For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જર્મનીમાં 100 વર્ષો પછી મોટો વિનાશ, હજારો લોકો ગુમ, સેંકડોના ગયા જીવ, વિકાસ કે બરબાદી?

જર્મની અને બેલ્જિયમના પૂર પ્રભાવિત વિસ્તારોમાં શુક્રવારે હજારથી વધુ લોકો ગુમ થઈ ચૂક્યા છે પરંતુ સ્થિતિ વધુ નાજુક થતી જઈ રહી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કુદરતના પ્રકોપે યુરોપીય દેશોની સ્થિતિ ઘણી ખરાબ કરી દીધી છે. જર્મની અને બેલ્જિયમના પૂર પ્રભાવિત વિસ્તારોમાં શુક્રવારે હજારથી વધુ લોકો ગુમ થઈ ચૂક્યા છે પરંતુ સ્થિતિ વધુ નાજુક થતી જઈ રહી છે. પાણીનુ સ્તર સતત વધી રહ્યુ છે. ભીષણ પૂરમાં મરનારની સંખ્યા સો થી વધુ થઈ ચૂકી છે અને હજારથી વધુ ગુમ લોકો વિશે કોઈ માહિતી નથી. જર્મની અને નેધરલેન્ડના ઘણા વિસ્તારોમાં કમ્યુનિકેશનના બધા સાધનો સંપૂર્ણપણે બરબાદ થઈ ચૂક્યા છે જેના કારણે રાહત અને બચાવ કાર્ય ચલાવવુ ઘણુ મુશ્કેલ સાબિત થઈ રહ્યુ છે.

જર્મનીમાં ચારે તરફ બરબાદી

જર્મનીમાં ચારે તરફ બરબાદી

રિપોર્ટ મુજબ ભીષણ પૂરે જર્મનીમાં ભયાનક વિનાશ વેર્યો છે અને માત્ર જર્મનીમાં અત્યાર સુધી 103 લોકોના મોત ભીષણ પૂરમાં થઈ ચૂક્યા છે જે છેલ્લા સો વર્ષોમાં સૌથી મોટી કુદરતી આફત છે. જણાવવામાં આવી રહ્યુ છે કે જર્મનીના કોલોનના સિજિંગમાં રાતે અચાનક એક ગામમાં પાણી ઘૂસી ગકયુ અને પાણીના ઝડપી પ્રવાહના કારણે ઘણા ઘરો સંપૂર્ણપણે વહી ગયા અને ડઝનેક લોકોના મોત થઈ ગયા અને ડઝનેક લોકો ગુમ છે. રિપોર્ટ મુજબ મરનારની સંખ્યામાં ભારે વધારો થઈ શકે છે કારણકે સેંકડો ઘરો વહી જવાના સમાચાર છે. વળી, સ્થાનિક મીડિયાએ કહ્યુ છે કે બેલ્જિયનમાં પૂરના પાણીમાં વહી જવાથી 14 લોકોના મોત થઈ ગયા છે.

સંચારના સાધનો સંપૂર્ણપણે બંધ

સંચારના સાધનો સંપૂર્ણપણે બંધ

રિપોર્ટ મુજબ જર્મનીમાં લગભગ સવા લાખથી વધુ લોકો સાથે શુક્રવારે સંપૂર્ણપણે સંપર્ક તૂટી ગયો અને સંચારના સાધનો ધ્વસ્ત થઈ ચૂક્યા હતા. ટેલીફોન લાઈનો તૂટી ચૂકી હતી અને વીજળી પણ ઠપ્પ થઈ ચૂકી હતી. જણાવાઈ રહ્યુ છે કે સંપર્ક તૂટ્યા પછી પ્રશાસન ડરી ગયુ હતુ કારણકે પૂરનુ પાણી સતત વધી રહ્યુ હતુ. ત્યારબાદ રેસ્ક્યુ ઑપરેશન ચલાવવામાં આવ્યુ અને લોકોને રાહત સામગ્રી પૂરી પાડવામાં આવી. રાઈનલેંડ-પેલિટિનેટ રાજ્યના કોલોનમાં જિલ્લા પ્રશાસને કહ્યુ કે અચાનક પાણીના તેજ પ્રવાહમાં લગભગ 1300 લોકો ગુમ છે જેમને વિમાનની મદદથી શોધવામાં આવી રહ્યા છે. વળી, પ્રશાસને શંકા વ્યક્ત કરી છે કે ઘણા લોકોના પાણીમાં ડૂબવાના કારણે મોત થયા હોઈ શકે છે.

બચાવ કાર્યમાં લાગી જર્મન સેના

બચાવ કાર્યમાં લાગી જર્મન સેના

જર્મની મીડિયાના જણાવ્યા મુજબ ભીષણ પૂરને જોતા જર્મનીની સેનાને રાહત અને બચાવ કાર્યમાં લગાવી દેવામાં આવી છે અને લગભગ 700થી વધુ જર્મન સૈનિકો સતત લોકોના જીવ બચાવી રહ્યા છે. વળી, પ્રશાસનને સૌથી મોટો ડર બંધોના તૂટવા માટે છે. વાસ્તવમાં જર્મની જેવા દેશોમાં વિકાસ કાર્યો માટે બહુ મોટાપાયે બંધોનુ નિર્માણ કરવામાં આવ્યુ છે જેના કારણે પાણીને નીકળવા માટે રસ્તો જ બચ્યો નથી. પરંતુ હવે મુશ્કેલી એ છે કે ડઝનેક બંધોમાં પાણી સંપૂર્ણપણે ભરાઈ ગયા અને બંધો પર ખૂબ જ દબાણ થઈ રહ્યુ છે, એવામાં બંધો તૂટવાની શંકા સેવાઈ રહી છે. જો બંધ તૂટી જશે તો જર્મનીમાં પ્રલય આવવો નક્કી છે. વળી, ગામોને જોડતા બધા રસ્તાઓ પર પાણી ભરેલા છે અને મોટાભાગના ગામોનો શહેરો સાથે સંપર્ક તૂટી જવાનુ જોખમ તોળાઈ રહ્યુ છે.

100 વર્ષોમાં સૌથી મોટો વિનાશ

100 વર્ષોમાં સૌથી મોટો વિનાશ

વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ જર્મનીના લોકો સો વર્ષો બાદ આવો વિનાશ જોઈ રહ્યા છે. ગઈ વખતે આવો વિનાશ પ્રથમ વિશ્વ યુદ્ધ અને બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન આવ્યો હતો. પરંતુ આ વખતનો વિનાશ કુદરતી છે. વળી, વૈજ્ઞાનિકોનુ માનવુ છે કે કુદરતનો વિનાશ હવે માનવોને ભારે પડી રહ્યો છે. હવામાન વૈજ્ઞાનિકોએ યુરોપીય દેશોમાં આવેલ પૂર પાછળનુ કારણ જળવાયુ સંકટને ગણાવ્યુ છે. વૈજ્ઞાનિકોએ કહ્યુ કે વાતાવરણમાં જળવાયુ પરિવર્તનના કારણે વાતાવરણની જેટ સ્ટ્રીમમાં ફેરફાર આવ્યો છે અને તેના કારણે પૂર આવ્યુ છે. જે પાણી સમુદ્રમાં રહેતુ હતુ તે જેટ સ્ટ્રીમના કારણે ધરતી પણ આવી ગયુ છે. વળી, વૈજ્ઞાનિકોએ કહ્યુ છે કે જો જલ્દી જળવાયુ સંકટનુ સમાધાન કરવામાં ન આવ્યુ તો આવનારા વર્ષોમાં સ્થિતિ ભયાનક વિકરાળ બની જશે.

English summary
The worst disaster in Germany in the last hundred years. Flood spread in European countries.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X