For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાશ્મીર અને ભારતની રાષ્ટ્રીય સુરક્ષા માટે CPEC બનશે સૌથી મોટો ખતરો

ભારતની રાષ્ટ્રીય સુરક્ષા માટે CPEC બનશે સૌથી મોટો ખતરો

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાન અને ચીન વચ્ચે બિલિયન ડોલર પ્રોજેક્ટ ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કૉરિડોર (CPEC) હવે કાશ્મીર અને રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો ખતરો બનતો જઈ રહ્યો છે. સીપીઈસી અંતર્ગત આવતા બેલ્ટ એન્ડ રો ઈનીશિએટિવ (બીઆરઆઈ) વિવાદિત ગિલગિત અને બાલ્ટીસ્તાનથી થઈ પસાર થાય છે જે PoKમાં છે. ભારત હંમેશાથી માને છે કે પીઓકેથી થઈ નીકળતો હોવાના કારણે આ પ્રોજેક્ટ દેશની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતા માટે પડકાર રૂપ છે. ભારતનું માનવું છે કે આ પ્રોજેક્ટના કારણે પાકિસ્તાન, ઈરાનને નવી દિલ્હીથી દૂર કરી દેશે.

ઈરાન પર ગજગ્રાહ વધશે

ઈરાન પર ગજગ્રાહ વધશે

અરબ સાગર અને મધ્ય એશિયા ઓઈલ અને નેચરલ ગેસના પ્રાકૃતિક સ્રોત છે. દિલચસ્પ વાત છે કે સીપીઈસીના કારણે બંને પર ચીનનું નિયંત્રણ છે. ભારત અને ચીનની રાજનીતિ પર નજર રાખનાર નિષ્ણાંત બ્રૂનો મૈસિસજનું કહેવું છે કે ભારતે આનાથી નિપટવા માટે એક રણનીતિ તૈયાર કરી છે, પરંતુ આ રણનીતિ માત્ર વિધ્વંસક સોચ પર જ નિર્ભર કરે છે. મે 2016માં પીએમ મોદી પહેલીવાર ઈરાન યાત્રા પર તેહરાન પહોંચ્યા હતા. પીએમ મોદી માટે આ એક મહત્વનો પ્રવાસ હતો. તે સમયે પીએમ મોદીએ ચાબહાર પોર્ટ માટે 500 મિલિયન ડોલરના રોકાણનું એલાન કર્યું હતું. ચાબહાર પોર્ટ સિસ્તાન અને બલૂચિસ્તાનની વચ્ચે આવે છે. ઈરાન, ચીનના ફ્લેગશિપ પ્રોજેક્ટ ગ્વાદરનો સૌથી મોટો પ્રતિદ્વંદી છે. આ પોર્ટ ભારતને પાકિસ્તાનથી થઈ અફઘાનિસ્તાન અને સેન્ટ્રલ એશિયા સુધી પહોંચવાનો રસ્તો આપે છે.

વર્ષ 2016માં ભારતે મોટું રોકાણ કર્યું

વર્ષ 2016માં ભારતે મોટું રોકાણ કર્યું

પીએમ મોદીના એ પ્રવાસ પર ભારત, ઈરાન અને અફઘાનિસ્તાનની વચ્ચે એક ત્રિપક્ષીય સમજૂતી થઈ હતી. આ સમજૂતી અંતર્ગત ચાબહાર સુધી પહોંચનાર ભારતીય ઉત્પાદનો પર નક્કી ડ્યૂટી પણ લગાવવામાં ફિક્સ કરી હતી. ઓક્ટોબર 2017માં ભારતથી ઘઉં ભરેલ કાર્ગો પહેલીવાર ચાબહારથી થઈ અફઘાનિસ્તાન પહોંચ્યો. જૂન 2017માં ભારત અને ચીન વચ્ચે ડોકલામ વિવાદ થયો હતો. 73 દિવસ સુધી ચાલેલ આ વિવાદ ઓગસ્ટમાં ખતમ થઈ શક્યો હતો. બંને દેશો વચ્ચે થયેલ આ વિવાદે જંગના હાલાત પેદા કરી દીધા હતા. આજે પણ બંને દેશોની સેના આ જગ્યા પર તહેનાત છે પરંતુ બંનેની વચ્ચે એક સકારાત્મક દૂરી છે.

CPECને કારણે સંઘર્ષ વધશે

CPECને કારણે સંઘર્ષ વધશે

ભારત હંમેશાથી બીઆરઆઈને માનવાનો ઈનકાર કરી દે છે. ડોકલામ વિવાદથી એક મહિના પહેલા બીઆરઆઈ સમિટ થઈ હતી. ભારતે આ સમિટના એક દિવસ પહેલા જ એલાન કરી દીધું હતું કે તે આ સમિટનો ભાગ નહિ બને. બીઆરઆઈ હંમેશાથી ભારત માટે મોટો પડકાર બન્યો છે. જો PoKમાં ચીન પોતાના પ્રોજેક્ટનું વિસ્તરણ કરવામાં સફળ થાય છે તો પછી સંઘર્ષ ક્યારેય ખતમ નહિ થઈ શકે. સાથે જ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ પણ વધી શકે છે. ચીન એ વાતમાં વિશ્વાસ કરી રહ્યું છે કે રશિયા પણ આ પ્રોજેક્ટમાં સામેલ થઈ શકે છે.

વધતાં બિલને લઈ પાકિસ્તાન પરેશાન

વધતાં બિલને લઈ પાકિસ્તાન પરેશાન

જો કે પાકિસ્તાનમાં પણ આ પ્રોજેક્ટને લઈ ભારે વિરોધાભાસ છે. ઑથૉરિટીઝને હજુ સુધી ચીનથી પાવર પ્રોજેક્ટ્સ માટે પૈસા નથી મળ્યા. હજુ સુધી કેટલાંય બિલ અટક્યાં છે અને પેમેન્ટમાં થઈ રહેલ મોડું અસંતુલનને પ્રોત્સાહન આપી રહી છે. વર્ષ 2021 સુધી ભારે મશીનરીના આયાત પર પાકિસ્તાનને 27 બિલિયન ડૉલર સુધીનો ખર્ચો કરવો પડી શકે છે.

હવે થશે 'Terror 60'નો ખાત્મો, ડરેલ પાકિસ્તાન લૉન્ચ પેડથી આતંકીઓને હટાવવા લાગ્યુંહવે થશે 'Terror 60'નો ખાત્મો, ડરેલ પાકિસ્તાન લૉન્ચ પેડથી આતંકીઓને હટાવવા લાગ્યું

English summary
How CPEC is a major threat for Kashmir and national security and why India feels so.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X