For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Health Tips : શિળાયામાં રોજ કરો ખજૂરનું સેવન, મળશે અનેક લાભ

Health Tips: ખજૂરને આરોગ્યવર્ધક ખોરાક માનવામાં આવે છે. વળી શિયાળામાં ખજૂરનું સેવન અતિ લાભદાયી છે. ખજૂરમાં પોષક તત્વોનો ભંડાર છે, જેમાં ફાઇબર, પોટેશિયન અને કોપર હોય છે. જે આપણા શરીને અનેક રીતે લાભ આપે છે.

|
Google Oneindia Gujarati News

Health Tips: ખજૂરને આરોગ્યવર્ધક ખોરાક માનવામાં આવે છે. વળી શિયાળામાં ખજૂરનું સેવન અતિ લાભદાયી છે. ખજૂરમાં પોષક તત્વોનો ભંડાર છે, જેમાં ફાઇબર, પોટેશિયન અને કોપર હોય છે. જે આપણા શરીને અનેક રીતે લાભ આપે છે. આ સાથે રોજ ખજૂર ખાવાથી શરીરમાં કમજોરી આવતી નથી. તો આવો આજે આપણે ખજૂરના સેવન કરવાથી થતા લાભ વિશે જાણીશું.

ખજૂરમાં ફાઇબર અને એન્ટીઓકિસડન્ટ્સ તેમજ ઘણા વિટામિન્સ અને ખનિજો ભરપૂર માત્રા હોય છે, જોકે, તે કેલરીમાં પણ વધુ હોય છે. નિયમિત રીતે ખજૂરનું સેવન કરવાની આદત તમારા માટે શારીરિક નબળાઈ દૂર કરવા અને પાચન અને ઈન્ફેક્શનની સમસ્યાઓને ઘટાડવામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. ખજૂરનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ ઓછો હોય છે, તેથી ડાયાબિટીસમાં ડૉક્ટરની સલાહ લઇને તેનું સેવન કરી શકાય છે.

ખજૂરમાં એન્ટીઓક્સિડેન્ટનું પ્રમાણ

ખજૂરમાં એન્ટીઓક્સિડેન્ટનું પ્રમાણ

આરોગ્ય નિષ્ણાતો તમામ લોકોને આહારમાં એન્ટીઓક્સિડેન્ટની માત્રા વધારવાની ભલામણ કરે છે, તેથી ખજૂરનું સેવન તમારા માટે એકસારો વિકલ્પ બની શકે છે.

એન્ટિઓક્સિડેન્ટ્સ તમારા કોષોને ફ્રી રેડિકલથી સુરક્ષિત કરે છે, જેનાથી કેન્સર જેવી ગંભીર બીમારીઓનુંજોખમ ઓછું થાય છે. અંજીર અને સૂકા પ્લમ જેવા અન્ય સૂકા મેવા કરતાં ખજૂરમાં એન્ટીઓકિસડન્ટનું પ્રમાણ વધુ હોય છે.

ખજૂરમાંફ્લેવોનોઈડ્સ જેવા શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે, જે બળતરા ઘટાડવામાં મદદ કરે છે, આમ ડાયાબિટીસના જોખમને ઘટાડવામાંમદદ કરે છે.

ડેટ્સમાં ફાઇબરનું પ્રમાણ વધુ

ડેટ્સમાં ફાઇબરનું પ્રમાણ વધુ

ફાઈબરની પૂરતી માત્રામાં ખજૂરનું સેવન તમારા એકંદર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. સંશોધન મુજબ, 100 ગ્રામ ખજૂરનું સેવન કરવાથી 7ગ્રામ ફાઈબર મળે છે. ફાઈબર કબજિયાત ઘટાડીને તમારા પાચન સ્વાસ્થ્યને ફાયદો કરે છે. તે નિયમિત આંતરડાની હિલચાલને પ્રોત્સાહનઆપે છે, જેનાથી પાચન સંબંધિત ઘણા રોગોનું જોખમ ઓછું થાય છે.

હાડકા માટે ફાયદાકારક છે ખજૂર

હાડકા માટે ફાયદાકારક છે ખજૂર

ખજૂરમાં ફોસ્ફરસ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ સહિત અનેક ખનિજો હોય છે, જે ઓસ્ટીયોપોરોસીસ જેવા હાડકા સંબંધિત રોગોના જોખમ સામેરક્ષણ આપે છે.

અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, ખજૂર ખાવાથી હાડકાની ઘનતા સંબંધિત સમસ્યાઓનું જોખમ ઓછું થાય છે. જે લોકો તેનુંનિયમિત સેવન કરે છે, તેમને સંધિવા જેવા વિકારો થવાનું જોખમ ઓછું હોય છે.

કંટ્રોલ કરે છે બ્લડ શુગર

કંટ્રોલ કરે છે બ્લડ શુગર

ખજૂર કુદરતી રીતે મીઠી હોય છે, પરંતુ તેમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, તેથી અભ્યાસોએ તેને ડ્રાય ફ્રુટ તરીકે દર્શાવ્યું છે, જેડાયાબિટીસનું જોખમ ઘટાડી શકે છે.

ખજૂરમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર અને એન્ટીઓક્સિડેન્ટ હોવાથી તેનું સેવન ડાયાબિટીસની કોમ્લિકેશનને ઘટાડવામાં મદદ કરી શકે છે. ડાયાબિટીસમાં તેનું સેવન કરતા પહેલા તમારે ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી જોઇએ.

English summary
Health Tips: Consume dates daily in Winter, will get many benefits
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X