જો આ 5 વાતો પૂરી થઇ જાય તો ભારતમાં પણ દોડશે બૂલેટ ટ્રેન!

નવી દિલ્હી, 27 જૂન: નરેન્દ્ર મોદી સરકારના 30 દિવસ પૂરા થયા તેનું મૂલ્યાંકન જો સકારાત્મક પાસાં થકી કરવામાં આવે તો આ એક દેશવાસી તરીકે આપણી સારી એવી પહેલ બની રહેશે. જો પાછલી સરકારને આટલો લાંબો સમય આપીને અમે નવી સરકારનું મૂલ્યાંકન મહીનાભરમાં જ કરવામાં આવે તો તે અન્યાય જ ગણાય. આવો ચર્ચા કરીએ મોદીના 'બૂલેટ સપના'ની. યૂરોપમાં ફ્રાંસે સૌથી પહેલા 1981માં પેરિસથી લિયોનની વચ્ચે હાઇસ્પીડ રેલ લાઇન નાખી.

ફ્રાંસના ટીજીવી નેટવર્કે સતત વિસ્તાર કરતા 1840 કિમીની હાઇ સ્પીડ રેલ લાઇન નાખી દીધી છે. આ નેટવર્ક પર શરૂમાં ટ્રેને 270 પ્રતિ કલાકની ગતિથી દોડતી હતી, પરંતુ આજે તો ઘણા ભાગોમાં 300-320 પ્રતિ કલાકની ગતિ મેળવી ચૂકાઇ છે. જાપાને તો 1964માં જ ટોક્યોથી ઓસાકાની વચ્ચે ઝડપી ગતિની ટ્રેન દોડાવી દીધી હતી.

આજ શિનકાસનસેન નેટવર્ક 7 કોરિડોરમાં 2000 કિમીના ટ્રેક પર બુલેટ ટ્રેન દોડાવી રહી છે, જે દુનિયામાં સૌથી લાંબો છે. વિકાસની પટરી પર ઝડપથી દોડવાના ઇચ્છુક ચીને ઑગસ્ટ 2008માં ઓલિમ્પિક રમતો દરમિયાન બેઇજીંગ રેલવે સ્ટેશન અને રમતના સ્થાને તિઆનજિનની વચ્ચે બૂલેટ ટ્રેન દોડાવી હતી અને 70 મિનિટની સફર 30 મિનિટ રહી ગઇ હતી.

ભારતમાં નરેન્દ્ર મોદીના ફેસ્ટોમાં આ યોજના પ્રાથમિકતા પર છે અને ભાજપના એજન્ડામાં પણ દેશની પ્રગતિની સાથે હાઇસ્પીડ રેલવેનું આ બિન્દુ જોડવામાં આવ્યું છે.

સ્લાઇડરમાં જુઓ જો આ 5 વાતો પર ધ્યાન આપવામાં આવે તો ભારતમાં પણ દોડતી થઇ જશે બૂલેટ ટ્રેન....

બદલવી પડશે આખી ટ્રેની વ્યવસ્થા

બદલવી પડશે આખી ટ્રેની વ્યવસ્થા

દેશમાં કુલ 64 હજાર કિલોમીટર રેલવે ટ્રેક છે. 7000 રેલવે સ્ટેશન છે જેમાંથી લગભગ 19 હજાર કિલોમીટર ટ્રેકને વર્ષ 2012ના રેલ બજેટમાં બદલવાની વાત તત્કાલીન રેલવે મંત્રી દિનેશ ત્રિવેદીએ કરી હતી, પરંતુ યોજના કાગળ પર જ શરૂ થઇ અને ખતમ થઇ ગઇ.

રેલવે દુર્ઘટના

રેલવે દુર્ઘટના

રેલવે દુર્ઘટનામાં થતા મૃત્યુ પણ હાઇ સ્પીડ રેલવે માટે મોટો સવાલ છે કે આખરે આ દુર્ઘટના ક્યારે અને કેવી રીતે રોકાશે. દરેક વર્ષે થતી ટ્રેન દુર્ઘટનાઓમાં રેલવેએ કરોડોનું નુકસાન ભોગવવું પડે છે.

ખર્ચ ખૂબ જ આવશે

ખર્ચ ખૂબ જ આવશે

1980માં પણ આ પ્રકારની ઝડપી ટ્રેન પર વાત થઇ હતી, પરંતુ મામલો ખર્ચ પર આવીને અટકી જાય છે. આ વખતે યોજના છે કે 26.6 કરોડ યાત્રી 2021 સુધી હાઇસ્પીડ ટ્રેનમાં મુસાફરી કરતા થઇ જશે, જ્યારે 2041 સુધી આ સંખ્યા વધીને 104 કરોડ થઇ જશે. એક રેલવે અધિકારીનું અનુમાન છે કે 70 કરોડ પ્રતિ કિલોમીટર ખર્ચ આવશે.

યોગ્ય રિસર્ચની જરૂરીયાત

યોગ્ય રિસર્ચની જરૂરીયાત

આઇઆઇટી વારાણસીના માલવીય સેંટર ફોર લૉ કાસ્ટ લિનિયર મેટ્રો સિસ્ટમમાં આ દિશામાં શોધ ચાલી રહી છે. આ પ્રકારે જ રેલવે રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇજેશન (આરડીએસઓ) અને આઇઆઇટી, ખડગપુરની વચ્ચે સમજૂતી થઇ છે. આ પ્રકારે જ સારું રિસર્ચ પણ ખૂબ જ જરૂરી છે પ્રોજેક્ટને નવી દિશામાં લઇ જવા માટે.

ટિકિટ વગર મુસાફરી ના કરે લોકો

ટિકિટ વગર મુસાફરી ના કરે લોકો

ટિકિટ વગર મુસાફરી કરવાની લોકોની આદતને સજામાં પરિવર્તન કરવું પડશે. રેલવેને થનારા નુકસાનમાં લગભગ 30 ટકા નુકસાન આ રીતે જ પેદા થયું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X