For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કુંભ દરમિયાન અલ્હાબાદ રસ્તા પર ત્રણ મહિના માટે ટોલ ટેક્સ ફ્રી

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ અલ્હાબાદમાં થનારા કુંભ આગામી ત્રણ મહિના માટે રસ્તા પર કોઈ પણ પ્રકારનો ટોલ ટેક્સ લેવામાં આવશે નહિ

By Lekhaka
|
Google Oneindia Gujarati News

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ અલ્હાબાદમાં થનારા કુંભના આગામી ત્રણ મહિના માટે રસ્તા પર કોઈ પણ પ્રકારનો ટોલ ટેક્સ લેવામાં આવશે નહિ તે માટે સંબધીત વિભાગને આદેશ આપ્યો છે. આવી પરિસ્થિતિમાં, જો એનએચએઆઇ આ દરખાસ્તને સ્વીકારી લે તો અલ્હાબાદ જવા માટે કોઈ પણ માર્ગ પર ટોલ ટેક્સ લેવામાં આવશે નહીં. મુખ્યમંત્રીએ આ બાબત સંબધિત વિભાગને કહ્યું છે કે તેઓ આ મુદ્દો એન.એચ.આઇ.એ સામે ઉઠાવે. તમને જણાવીએ કે મુખ્યમંત્રીને બે સંતોએ કુંભ દરમિયાન ટોલ ટેક્સ નહિ લેવા ગુઝારીશ કરી હતી જેને યોગી આદિત્યનાથએ સ્વીકારી લીધી છે.

બેઠકમાં કરી હતી માંગ

બેઠકમાં કરી હતી માંગ

ગયા મહિને મુખ્યમંત્રી સાથે અખિલ ભારતીય અખાડા પરિસદના પ્રતિનિધિઓની બેઠક થઇ હતી, જેમાં પરિસદના પ્રમુખ મહંત ગિરી અને ભારતીય શ્રી પંચ દિગમ્બર અને અખાડાના મહંતએ અલ્હાબાદ આવનારી ગાડીઓ પાસેથી ટોલ ટેક્સ ન લેવાની માંગણી કરી હતી, જે મુખ્યમંત્રીએ સ્વીકારી લીધી. તમામ મહંતોએ જણાવ્યું હતું કે આનાથી મહાકુંભ માં આવવા માટે અસુવિધા નહીં આવે. તેના પછી મુખ્યમંત્રીએ નિર્દેશ વિભાગને એ આદેશ આપ્યો છે કે તેઓ 15 ડિસેમ્બર 2018 થી 15 માર્ચ 2019 સુધી કોઈ પણ રસ્તા પર ટોલ ટેક્સ ન વસૂલવાનો પ્રસ્તાવ એનએચએઆઇ આગળ મૂકે.

શાહી સ્નાનમાં પુષ્પ વર્ષાની માંગ

શાહી સ્નાનમાં પુષ્પ વર્ષાની માંગ

મુખ્યમંત્રી સાથે બેઠકમાં 12 સંતોએ સૂચન કર્યું હતું કે શાહી સ્નાન દરમિયાન પુષ્પ વર્ષા કરાવવામાં આવે અને અલ્હાબાદના કિલ્લામાં આવેલી પ્રતિમાના દર્શન માટે તેને 24 કલાક ખુલ્લું રાખવામાં આવે. તમને જણાવી દઈએ કે યોગી સરકાર આ વર્ષે ઑક્ટોમ્બર મહિના સુધી આઠ અખાડા પરિસદોમાં હાઉસિંગ અને સફાઈ સિસ્ટમો સુધારવામાં 9 કરોડ રૂપિયા સુધી ખર્ચ કરશે. મહંત નરેન્દ્ર ગિરી મહારાજ એ શાહી સ્નાનના દિવસે સુરક્ષાની વ્યવસ્થા માટે અને દરેક 20 ઝોનમાં હોસ્પિટલોની સિસ્ટમ પૂરી પાડવાની પણ માંગ કરી હતી.

પંચકોષી પરિક્રમા શરૂ કરવાની માંગ

પંચકોષી પરિક્રમા શરૂ કરવાની માંગ

તે જ સમયે મુખ્યમંત્રીએ તમામ સંતોને કહ્યું છે કે તેઓ કુંભ દરમિયાન પોતાના શિબિરમાં આવતા લોકો પર નજર રાખશે. તે દરમિયાન સંતોએ રાજ્યમાં ફરી એકવાર પંચકોષી પરિક્રમા શરૂ કરવાની માગણી કરી છે. જેના પર મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ પર કામ 5.13 કરોડ રૂપિયાથી શરૂ થયું છે.

English summary
There will be no toll tax likely for three months during Kumbh in Allahabad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X