For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગરમીમાં લૂ થી બચવાના આ છે દેશી ઈલાજ, ઘરમાં બનાવી શકાય તેવા ડ્રિંક્સ

આજકાલ ગરમી સતત વધી રહી છે. ત્યારે આ ગરમી વચ્ચે તબિયત સાચવવી જરૂરી છે. સતત વધતા તાપમાનને કારણે લૂ લાગવાની શક્યતા રહે છે.

|
Google Oneindia Gujarati News

આજકાલ ગરમી સતત વધી રહી છે. ત્યારે આ ગરમી વચ્ચે તબિયત સાચવવી જરૂરી છે. સતત વધતા તાપમાનને કારણે લૂ લાગવાની શક્યતા રહે છે. લૂ લાગવાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા પર અસર પડે છે જેને કારણે ડિહાઈડ્રેશન થાય છે. જેને કારણે શરીરમાં રહેલા પૌષ્ટિક તત્વ નષ્ટ થવાથી શરીરમાં એનર્જી ઓછી થવા લાગે છે.

ગરમીમાં કેટલાક પરંપરાગત જ્યૂસ કે પીણા પીવાથી તમે પોતાની જાત અને શરીરને ઠંડું રાખી શકો છો, સાથે જ લૂથી પણ બચી શકો છો. ચાલો જાણીએ આકરી ગરમીથી બચવામાં કયા પારંપરિક પીણા તમને બચાવી શકે છે.

લસ્સી કે છાશ

લસ્સી કે છાશ

ગરમીના દિવસોમાં નમકીન કે મીઠી લસ્સી અથવા છાશનું સેવન વધુ કરવું જોઈએ. તેનાથી શરીરમાં ઠંડક રહે છે અને ગરમીની અસર ઓછી થાય છે. સાથે જ છાશ પાચનક્રિયા માટે પણ ફાયદાકારક છે.

ડુંગળીનો રસ

ડુંગળીનો રસ

ગરમીમાં લૂથી બચવા માટે લોકો કાંદા ખૂબ જ ખાય છે. લૂથી બચવા માટે તે સૌથી સસ્તો અને સરળ ઉપાય છે.

આયુર્વેદમાં પણ કહેવાયું છે કે લૂ લાગવાથી બચવા માટે ડુંગળીનો રસ મદદગાર છે. તેને કાન, છાતી અને પગ પર સારી રીતે લગાવવો જોઈએ. તમે ઈચ્છો તો રોજ એક ચમચી ડુંગળીનો રસ થોડા દહીં સાથે પી શકો છો.

મગદાળનું પાણી

મગદાળનું પાણી

ગરમીમાં પરસેવો ખૂબ થાય છે જેને કારણે રોગપ્રતિકારક શક્તિ ઘટે છે. આવામાં મગની દાળનું પાણી પીવાથી લૂથી બચવામાં મદદ કરે છે. તમે એક કે 2 કપ પાણીમાં મગની દાળ ઉકાળીને રોજ પી શકો છો. મગની દાળનુ પાણી સહેલાઈથી પચી જાય છે અને તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

આમલીનું પાણી

આમલીનું પાણી

લૂથી બચવા માટે આમલી પણ કારગર ઉપાય છે. આમલીનો રસ કાઢીને તેને એક કે બે ગ્લાસ પાણીમાં ઉકાળી લો. તેમાંથી ખાંડ કે મધ નાખીને થોડું લીંબુ નીચોવો. બાદમાં આ પાણી પી લો. આમલી ડિહાઈડ્રેશનને કારણે શરીરમાં જરૂરી પોષક તત્વોની કમી પૂરી કરે છે.

કેરીનો રસ

કેરીનો રસ

કેરીનો રસ પણ ગરમીમાં શરીરને થતું નુક્સાન અટકાવે છે. સાથે જ શરીરમાં સોડિયમ અને આયર્નની કમી પણ પૂરી કરે છે. કેરીનો રસ શરીરને એનર્જી આપવાની સાથે થાક દૂર કરે છે.

English summary
five healthy homemade fruit juices and drinks in summer to beat heat stroke
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X