દર વર્ષે 7 ડિસેમ્બરે ઉજવાતો સશસ્ત્ર દળ ઝંડા દિવસ શું છે જાણો અહીં

Subscribe to Oneindia News

7 ડિસેમ્બર એટલે કે આજે ભારતીય સેનાઓ માટે એક મહત્વનો દિવસ છે. આ દિવસને સમગ્ર દેશ આર્મ્ડ ફોર્સીસ ફ્લેગ ડે એટલે કે સશસ્ત્ર સેના ઝંડા દિવસ તરીકે યાદ કરે છે. આર્મ્ડ ફોર્સીસ ફ્લેગ ડે ની શરુઆત વર્ષ 1949 માં થઇ હતી અને તેનો હેતુ સેનાઓને તેમને યોગ્ય સમ્માન આપવાનો હતો.

armed force

ફંડ ભેગુ કરવામાં આવે છે

દર વર્ષે આ દિવસે દેશની રક્ષા માટે પોતાનો જીવ આપનાર જવાનો, એરમેન અને નૌસેનિકોને યાદ કરવામાં આવે છે. 7 ડિસેમ્બર, 1949 થી દર વર્ષે આ દિવસ મનાવવાની પરંપરા છે. આ દિવસે સૌનિકોના કલ્યાણ માટે ફંડ પણ ભેગુ કરવામાં આવે છે. જુઓ આ દિવસનું મહત્વ ખરેખર શું છે.

કેમ થઇ શરુઆત

સન 1947 માં મળેલી આઝાદી બાદ સરકાર પાસે સૈનિકોની દેખરેખ માટે જરુરી પૈસા નહોતા. 28 ઓગસ્ટ,1949 ના દિવસે રક્ષામંત્રીના નેતૃત્વમાં એક કમિટી બનાવવામાં આવી. આ કમિટી તરફથી દર વર્ષે 7 ડિસેમ્બરને ઝંડા દિવસ તરીકે મનાવવાનો આઇડિયા આપવામાં આવ્યો. ઝંડા દિવસે લોકોને નાના નાના ઝંડા આપવામાં આવતા અને તેના બદલે ડોનેશન લેવામાં આવતુ. સામાન્ય જનતામાં સૈનિકોના પરિવારોની દેખરેખની જવાબદારીની ભાવના જગાડવા માટેનો આનો મુખ્ય હેતુ હતો.

ઝંડા દિવસ એક એવો દિવસ છે જ્યાં તમે સૈનિકો અને તેના પરિવારોના કલ્યાણ માટે 10 રુપિયાથી લઇને 10 લાખ રુપિયા સુધી ડોનેશન આપી શકે છે. રાષ્ટ્રીય સુરક્ષા માટે સૈનિકોના યોગદાન અને તેમની કોશિશોને લોકો સામે લાવવામાં આવે છે. દેશમાં કેન્દ્રીય સૈનિક બોર્ડ અંતર્ગત આ ફંડ ભેગુ કરવામાં આવે છે અને તેની દેખરેખ પણ કરવામાં આવે છે. કેન્દ્રીય સૈનિક બોર્ડ પણ રક્ષા મંત્રાલયનો જ એક ભાગ છે.

શું કહ્યુ હતુ પંડિત નહેરુએ

7 ડિસેમ્બર, 1954 ના દિવસે તે સમયના પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ આ દિવસે એક ખાસ વાત કહી હતી. પંડિત નહેરુએ કહ્યુ હતુ કે, 'થોડા અઠવાડિયા પહેલા હું ભારત અને ચીનની સરહદ પર ગયો. હું સેનાના અધિકારીઓ અને જવાનોને મળ્યો. જે ત્યાં આંતરરાષ્ટ્રીય મિશન સાથે જોડાયેલા હતા. જ્યારે મે જોયુ કે તેઓ કેવી રીતે પોતાના સારા કામને એક એવી જગ્યાએ અંજામ આપી રહ્યા છે તે ઘરથી ઘણી દૂર અને સૂમસામ છે. મને તેમને જોઇને એક પ્રકારનો રોમાંચ થયો.'

તેમણે આગળ કહ્યુ કે, 'આનાથી પણ વધુ મને એ જોઇને ઘણુ સારુ લાગ્યુ કે સૈનિકો સામાન્ય જનતા વચ્ચે ઘણા લોકપ્રિય હતા. મને આશા છે કે દેશવાસી તેમનાથી કંઇક શીખશે અને તેમની પ્રશંસા કરશે. ફ્લેગ ડે માં યોગદાન આપવુ પણ આ પ્રશંસાનો જ એક ભાગ છે.'

English summary
The Armed Forces Glag Day is also being called as Flag Day of India. Every year on 7th December this day celebrated in India to honour our Armed Force.
Please Wait while comments are loading...