રામાયણના વિભૂષણ તેવા મુકેશ રાવલની હત્યા કે આત્મહત્યા?

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાતના ઇડરના વતની અને જાણીતા ગુજરાતી એક્ટર મુકેશ રાવલનું મુંબઇમાં મોત થઇ ગઇ છે. નોંધનીય છે કે મુકેશ રાવલ રામાનંદ સાગરની ટીવી સિરિયલ રામાયણમાં વિભીષણની ભૂમિકા ભજવી પ્રખ્યાત થયા હતા. અને તે પછી પણ તેમણે અનેક જાણીતા ગુજરાતી નાટ્ય અને ફિલ્મોમાં કામ કર્યું છે. પાછલા લાંબા સમયથી મુંબઇમાં રહેતા મુકેશભાઇની લાશ રેલ્વે ટ્રેક પર મળી હતી.

mukesh rawal

જો કે ઉલ્લેખનીય છે કે તેમની લાશનું ઘડથી માથુ અલગ હતું. તેથી પોલિસ હત્યા કે આત્મહત્યા જેવી અલગ અલગ થિયરી આધારે હાલ તપાસ હાથ ધરી છે. વળી મુકેશભાઇ 15મી નવેમ્બરથી ઘરે પરત નથી આવ્યા, જે બાદ પરિવાર દ્વારા તેમની ગુમ થવાની ફરિયાદ કરવામાં આવતા પોલિસને તેમની લાશ કાંદિવલી ટ્રેક પાસેથી મળી છે.

શરૂઆતી તપાસ મુજબ માનવામાં આવી રહ્યું છે કે કદાચ તેમણે ટ્રેનથી કૂદીને આત્મહત્યા કરી હોય કે પછી કોઇએ તેમની હત્યા પણ કરી હોય? જોકે આ અંગે પોલિસ હાલ તપાસ કરી રહી છે. ત્યારે ગુજરાતીના એક જાણીતા એક્ટરની આવી અચાનક મોતથી ગુજરાતી સિનેમા અને થિયેટર જગત શોકમય થયું છે.

English summary
Famous TV serial Ramayan Vibhishan aka mukesh Rawal is dead.
Please Wait while comments are loading...