For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2018: 759 ઉમેદવારો સામે ગુનાહિત કેસ, સૌથી વધુ ભાજપમાં

આ વખતે મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કુલ 2716 ઉમેદવાર મેદાનમાં છે. જેમાંથી 750 ઉમેદવારો પર કોઈને કોઈ પ્રકારનો ગુનાહિત કેસ છે.

|
Google Oneindia Gujarati News

ચૂંટણી કમિશનની તમામ કોશિશો છતાં ચૂંટણીમાં ગુનાહિત પૃષ્ઠભૂમિના ઉમેદવારોનો ચૂંટણી મેદાનમાં આવવાનો સિલસિલો બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. આ વખતે મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કુલ 2716 ઉમેદવાર મેદાનમાં છે. જેમાંથી 750 ઉમેદવારો પર કોઈને કોઈ પ્રકારનો ગુનાહિત કેસ છે. આ તમામ ઉમેદવારો દ્વારા ભરાયેલ ફોર્મના વિશ્લેષણથી એ વાત સામે આવી છે કે આ વખતે પણ ચૂંટણીમાં ઘણા એવા ઉમેદવાર મેદાનમાં છે જેમની સામે ગુનાહિત કેસ નોંધાયેલા છે.

આ પણ વાંચોઃ એમપી વિધાનસભા ચૂંટણી 2018: 656 કરોડપતિ મેદાનમાં, સૌથી અમીર ભાજપના ઉમેદવારઆ પણ વાંચોઃ એમપી વિધાનસભા ચૂંટણી 2018: 656 કરોડપતિ મેદાનમાં, સૌથી અમીર ભાજપના ઉમેદવાર

ગઈ વખતની તુલનામાં આ વખતે થયો વધારો

ગઈ વખતની તુલનામાં આ વખતે થયો વધારો

એડીઆર રિપોર્ટ મુજબ એમપીની ચૂંટણીમાં આ વખતે જે ઉમેદવારો સામે ગુનાહિત કેસો નોંધાયા છે તેમની સંખ્યામાં 6 ટકાનો વધારો થયો છે. ગઈ વખતે જ્યાં કુલ 11 ટકા આવા ઉમેદવારો મેદાનમાં હતા જેમની સામે ગુનાહિત કેસ નોંધાયા હતા જે આ વખતે વધીને 17 ટકા સુધી પહોંચી ગયા છે. 2013માં 2494 ઉમેદવારોમાંથી કુલ 407 એટલે કે 16 ટકા એવા ઉમેદવાર મેદાનમાં હતા. એટલુ જ નહિ 263 એટલે કે 11 ટકા એવા ઉમેદવાર પણ હતા જેમની સામે સંગીન ગુના નોંધાયા હતા.

685 સામે થયા છે કેસ

685 સામે થયા છે કેસ

આ વખતની ચૂંટણી પર નજર નાખીએ તો 2716 ઉમેદવારોના શપથપત્ર અનુસાર 685 રાષ્ટ્રીય પક્ષોના ઉમેદવાર છે જેમની સામે ગુનાહિત કેસ છે, જ્યારે 348 સ્થાનિક પક્ષોના ઉમેદવારો, 668 નાના પક્ષોના ઉમેદવારો અને 1015 અપક્ષ ઉમેદવારો સામે ગુનાહિત કેસો ફાઈલ થયેલા છે. 16 એવા ઉમેદવાર છે જેમના પર હત્યાના કેસ ફાઈલ થયેલા છે. 24ની સામે હત્યાની કોશિશના કેસ નોંધાયા છે. 6 સામે અપહરણના કેસ નોંધાયા છે.

સૌથી વધુ ભાજપમાં

સૌથી વધુ ભાજપમાં

20 ઉમેદવાર એવા પણ છે જેમની સામે મહિલાઓ સાથે શોષણનો કેસ ફાઈલ થયેલો છે. ભાજપના 220 ઉમેદવારોમાંથી 65 એટલે કે 30 ટકા ઉમેદવારો પર ગુનાહિત કેસ નોંધાયેલા છે. જ્યારે કોંગ્રેસના 223માંથી 108 એટલે કે 48 ટકા ઉમેદવારો પર ગુનાહિત કેસ નોંધાયેલા છે. આપના 206માંથી 43 એટલે કે 21 ટકા ઉમેદવારો સામે ગુનાહિત કેસ નોંધાયેલા છે જ્યારે બસપાના 214 ઉમેદવારોમાંથી 37 એટલે કે 17 ટકા ઉમેદવારો સામે ગુનાહિત કેસો છે.

આ પણ વાંચોઃ ભારતે પાકિસ્તાનના પ્રસ્તાવને ઠુકરાવ્યુ, સાર્ક સમિટમાં નહિ થાય શામેલઆ પણ વાંચોઃ ભારતે પાકિસ્તાનના પ્રસ્તાવને ઠુકરાવ્યુ, સાર્ક સમિટમાં નહિ થાય શામેલ

English summary
Madhya Pradesh Assembly elections 2018: 759 criminal background candidates are contesting this time.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X