For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઑસ્કર જીતનારી ફિલ્મ ‘પેરાસાઈટ'ના મેકર્સ પર કેસ કરશે ભારતીય પ્રોડ્યુસર, કૉપી કરવાનો આરોપ

ફિલ્મ પેરાસાઈટ પર ભારતના જ એક ફિલ્મ પ્રોડ્યુસરે કૉપીનો આરોપ લગાવ્યો છે.

|
Google Oneindia Gujarati News

દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મ અવૉર્ડઝ એટલે કે ઑસ્કર અવૉર્ડ્ઝ સમારંભનુ ભવ્ય આયોજન રવિવારે રાતે હૉલિવુડના ડૉલ્બી થિયેટરમાં થયુ. આ વખતા ઑસ્કર અવૉર્ડમાં સૌને ચોંકાવીને બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મનો અવૉર્ડ સાઉથ કોરિયાની ફિલ્મ 'પેરાસાઈટ'એ જીત્યો. આ એ જ કેટેગરી છે જેમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ફિલ્મ 'ગલી બૉય' નોમિનેટ થઈ હતી પરંતુ ફિલ્મ પેરાસાઈટ પર ભારતના જ એક ફિલ્મ પ્રોડ્યુસરે કૉપીનો આરોપ લગાવ્યો છે.

‘પેરાસાઈટ' પર કેસ કરશે તમિલ ફિલ્મ પ્રોડ્યુસર

‘પેરાસાઈટ' પર કેસ કરશે તમિલ ફિલ્મ પ્રોડ્યુસર

તમિલ ફિલ્મ પ્રોડ્યુસરે દાવો કર્યો છે કે ઑસ્કર જીતનારી ‘પેરાસાઈટ' તેમની જ એક ફિલ્મની કૉપી છે. પ્રોડ્યુસરે સાઉથ કોરિયાની ફિલ્મના મેકર્સ સામે કેસ કરવાની વાત પણ કહી છે. ઉલ્લેખનીય છે કે ઑસ્કર જીત્યા બાદથી જ ‘પેરાસાઈટ' ભારત નહિ પરંતુ આખી દુનિયામાં ચર્ચાનો વિષય બની છે. અવૉર્ડ જીત્યા પહેલા ઘણા ઓછા લોકો જ આ ફિલ્મ વિશે જાણતા હતા પરંતુ જ્યારથી આ કોરિયન ફિલ્મ સમાચારોમાં આવી છે ત્યારથી ગૂગલ પર તેને સૌથી વધુ વાર સર્ચ કરવામાં આવી ચૂકી છે.

1999માં બનેલી તમિલ ફિલ્મની કૉપી છે ‘પેરાસાઈટ'

1999માં બનેલી તમિલ ફિલ્મની કૉપી છે ‘પેરાસાઈટ'

‘પેરાસાઈટ' હવે એક મુશ્કેલીમાં પડવાની છે કારણકે તમિલના ફિલ્મ પ્રોડ્યુસર પીએમ તેનાપ્પને દાવો કર્યો છે કે આ 1999માં બનેલી તમિલ ફિલ્મ ‘મિનસારા કન્ના'ની કૉપી છે અને હવે તે કેસ કરશે. પીએમ તેનાપ્પને ‘પેરાસાઈટ'ના મેકર્સ પાસે વળતરની પણ માંગ કરી છે. આ કેસ ચોંકવાનારો છે કારણકે ઘણીવાર ભારતીય ફિલ્મો પર વિદેશી ફિલ્મોમાંથી કૉપી કરવાના આરોપ લાગતા રહ્યા છે જેમાં અમુક સાચા પણ હોય છે.

ફિલ્મ પ્રોડ્યુસરની સોશિયલ મીડિયા પર બની મજાક

ફિલ્મ પ્રોડ્યુસરની સોશિયલ મીડિયા પર બની મજાક

તમિલ ફિલ્મ પ્રોડ્યુસર પીએમ તેનાપ્પનના આ દાવાએ સૌને ચોંકાવી દીધા છે. વળી, સોશિયલ મીડિયા પર તેમની જોરદાર મજાક બની રહી છે. પીએમ તેનાપ્પને કહ્યુ કે આગલા અઠવાડિયે સોમવાર કે મંગળવારે તે સાઉથ કોરિયન ફિલ્મના મેકર્સ સામે કેસ ફાઈલ કરશે. તેમણે જણાવ્યુ કે તેના માટે ઈન્ટરનેશનલ લૉયરની સલાહ લઈ લીધી છે. પ્રોડ્યુસરે કહ્યુ કે અને આપણે તેમની ફિલ્મમાંથી કંઈ લઈએ તો તે કેસ કરે છે હવે એમનો વારો છે.

તમિલ ફિલ્મના ડાયરેક્ટરે કહી આ વાત

તમને જણાવી દઈએ કે 92માં ઑસ્કર અવૉર્ડ સમારંભમાં સાઉથ કોરિયન ફિલ્મ પેરાસાઈટે વર્ષની બેસ્ટ ફિલ્મ સાથે જ 4 ઑસ્કર પોતાના નામે કર્યા છે. આમાં બેસ્ટ ઈન્ટરનેશનલ ફિલ્મ, બેસ્ટ ડાયરેક્ટર માટે બૉન્ગ જૂન હો ને ઑસ્કરથી નવાજવામાં આવ્યા છે. વળી, તમિલ ફિલ્મ ‘મિનસારા કન્ના'ના ડાયરેક્ટર કેએસ રવિકુમારે કહ્યુ કે તેમને ખુશી છે કે તેમની કહાનીને ઑસ્કર મળ્યો છે, ભલે તે અમારી ફિલ્મથી ઈન્સ્પાયર્ડ હોય. તેમણે કહ્યુ કે કેસ કરવાનો નિર્ણય પ્રોડ્યુસર પર નિર્ભર કરે છે.

આ પણ વાંચોઃ Movie Review: થિયેટર્સમાં 'અફરાતફરી' મચશે કે નહીં ? વાંચો કેવી છે ફિલ્મ ?આ પણ વાંચોઃ Movie Review: થિયેટર્સમાં 'અફરાતફરી' મચશે કે નહીં ? વાંચો કેવી છે ફિલ્મ ?

English summary
Tamil producers to file case against makers of Oscar-winning film Parasite
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X