અજય દેવગણ ની આઠમી 100 કરોડી ફિલ્મ, જાણો કોણ કોણ છે આગળ

Posted By:
Subscribe to Oneindia News

અજય દેવગણ ની ફિલ્મ રેડ ધીરે ધીરે પણ 100 કરોડ સુધી પહોંચી રહી છે. રાની મુખર્જી ની ફિલ્મ હિચકી અને ટાઇગર શ્રોફ ની ફિલ્મ બાગી 2 રિલીઝ થયા પછી પણ રેડ બોક્સઓફિસ પર ચાલી રહી છે. ફિલ્મે 98.51 કરોડનો આંકડો પાર કરી નાખ્યો છે. જયારે આ વીકએન્ડ માં ફિલ્મ 100 કરોડનો આંકડો પણ પાર કરી નાખશે.

ખાસ વાત છે કે રેડ અજય દેવગણ ની આઠમી 100 કરોડી ફિલ્મ હશે. તેની સાથે જ 100 કરોડ ક્લબમાં તેઓ શાહરુખ ખાનને પાછળ પાડી રહ્યા છે. હાલમાં શાહરુખ ખાન અને અજય દેવગણ બંને 7 ફિલ્મો સાથે નંબર ત્રણ પર છે.

એટલું જ નહીં પરંતુ રેડ 100 કરોડ કલેક્શન કરવાની સાથે અજય દેવગણ અને અક્ષય કુમાર સાથે બીજા નંબર પર આવી જશે. તો એક નજર કરો બોલિવૂડ 100 કરોડ ક્લબ પર...

સલમાન ખાન

સલમાન ખાન

100 કરોડ ક્લબમાં 12 બેક ટુ બેક ફિલ્મો આપી સલમાન ખાન ટોપ પર છે. વર્ષ 2010 થી અત્યારસુધી સલમાન ખાન ની બધી જ ફિલ્મો 100 કરોડ આંકડો પાર કરી ચુકી છે.

અક્ષય કુમાર

અક્ષય કુમાર

8 ફિલ્મો સાથે અક્ષય કુમાર શાહરુખ ખાન ને પાછળ છોડીને બીજા નંબરે આવી ગયા છે.

અજય દેવગણ

અજય દેવગણ

ગોલમાલ અગેઇન સાથે અજય દેવગણ આ લિસ્ટમાં શાહરુખ ખાન સાથે ત્રીજા નંબરે આવી ચુક્યા છે. પરંતુ રેડ ફિલ્મ સાથે તેઓ શાહરુખ ખાન કરતા આગળ નીકળી જશે.

શાહરુખ ખાન

શાહરુખ ખાન

7 ફિલ્મો સાથે શાહરુખ ખાન આ ક્લબમાં ત્રીજા નંબરે છે. રઈસ શાહરુખ ખાન ની સાતમી 100 કરોડી ફિલ્મ હતી.

આમિર ખાન

આમિર ખાન

વર્ષ 2016 દરમિયાન રિલીઝ દંગલ સાથે આમિર ખાન પાંચમા નંબરે છે. આમિર ખાન ની પાંચ ફિલ્મે 100 કરોડ આંકડો પાર કર્યો છે.

રિતિક રોશન

રિતિક રોશન

બેંગ બેંગ, ક્રિશ 3, અગ્નિપથ અને કાબિલ સાથે રિતિક રોશન પણ આ લિસ્ટમાં શામિલ છે.

વરુણ ધવન

વરુણ ધવન

નવા એક્ટરમાં વરુણ ધવન પણ ચાલી રહ્યા છે. વરુણ ધવન ની ફિલ્મ બદ્રીનાથ કી દુલ્હનિયા, એબીસીડી 2, દિલવાલે અને જુડવા 2 પણ લિસ્ટમાં શામિલ છે.

English summary
Ajay Devgn- Illeana D'Cruz starrer film Raid will be Ajay Devgn's 8th movie in 100 crore club. Know the box office collection here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.