For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મને વિશ્વાસ છે કે ચીન તાલિબાન સાથે સમજૂતી કરવાની કોશિશ કરી રહ્યુ છેઃ જો બાઈડેન

રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યુ કે ચીનને તાલિબાનથી વાસ્તવમાં સમસ્યા છે, આ જ કારણ છે કે ચીન તાલિબાન સાથે સમન્વય બેસાડી રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનને જ્યારે પૂછવામાં આવ્યુ કે શું તમને એ વાતની ચિંતા છે કે ચીન તાલિબાનને હવે ફંડીંગ કરશે તો તેના પર રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યુ કે ચીનને તાલિબાનથી વાસ્તવમાં સમસ્યા છે, આ જ કારણ છે કે ચીન તાલિબાન સાથે સમન્વય બેસાડી રહ્યુ છે, મને વિશ્વાસ છે કે ચીન તાલિબાન સાથે સમજૂતી કરવાની કોશિશ કરી રહ્યુ છે. આવુ જ, પાકિસ્તાન, રશિયા અને ઈરાન કરી રહ્યા છે. આ બધા કોશિશ કરી રહ્યા છે એ શોધવાની કે હવે શું કરી શકાય.

joe biden

રાષ્ટ્રપતિએ કહ્યુ કે જેવુ પાકિસ્તાન કરે છે તેવુ જ રશિયા અને ઈરાન પણ કરે છે. આ બધા એ શોધવાની કોશિશ કરી રહ્યા છે કે હવે આગળ શું કરવુ. અફઘાનિસ્તાનથી સેના પાછી બોલાવ્યા બાદ અમેરિકા તાલિબાનને આર્થિક રીતે પછાડવા માટે કોઈ કસર નથી છોડી રહ્યુ. અમેરિકાએ ન્યૂયોર્ક ફેડરલ રિઝર્વમાં અફઘાનિસ્તાનની આરક્ષિત રકમને તાલિબાનને આપવાનો ઈનકાર કરી દીધો છે. અમેરિકાએ તાલિબાનને સ્પષ્ટ કરી દીધુ છે કે મહિલાઓના અધિકાર અને આંતરરાષ્ટ્રીય કાયદાનુ પાલન કરવાની દિશામાં તાલિબાને પગલાં લેવા પડશે. આમ કરવા પર જ અમેરિકા અફઘાનિસ્તાનના રિઝર્વની ચાવી તાલિબાનને સોંપશે. વળી, એક્સપર્ટનુ માનવુ છે કે જો ચીન અને રશિયા તાલિબાનને આર્થિક મદદ કરે તો અમેરિકાનુ દબાણ તાલિબાન પર કામ નહિ કરે.

નોંધનીય વાત એ છે કે અફઘાનિસ્તાને નવી સરકારની રચના કરી લીધી છે અને મુલ્લા હસન અખુંદને પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા છે. સાથે જ ઘણા એવા નેતાઓને સરકારમાં શામેલ કરવામાં આવ્યાછે જેને દુનિયાના ઘણા દેશો આતંકી માને છે. માટે મોટો સવાલ એ છે કે શું દુનિયાભરના દેશ અફઘાનિસ્તાનની આ નવી સરકારને માન્યતા આપશે. અમેરિકા સાથે વાતચીતમાં શામેલ મુલ્લા ગની બરાદરને દેશના ઉપ મુખ્યમંત્રી બનાવવામાં આવશે. બરાદરે જ અમેરિકા સાથે થયેલ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા ત્યારબાદ અમેરિકાએ 31 ઓગસ્ટ સુધી અફઘાનિસ્તાન છોડવાનુ એલાન કર્યુ હતુ.

ચીન તાલિબાન સાથે સમજૂતી કરવાની કોશિશ કરી રહ્યુ છે. આવુ જ, પાકિસ્તાન, રશિયા અને ઈરાન કરી રહ્યા છે. આ બધા કોશિશ કરી રહ્યા છે એ શોધવાની કે હવે શું કરી શકાય.

English summary
I am sure China is trying some arrangements with Taliban: Joe Biden
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X