For Quick Alerts
For Daily Alerts

અમેરિકન કોર્ટે ગોધરા કાંડમાં નરેન્દ્ર મોદીને પાઠવ્યું સમન
ન્યૂયોર્ક, 26 સપ્ટેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે પોતાના પાંચ દિવસના અમેરિકન પ્રવાસ માટે રવાના થઇ ગયા છે, મોદી આજે સાંજે ન્યૂયોર્ક પહોંચી જશે. પરંતુ તેની પહેલા જ એક અમેરિકન કોર્ટે વડાપ્રધાનની વિરુદ્ધ સમન જારી કરી દીધું છે. મોદીની વિરુદ્ધ આ સમન ગુજરાત રમખાણો બદલ જારી કરવામાં આવ્યું છે, કહેવામાં આવે છે કે ભારત સરકાર આનો કડક શબ્દોમાં વિરોધ કરવાની તૈયારીમાં છે.
જાણકારી અનુસાર, ન્યૂયોર્ક સાઉદર્ન ડિસ્ટ્રિક્ટની સંઘીય કોર્ટે 2002ના ગુજરાત રમખાણોમાં નરેન્દ્ર મોદીની કથિત સંડોવણીને લઇને સમન જારી કર્યું છે. આ સમન અમેરિકન જસ્ટિસ સેંટર નામના એક માનવાધિકાર સંગઠનની અરજી પર જારી કરવામાં આવ્યું છે.
પોતાની અરજીમાં માનવાધિકાર સંગઠને નરેન્દ્ર મોદીને નરસંહારના દોષી બતાવ્યા છે. મોદી પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમની દેખરેખમાં લોકોને મારવામાં આવ્યા, મહિલાઓ પર બળાત્કાર થયા અને તેમના બાળકોને ઘરવિહોણા કરી દેવામાં આવ્યા.
સંગઠનનું કહેવું છે કે ગુજરાત રમખાણોમાં પીડિતોના અધિકારોનું હનન થયું છે, એવામાં નરેન્દ્ર મોદી પર કાર્યવાહી થવી જોઇએ. સંગઠને રમખાણ પીડિતોને વળતર આપવાની પણ માંગ કરી છે.
Comments
modi in us narendra modi court summon america new york gujarat riots gujarat godhara નરેન્દ્ર મોદી કોર્ટ સમન અમેરિકા ન્યૂયોર્ક ગુજરાત ગોધરા કાંડ
English summary
A US court has summoned Prime Minister Narendra Modi for his alleged role in the 2002 Gujarat riots when he was chief minister of the state.
Story first published: Friday, September 26, 2014, 12:00 [IST]