For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

5 રાજ્યોના ચૂંટણી પરિણામો સમયે દેશમાં નહીં હોય સોનિયા ગાંધી?

સોનિયા ગાંધીની ગેરહાજરીમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને નિર્ણયો લેવાનો અધિકાર આપવામાં આવ્યો છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

11 માર્ચના રોજ પાંચેય રાજ્યોની વિધાનસભા ચૂંટણી ના પરિણામો આવનાર છે અને કોંગ્રેસ ના સુપ્રીમો સોનિયા ગાંધી એ જ દિવસે દેશમાં હાજર નહીં હોય. સોનિયા ગાંધી ઇલાજ માટે વિદેશ ગયા છે. ઉલ્લેખનીય છે કે, પોતાની ખરાબ તબિયતને કારણે જ સોનિયા ગાંધીએ આ વખતે ચૂંટણી પ્રચારમાં પણ ભાગ નહોતો લીધો, પરંતુ તેમણે મતદારો માટે એક સંદેશ બહાર પાડ્યો હતો.

સોનિયા ગાંધીના વિદેશ જવા અંગે પાર્ટીના સૂત્રોએ જાણકારી આપતાં કહ્યું કે, નિયમિત મેડિકલ ટેસ્ટ માટે તેઓ બુધવારે રાત્રે જ વિદેશ જવા રવાના થયા હતા. તેઓ સોમવારે હોળી બાદ જ પરત ફરશે.

sonia gandhi

સોનિયા ગાંધી ઇલાજ કરાવવા કયા દેશમાં ગયા છે, એ અંગે કોઇ સ્પષ્ટીકરણ આપવામાં નથી આવ્યું. વિદેશ રવાના થતાં પહેલાં તેમણે પાર્ટીના વરિષ્ઠ નેતાઓની બેઠક બોલાવી હતી. તેમની ગેરહાજરીમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ને નિર્ણયો લેવાનો અધિકાર આપવામાં આવ્યો છે. બજેટ સત્રની તૈયારીઓ અંગે શુક્રવારે યોજાનારી કોંગ્રેસ સાંસદોની બેઠકના અધ્યક્ષ પણ રાહુલ ગાંધી જ રહેશે.

અહીં વાંચો - પાંચ રાજ્યોનો એક્ઝિટ પોલ: 3માં ભાજપ, 2માં કોંગ્રેસ આગળઅહીં વાંચો - પાંચ રાજ્યોનો એક્ઝિટ પોલ: 3માં ભાજપ, 2માં કોંગ્રેસ આગળ

પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ પણ કોંગ્રેસના ધારાસભ્યોની યોજના-રણનીતિ વગેરે અંગે નિર્ણયો લેવાનું કામ રાહુલ ગાંધી કરશે. નોંધનીય છે કે, સોનિયા ગાંધી છેલ્લા સાત મહિનાથી પડદા પાછળ રહીને જ કામ કરી રહ્યાં છે. સાત મહિના પહેલાં તેમણે વારાણસીમાં રોડ શો કર્યો હતો, તે સમયે પણ રોડ શો દરિમાયન અચાનક તબિયત બગડતાં તેમણે ચૂંટણી પ્રચાર અધૂરો છોડી ઘરે જવું પડ્યું હતું.

English summary
Congress president Sonia Gandhi will not be in India on the counting day on Saturday as she will be travelling abroad for medical treatment. The counting of votes will be held on March 11.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X