For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજનાથની ધમકી, 'શિંદે હટશે તો જ સંસદ ચાલશે'

|
Google Oneindia Gujarati News

rajnath singh
નવી દિલ્હી, 24 જાન્યુઆરી: ભારતીય જનતા પાર્ટીએ જાહેરાત કરી છે કે જ્યા સુધી કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ આપેલા ભગવા આતંકવાદ પર આપેલા નિવેદન માટે જ્યાં સુધી બર્ખાસ્ત નહી કરવામાં આવે ત્યાં સુધી રસ્તાઓથી લઇને સંસદ સુધી આંદોલન જારી રહેશે.

શિંદેએ રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ અને ભાજપના શિબિરોમાં હિન્દુ આતંકવાદ ફેલાવવાને સંબંધ કરેલા નિવેદનના વિરોધમાં રાષ્ટ્રવ્યાપી આંદોલન કરવામાં આવી રહ્યા છે. જેના સંબંધમાં લોકસભામાં વિપક્ષની નેતા સુષમા સ્વરાજે કડક વલણ અપનાવતા જણાવ્યું કે જ્યાં સુધી ગૃહમંત્રીને સરકારમાંથી બર્ખાસ્ત નહી કરવામાં આવે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી ચૂપ બેસશે નહીં.

પાર્ટીના નવા અધ્યક્ષ રાજનાથસિંહે ધમકીભર્યા શબ્દોમાં જણાવ્યું કે શિંદે રાજીનામું નહી આપ્યું તો તેમની પાર્ટી સંસદની કાર્યવાહી થવા દેશે નહીં. તેમણે કોંગ્રેસની આ રણનીતિને વોટબેંકની રાજનીતિ ગણાવી પહેલીવાર અધ્યક્ષીય પ્રવચન આપતા જણાવ્યું કે શિંદેના નિવેદને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની શાખ બગડી છે, માટે જ્યાં સુધી પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી અને મનમોહનસિંહ માફી નહી માંગે અને શિંદેને મંત્રીમંડળમાંથી બર્ખાસ્ત નહી કરે ત્યાંસુધી ભાજપ આંદોલન કરતી રહેશે.

સિંહે જણાવ્યું કે હાલમાં સંસદનું સત્ર નથી ચાલી રહ્યું માટે ભાજપ માર્ગો પર પોતાનું આંદોલન ચલાવી રહ્યું છે. જે દિવસે સંસદ શરૂ થશે ત્યારે ભાજપ બંને ગૃહોમાં એવી સ્થિતિ પેદા કરશે કે પ્રધાનમંત્રીને ગૃહમંત્રીને બર્ખાસ્ત કરવા પડશે.

English summary
Rajnath Singh warns govt, says if Shinde not sacked, will expand protest to Parliament.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X