For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યર એન્ડઃ વર્ષ 2018માં સુપ્રીમ કોર્ટે લીધેલ મહત્વના ચૂકાદાઓ પર એક નજર

યર એન્ડઃ વર્ષ 2018માં સુપ્રીમ કોર્ટે લીધેલ મહત્વના ચૂકાદાઓ

|
Google Oneindia Gujarati News

વર્ષ 2018 દરમિયાન કેટલાય મહત્વના કેસમાં સુપ્રીમ કોર્ટે સુનાવણી આપી છે. આજે અમે તમને વર્ષ દરમિયાન સુપ્રીમ કોર્ટે આપેલ મહત્વના એવા ચુકાદાઓથી વાકેફ કરાવીશું જે વર્ષ દરમિયાન ચર્ચામાં રહ્યા અને તેનું મહત્વ પણ ખાસ્સું એવું હોય. સુપ્રીમ કોર્ટે સબરીમાલા, લિવ-ઈન, આડા સંબંધ વગેરે જેવા કેસ પર મહ્તવનો ચૂકાદો આપ્યો હતો, અહીં જાણો સમગ્ર ડિટેઈલ.

લિવ-ઈન રિલેશનમાં રહેતી મહિલા પણ ભરણપોષણ ભથ્થું માંગી શકે છે: સુપ્રીમ કોર્ટ

લિવ-ઈન રિલેશનમાં રહેતી મહિલા પણ ભરણપોષણ ભથ્થું માંગી શકે છે: સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે એક કેસમાં નિર્ણય સંભળાવતા કહ્યું કે લિવ-ઈન રિલેશનશિપમાં રહી રહેલી મહિલા ઘરેલુ હિંસા કાનૂન હેઠળ ભરણપોષણ ભથ્થા માટે અદાલત જઈ શકે છે. ઉચ્ચતમ ન્યાયાલય ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે ઘરેલુ હિંસામાં ફક્ત શારીરિક અને માનસિક જ નહીં પરંતુ આર્થિક પ્રતાડન માટે પણ મહિલા કોર્ટનો દરવાજો ખખડાવી શકે છે. કાનૂન હેઠળ ફક્ત પરિણીત મહિલા જ નહીં પરંતુ લિવ-ઈન રિલેશનમાં રહેતી મહિલા પણ ભરણપોષણ ભથ્થું મેળવવા માટે હકદાર છે. સુપ્રીમ કોર્ટે 8 વર્ષ જુના કેસમાં આ નિર્ણય આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે મહિલાઓ માટે ખોલ્યા સબરીમાલા મંદિરના દરવાજા

સુપ્રીમ કોર્ટે મહિલાઓ માટે ખોલ્યા સબરીમાલા મંદિરના દરવાજા

કેરળના સબરીમાલા મંદિરમાં 10થી 50 વર્ષની મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ હતો. મહત્વનો ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે આ પ્રતિબંધને હટાવી દીધો છે. આ મામલામાં દાખલ કરેલ અરજી પર સુનાવણી દરમિયાન મહિલાઓની પ્રવેશબંધીને ખોટી ગણાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે સબરીમાલા મંદિરમાં પ્રવેશથી મહિલાઓને વંચિત રાખવી એ ગેરબંધારણીય છે. અગાઉ સુપ્રીમ કોર્ટે સબરીમાલા મંદિર કેસમાં પોતાનો ફેસલો સુરક્ષિત રાખીલીધો હતો. ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ આરએફ નરિમન, જસ્ટિસ એએમ ખાનવિલ્કર, જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ અને જસ્ટિસ ઈંદુ મલ્હોત્રાની પાંચ જજની બેંચે આ મામલે પોતાનો ફેસલો સંભળાવ્યો છે.

'એડલ્ટરી' પર સુપ્રીમ ફેસલો તમામ ધર્મો પર લાગુ થશે, પણ લગ્નના ધાર્મિક કાયદા રહેશે અલગ

'એડલ્ટરી' પર સુપ્રીમ ફેસલો તમામ ધર્મો પર લાગુ થશે, પણ લગ્નના ધાર્મિક કાયદા રહેશે અલગ

સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ફેસલો સંભળાવતા 158 વર્ષ જૂની ભારતીય દંડ સંહિતાની કલમ 497ને ગેરબંધારણીય ગણાવી રદ કરી દીધી. આ કલમ અંતર્ગત એડલ્ટરી એટલે કે વ્યાભિચારને ગુનો માનવામાં આવ્યો હતો. જો કે કોર્ટે સ્પષ્ટ કરી દીધું કે વ્યાભિચાર તલાક માટે જવાબદાર હોય શકે છે પણ તે અપરાધ નથી. ઉપરાંત સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે કોઈ વ્યક્તિ પોતાના સાથી (પતિ કે પત્ની)ના વ્યાભિચારને કારણે આપઘાત કરે છે અને તે અંગે પૂરતા પુરાવા મળે તો લગ્નેતર સંબંધ બાંધનાર વ્યક્તિને આત્મહત્યા માટે દુષ્પ્રેષણ કર્યાનો જવાબદાર માનવામાં આવી શકે છે. હવે વૈવાહિક પક્ષની વાત કરીએ તો દેશમાં દરેક ધર્મના પોતાના અલગ વૈવાહિક કાયદા છે.

સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, હવે કોર્ટની કાર્યવાહી લાઈવ થશે

સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, હવે કોર્ટની કાર્યવાહી લાઈવ થશે

રાષ્ટ્રીય મહત્વના મામલામાં અદાલતની કાર્યવાહીની લાઈવ સ્ટ્રીમિંગ પર સુપ્રીમકોર્ટના ત્રણ જજોની બેન્ચ ઘ્વારા બુધવારે નિર્ણય સંભળાવવામાં આવ્યો. ચીફ જસ્ટિસ દિપક મિશ્રા, જસ્ટિસ એ એમ ખાનવિલકર અને જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ ઘ્વારા કોર્ટની કાર્યવાહીની લાઈવ સ્ટ્રીમિંગને પરમિશન આપતા જણાવવામાં આવ્યું કે તેની શરૂઆત સુપ્રિમકોર્ટથી થશે. તેના માટે નિયમોનું પાલન કરવામાં આવશે. કોર્ટની કાર્યવાહીની લાઈવ સ્ટ્રીમિંગ ન્યાય વ્યવસ્થામાં જવાબદેહી લઈને આવશે. કોર્ટ ઘ્વારા જણાવવામાં આવ્યું કે અદાલતી કાર્યવાહીની લાઈવ સ્ટ્રીમિંગ ઘ્વારા પારદર્શિતા વધશે.

આધારને ગેરબંધારણીય ગણાવ્યું

આધારને ગેરબંધારણીય ગણાવ્યું

આધારની બંધારણીયતા અને અનિવાર્યતા અંગે સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે અમુક શરતો સાથે આધારની બંધારણીય માન્યતાને અકબંધ રાખી છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે આધાર સાથે પેન જોડવાનો ચુકાદો અકબંધ રહેશે પરંતુ કોર્ટે કહ્યુ કે બેંક ખાતા સાથે આધારને જોડવુ હવે જરૂરી નથી. ના તો આધારને મોબાઈલ સાથે લિંક કરવાની જરૂર છે. પરંતુ સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો એકમત રહ્યો નથી. આધારની બંધારણીયતા અંગે બધા જજોનો અભિપ્રાય એક નહોતો. આધાર બિલને મની બિલ તરીકે પસાર કરવા પર જસ્ટીસ ડી વાય ચંદ્રચૂડે પોતાનો અલગ અભિપ્રાય જણાવ્યો. પરંતુ સુપ્રીમ કોર્ટે આધારની માન્યતાને 4: 1 થી અકબંધ રાખી.

કલમ 35એની માન્યતા પર સુપ્રિમ કોર્ટનો ફેસલો

કલમ 35એની માન્યતા પર સુપ્રિમ કોર્ટનો ફેસલો

જમ્મુ કાશ્મીરને વિશેષાધિકાર આપતી કલમ 35એ ની બંધારણીય માન્યતાને પડકારતી અરજી પર સુપ્રિમ કોર્ટમાં ફરીથી એક વાર સુનાવણી ટળી ગઈ છે. આ બાબતે આગામી સુનાવણી માટે કોર્ટે 19 જાન્યુઆરી, 2019 ની તારીખ નક્કી કરી છે. સુપ્રિમ કોર્ટમાં શુક્રવારે યોજાનાર સુનાવણી પર અલગાવવાદીઓએ ઘાટીમાં બે દિવસનો બંધ આપ્યો હતો. વળી, સુપ્રિમ કોર્ટમાં કલમ 35એ પર સુનાવણી ટાળવાની માંગ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેએ કરી હતી.

મધ્ય પ્રદેશ ચૂંટણી પરિણામઃ બહુમતીથી 2 સીટ દૂર રહી કોંગ્રેસ, કરવું પડશે ગઠબંધનમધ્ય પ્રદેશ ચૂંટણી પરિણામઃ બહુમતીથી 2 સીટ દૂર રહી કોંગ્રેસ, કરવું પડશે ગઠબંધન

English summary
year-end special story: main verdicts of supreme court during 2018
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X