For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફ્રાંસના પ્રવાસે પીએમ મોદી, કહ્યુ- ‘ભારત-ફ્રાંસની દોસ્તી સ્વાર્થ પર નથી ટકી'

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના બે દિવસીય પ્રવાસ હેઠળ ફ્રાંસની રાજધાની પેરિસ પહોંચ્યા છે. આ પ્રવાસ પર પીએમ મોદીએ સૌથી પહેલા ફ્રાંસના રાષ્ટ્રપતિ એમેનુએલ મેક્રોં સાથે મુલાકાત કરી.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના બે દિવસીય પ્રવાસ હેઠળ ફ્રાંસની રાજધાની પેરિસ પહોંચ્યા છે. પેરિસ પહોંચવા પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત થયુ. વળી, આ પ્રવાસ પર પીએમ મોદીએ સૌથી પહેલા ફ્રાંસના રાષ્ટ્રપતિ એમેનુએલ મેક્રોં સાથે મુલાકાત કરી. ભારત અને ફ્રાંસ વચ્ચે દ્વિપક્ષીય બેઠક બાદ ફ્રાંસના રાષ્ટ્રપતિ એમેનુએલ મેક્રોંએ કહ્યુ કે આપણે એકબીજા માટે પ્રતિબદ્ધ છીએ.

મેક્રોંએ ભારતીય લોકતંત્રની પ્રશંસા કરી

મેક્રોંએ ભારતીય લોકતંત્રની પ્રશંસા કરી

ફ્રાંસના રાષ્ટ્રપતિ એમેનુએલ મેક્રોંએ ભારતીય લોકતંત્રની પ્રશંસા કરી અને કહ્યુ કે અમે પીએમ મોદી સાથે ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી. તેમણે કહ્યુ તે ભારત-ફ્રાંસે પોતાની ભાગીદારીને વધુ આગળ વધારવાની છે. વળી, તેમણે કાશ્મીર મુદ્દા પર પણ ચર્ચા કરી અને કહ્યુ કે અમે કાશ્મીર પર પણ મોદી સાથે મુલાકાત કરી. તેમણે જમ્મુ અને કાશ્મીરની સ્થિતિ વિશે જણાવ્યુ. ફ્રાંસના રાષ્ટ્રપતિએ કહ્યુ કે આનો ઉકેલ ભારત અને પાકિસ્તાન જ કાઢી શકે છે.

ભારત અને ફ્રાંસ વચ્ચે સંબંધ સેંકડો વર્ષ જૂના

વળી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે ભારત અને ફ્રાંસ વચ્ચે સંબંધ સેંકડો વર્ષ જૂના છે. ભારતે ફ્રાંસ સાથે અલગ અલગ મુદ્દાઓ પર વાતચીત કરી છે. તેમણે કહ્યુ કે વર્ષ 2022માં ભારતની આઝાદીને 75 વર્ષ થશે. ભારતનું લક્ષ્ય અર્થવ્યવસ્થાને 5 ટ્રિલિયન ડૉલરની ઈકોનૉમી બનાવવાનું છે. પીએમ મોદીએ કહ્યુ કે બંને તરફથઈ ટુરિઝમમાં વધારો થઈ રહ્યો છે. તેમણે કહ્યુ કે બંને દેશને આતંકવાદનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે કહ્યુ કે આતંકવાદ સામે લડવા માટે ભારતને ફ્રાંસનો સહયોગ મળ્યો છે. તેમણે કહ્યુ કે ભારત અને ફ્રાંસની દોસ્તી સ્વાર્થ પર નથી ટકી.

આ પણ વાંચોઃ INX Media Case:ચિદમ્બરમને 26 ઓગસ્ટ સુધી રિમાન્ડ પર મોકલ્યાઆ પણ વાંચોઃ INX Media Case:ચિદમ્બરમને 26 ઓગસ્ટ સુધી રિમાન્ડ પર મોકલ્યા

આતંકવાદ સાથે ઘણા મહત્વના મુદ્દાઓ પર વાતચીત

પીએમ મોદી 22થી 23 ઓગસ્ટના રોજ ફ્રાંસમાં દ્વિપક્ષીય બેઠકોમાં ભાગ લેશે. આ બેઠકમાં મોદી સાથે એમેનુએલ મેક્રોં અને પ્રધાનમંત્રી એડવર્ડ ફિલિપ સાથે હશે. આ બેઠકમાં આતંકવાદ સાથે ઘણા મહત્વના મુદ્દાઓ પર વાતચીત થશે. વળી, તે ફ્રાંસમાં રહેતા ભારતીયોને મળશે. આ સાથે તે 25થી 26 ઓગસ્ટ સુધી પીએમ મોદી G7 મીટિંગમાં પણ ભાગ લેશે. જો કે આ પહેલા પીએમ મોદી સંયુક્ત આરબ અમીરાત (UAE) અને અંતમાં બહેરીન જશે. ત્યાંથી ફરીથી પાછા ફ્રાંસ આવશે જ્યાં તે G7 સમિટમાં ભાગ લેશે.

English summary
France: PM Modi meets France President Emmanuel Macron at Château de Chantilly. Delegation-level talks between India & France will be held soon
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X