For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નેપાળે કહ્યું, યેતી નહીં પરંતુ જંગલી રીંછના પગના નિશાન

નેપાળે ભારતીય સેનાને કહ્યું છે કે હિમાલય રેન્જમાં આવેલા મકાલૂ બેઝ કેમ્પ પર જે વિશાળ પગના નિશાન જોવા મળ્યા હતા, તે કોઈ યેતીના નહીં પરંતુ જંગલી રીંછના પગના નિશાન હતા.

|
Google Oneindia Gujarati News

નેપાળે ભારતીય સેનાને કહ્યું છે કે હિમાલય રેન્જમાં આવેલા મકાલૂ બેઝ કેમ્પ પર જે વિશાળ પગના નિશાન જોવા મળ્યા હતા, તે કોઈ યેતીના નહીં પરંતુ જંગલી રીંછના પગના નિશાન હતા. આપને જણાવી દઈએ કે સેના ઘ્વારા સોમવારે મોડી રાત્રે કેટલાક ફોટોગ્રાફ્સ ટવિટ કરીને મકાલુમાં કોઈ રહસ્યમયી પ્રાણીના પગના નિશાન જોવાનો દાવો કરવામાં આવ્યો હતો. સેના ઘ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે આ નિશાન યેતી એટલે કે હિમ માનવના છે. સેનાએ નેપાળ-તિબ્બત બોર્ડર નજીક મકાલૂ-બરુન સંરક્ષિત વિસ્તારમાં આ નિશાન જોવાની વાત કહી હતી.

Yeti footprints

સ્થાનીય લોકોએ સેનાના દાવાને ખોટો ગણાવ્યો

સેનાએ કહ્યું હતું કે 9 એપ્રિલે આ ઘટના થઇ અને પર્વતારોહીઓની એક ટીમનું ધ્યાન તેના તરફ ગયું. સેના ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે પગના નિશાન 32*15 ના છે. જયારે સેના સાથે પોર્ટર તરીકે કામ કરતા સ્થાનીય લોકો અનુસાર આવું કઈ જ ના હતું. તેની સાથે સાથે નેપાળ આર્મીના લાઈઝન્સ ઓફિસર ઘ્વારા ભારતીય સેનાના આ તર્કને નકારી દેવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે આ પ્રકારના નિશાનો હંમેશા આ વિસ્તારમાં જોવા મળે છે. આ નિશાન જંગલી રીંછના પગના નિશાન છે, કોઈ યેતીના નહીં.

નેપાળ આર્મી પ્રવક્તા બ્રિગેડિયર જનરલ બિજ્ઞાન દેવ પાંડે ઘ્વારા ભારતીય મીડિયા સાથે વાતચીત કરતા જણાવવામાં આવ્યું કે ઇન્ડિયન આર્મીએ પગના નિશાન જોયા હતા અને અમારી લાઈઝન્સ ટીમ પણ તેમની સાથે હતી. અમે સત્ય શોધવાનો પ્રયત્ન કર્યો પરંતુ સ્થાનીય લોકો અને પોટર્સ ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ જંગલી રીંછના પગના નિશાન છે, જે હંમેશા આ વિસ્તારમાં જોવા મળે છે.

English summary
Its not Yeti but a bear's footprints, Nepal has told to Indian Army
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X