For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અગ્નિ-5 મિસાઇલનું બીજું સફળ પરિક્ષણ

|
Google Oneindia Gujarati News

બાલાસોર, 15 સપ્ટેમ્બર : સ્વદેશી ટેકનોલોજી દ્વારા બનાવવામાં આવેલ 5000 કિલોમીટરની મારક ક્ષમતાવાળી અંતર મહાદ્વિપીય બૈલાસ્ટિક મિસાઇલ અગ્નિ-5નું આજે ઓડિશાના વ્હીલર દ્વિપથી સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન દ્વારા નિર્મિત આ મિસાઇલના સફળ પરિક્ષણ અંગે જાણકારી સંગઠનના સૂત્રો દ્વારા આપવામાં આવી. આ મિસાઇલ 1000 કિલો સુધીના પરણમારું હથિયારને લઇ જઇ શકે છે અને ચીનથી લઇને યુરોપના દેશ સુધી હુમલો કરી શકે છે.

વ્હીલર દ્વિપથી અગ્નિ-5નું આ બીજું પરિક્ષણ હતું, આ પહેલા 19 એપ્રિલના રોજ અત્રેથી જ આ મિસાઇલનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું. આ સફળ પરિક્ષણ બાદ અંતર મહાદ્વિપીય બેલાસ્ટિક મિસાઇલના પ્રક્ષેપણની ક્ષમતા રાખનાર દેશો અમેરિકા, રશિયા, ફ્રાંસ, અને ચીન સમૂહમાં ભારત પણ સામેલ થઇ ગયું છે.

agni V
ચીનના પ્રભુત્વને પડકાર આપવામાં સક્ષમ પ્રક્ષેપણ તાકાતના રૂપમાં ભારતના ઉભરવાની દિશામાં 'અગ્નિ-5' આ પરિક્ષણને મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. અગ્નિ-5 ત્રિ-સ્તરીય મિસાઇલ છે, જેને એક ટન વજનના હથિયાર 5000 કિલોમીટરની દૂર સુધી લઇ જવા માટે બનાવવામાં આવ્યું છે. આ બે વર્ષની અવધિમાં કરવામાં આવેલું અગ્નિ-5નું આ બીજું પરિક્ષણ છે.

આ પરિક્ષણની સાથે જ 'અગ્નિ-5' ભારતની પાસે ઉપલબ્ધ તમામ મિસાઇલોમાં સૌથી વધારે દૂર સુધી હુમલો કરનારી મિસાઇલ બની ગઇ છે. આજના સમયમાં સૌથી વધારે દૂર સુધી મારન કરનારી ભારતીય મિસાઇલ 'અગ્નિ-3' છે, જે 3,500 કિલોમીટર દૂર માર કરી શકે છે. અગ્નિ-5ની લંબાઇ 17 મીટર છે અને આનું વજન લગભગ 50 ટન છે.

English summary
India today conducted a second test flight of its indigenously developed nuclear- capable 'Agni-V' long-range ballistic missile, which has a strike range of more than 5000 km, from the Wheeler Island off Odisha coast.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X