ઇસ્લામાબાદ પોલીસે તાહિલ ઉલ કાદરી સામે કેસ નોંધ્યો

આ તમામની સામે પોલીસે હત્યાના પ્રયાસો, સરકારી બાબતોમાં દખલગીરી કરવી, સમાજમાં શાંતિમાં ખલેલ પહોંચાડવાની કલમો લગાડી છે. આ એફઆઈઆર ઈન્સ્પેક્ટર અયૂબ એહમદની હાજરીમાં નોંધવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના વડાપ્રધાન દ્વારા આચરવામાં આવેલા ભ્રષ્ટાચારના મુદ્દે પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે આપેલા ધરપકડના આદેશ બાદ કાદરીના નેતૃત્વ હેઠળ ઈસ્લામાબાદમાં વિરાટ રેલી યોજવામાં આવી હતી. આ રેલી આજે બુધવારે ત્રીજા દિવસે પણ ચાલુ રહી છે. સંસદભવન નજીક યોજવામાં આવેલી આ રેલીમાં લાખો લોકો એકત્ર થયા છે.
મંગળવારે પોતાના આગઝરતા ભાષણમાં કાદરીએ દેશની દુર્દશા માટે સત્તા પર આવેલી એક પછી એક સરકારને દોષી ગણાવી છે. વર્ષ 2008માં પાકિસ્તાન પીપલ્સ પાર્ટી ચૂંટણી જીતીને સત્તા પર આવી તે પછી ઈસ્લામાબાદમાં તેની વિરુદ્ધ કરાયેલો આ સૌથી મોટું વિરોધ પ્રદર્શન છે.












Click it and Unblock the Notifications
