લૉકડાઉનના કારણે અર્થવ્યવસ્થા પર પડશે બહુ મોટો બોજઃ સોનિયા ગાંધી

કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યુ છે કે કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઘોષિત દેશવ્યાપી લૉકડાઉનથી અર્થવ્યવસ્થા પર વધુ બોજ પડશે.

કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યુ છે કે કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઘોષિત દેશવ્યાપી લૉકડાઉનથી અર્થવ્યવસ્થા પર વધુ બોજ પડશે. તેમણે કહ્યુ કે ગરીબ, ખેડૂત અને મજૂર સૌથી વધુ પીડિત છે અને આશા છે કે કેન્દ્ર પાસે આના નુકશાનની ભરપાઈ કરવાની યોજના છે.

sonia gandhi

કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા બેઠક કરી રહેલા સોનિયા ગાંધીએ કહ્યુ, 'લૉકડાઉનના કારણે આપણી અર્થવ્યવસ્થા પર બહુ વધુ બોજ પડવાનો છે. અર્થવ્યવસ્થા પહેલેથી જ સંકટમાં હતી અને હવે એવુ લાગે છે કે મુશ્કેલીઓ વધી જશે. આપણે આના માટે તૈયાર રહેવુ પડશે. અમે આશા રાખીએ છીએ કે સરકાર આ પડકારનો સામનો કરવા માટે એક યોજના સાથે સામે આવશે. ગરીબ, ખેડૂત અને મજૂર લૉકડાઉનથી સૌથી વધુ મુશ્કેલીમાં છે.'

લૉકડાઉનના કારણે કામધંધા બંધ પડ્યા છે અને આ કારણે અર્થવ્યવસ્થા પર પણ ઉંડી અસર પડવાની છે. આઈએમએફે પણ કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે આર્થિક મંદી વિશે ચેતવણી આપી છે. દેશમાં લૉકડાઉન બાદ મજૂરો સામે સૌથી મોટુ સંકટ પેદા થઈ ગયુ છે અને આ કારણે લૉકડાઉનના એલાન બાદ હજારોની સંખ્યામાં મજૂરોનુ પલાયન પણ થયુ છે. સોનિયા ગાંધીએ આ બેઠક દરમિયાન કહ્યુ, લૉકડાઉનના કારણે ગરીબ મજૂરોનુ પલાયન થયુ અને અમારા કાર્યકર્તા તેમની મદદ માટે આગળ આવ્યા. અહીં સુધી કે આજે પણ દેશભરમાં કોંગ્રેસ કાર્યકર્તા આવા કામ કરી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X