને ગાળો આપે છે: પીએમ મોદી

અમેરિકાએ પાકિસ્તાનને આપવામાં આવતી સૈન્ય સહાય રોકી છે. તેની સાથે સાથે તેમને આતંકવાદ સામે કોઈ પણ કાર્યવાહી નહીં કરવાને કારણે ઇસ્લામાબાદને એફએટીએફ ગ્રે લિસ્ટમાં નાખી દીધું છે. આપને જણાવી દઈએ કે સાઉદી અરબે ઇમરાન ખાનને 6 બિલિયન ડોલરની આર્થિક મદદ આપવાની વાત કહી છે. જયારે ચીને પણ પોતાના મિત્ર દેશ પાકિસ્તાનને આર્થિક મદદ કરવાનું વચન આપ્યું છે.

આ પણ વાંચો: ટીવી પ્રચારમાં ભાજપ પહેલા નંબરે, નેટફ્લિક્સ અને એમેઝોન પણ પાછળ

English summary
From Bomb Threats To Begging Bowl": PM Modi's Jab Aimed At Pakistan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X