For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સસ્પેન્ડ સાંસદોના ધરણા ખતમ, માંગો પૂરી ન થાય ત્યાં સુધી ચોમાસુ સત્રનો વિપક્ષ કરશે બહિષ્કાર

કોંગ્રેસ સાંસદ ગુલામ નબી આઝાદે કહ્યુ કે MSP માટે અમે ત્રણ શરતો રાખી છે જ્યાં સુધી તે પૂરી ન થાય આ બૉયકૉટ ચાલુ રહેશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ રાજ્યસભામાંથી સસ્પેન્ડ આઠ સાંસદો બાદ મંગળવાર (22 સપ્ટેમ્બર) પણ હોબાળો ચાલુ છે. આ દરમિયાન સાંસદોએ ધરણા ખતમ કરી દીધા છે. રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરાયેલ 8 સાંસદોએ આખી રાત ગાંધી પ્રતિમા સામે ધરણા કર્યા હતા. આ દરમિયાન કોંગ્રેસ નેતા અને રાજ્યસભા સાંસદ ગુલામ નબી આઝાદે કહ્યુ કે જ્યાં સુધી અમારા સાંસદોના સસ્પેન્શનને પાછા લેવામાં ન આવે અને ખેડૂતોના બિલો માટેની અમારી માંગો માનવામાં ન આવે ત્યાં સુધી વિપક્ષ ચોમાસુ સત્રમાંથી બૉયકૉટ કરે છે. તેમણે કહ્યુ કે MSP માટે અમે ત્રણ શરતો રાખી છે જ્યાં સુધી તે પૂરી ન થાય આ બૉયકૉટ ચાલુ રહેશે.

સંસદના હોબાળામાં શું બોલ્યા ગુલામ નબી આઝાદ

સંસદના હોબાળામાં શું બોલ્યા ગુલામ નબી આઝાદ

ગુલામ નબી આઝાદે કહ્યુ, જ્યારે આ બિલ લાવી રહ્યા હતા ત્યારે એમએસપી એ વખતે અનાઉન્સ કરવી જોઈતી હતી પરંતુ ના કરી. MSP બાદમાં અનાઉન્સ કરવામાં આવી જેનુ અમે સ્વાગત કરીએ છીએ. MSP માટે અમે ત્રણ શરતો રાખી છે જ્યાં સુધી તે પૂરી ન થાય ત્યાં સુધી આ બૉયકૉટ ચાલુ રહેશે. રાજ્યસભા સાંસદ ગુલામ નબી આઝાદે કહ્યુ કે છેલ્લા બે દિવસોમાં જે સંસદમાં થયુ મને નથી લાગતુ કે તેનાથી કોઈ પણ ખુશ છે. કરોડો લોકોને જે રિપ્રેઝન્ટ કરે છે તેને કરોડો લોકો જુએ છે. જે લક્ષ્ય છે અહીં આવવાનુ તે તો પૂરુ થવુ જોઈએ.

પાછુ લેવામાં આવે ખેડૂત બિલઃ કોંગ્રેસ સાંસદ સૈયદ નાસિર હુસેન

પાછુ લેવામાં આવે ખેડૂત બિલઃ કોંગ્રેસ સાંસદ સૈયદ નાસિર હુસેન

કોંગ્રેસના રાજ્યસભા સાંસદ સૈયદ નાસિર હુસેને કહ્યુ છે કે અમે માત્ર સાંસદોનુ સસ્પેન્શન રદ નથી કરાવવા માંગતા પરંતુ અમારી એ પણ માંગ છે કે ખેડૂત બિલ પાછા લેવામાં આવે અને ફરીથી યોગ્ય મતદાન કરાવવામાં આવે. પરંતુ એ પ્રમાણેનુ કંઈ થવાનુ નહોતુ કારણકે સભાપતિ કોઈની વાત સાંભળવા માટે તૈયાર નહોતા. કોંગ્રેસે મંગળવારે (22 સપ્ટેમ્બર)ના રોજ લોકસભાનુ સત્ર શરૂ થતા પહેલા પોતાના લોકસભા સાંસદોની બેઠક બોલાવી હતી. વળી, રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને 20 સપ્ટેમ્બરે કૃષિ બિલો પાસ થવા દરમિયાન વિપક્ષી સાંસદો દ્વારા સંસદમાં તેમની સાથે કરવામાં આવેલ અનિયંત્રિત વ્યવહાર પર એક પત્ર લખ્યો છે.

કયા આઠ સાંસદોને કરવામાં આવ્યા હતા સસ્પેન્ડ

કયા આઠ સાંસદોને કરવામાં આવ્યા હતા સસ્પેન્ડ

કોંગ્રેસના રાજૂ સાટવ, સૈયદ નાસિર હુસેન અને રિપુણ બોરા,તૃણમૂલ કોંગ્રેસના ડેરેક ઓ બ્રાયન અને ડોલા સેન, આમ આદમી પાર્ટીના સંજયસિંહ, સીપીઆઈ-એમના કેકે રાગેશ અને એલમારામ કરીમને એક સપ્તાહ માટે રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા. રાજ્યસભાના સભાપતિ એમ વેંકૈયા નાયડુએ રવિવાર (20 સપ્ટેમ્બર)ના રોજ સંસદમાં હોબાળો કરવા અને ઉપસભાપતિ હરિવંશ સાથે દૂર્વ્યવહાર કરવા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

Video: રાજ્યસભાના 8 સસ્પેન્ડ સાંસદોના સંસદમાં ધરણા, ગીત ગાતા દેખાયા ટીએમસી સાંસદ ડોલા સેનVideo: રાજ્યસભાના 8 સસ્પેન્ડ સાંસદોના સંસદમાં ધરણા, ગીત ગાતા દેખાયા ટીએમસી સાંસદ ડોલા સેન

English summary
We will boycott Parliament session until Govt accepts our 3 demands: Ghulam Nabi Azad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X