For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના ડેપ્યુટી CM પર સસ્પેન્સ યથાવત, નીતિન પટેલે કહ્યુ - મને પદ મળે કે ના મળે, કામ કરતો રહીશ

પાટીદાર નેતા ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના નવા મુખ્યમંત્રી બનાવવા પર વર્તમાન ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે તેમને અભિનંદન પાઠવ્યા હતા. જાણો શું કહ્યુ.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ પાટીદાર નેતા ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના નવા મુખ્યમંત્રી બનાવવા પર વર્તમાન ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે તેમને અભિનંદન પાઠવ્યા હતા. ભૂપેન્દ્ર પટેલ સાથે મિત્રતા પર વાત કરીને નીતિન પટેલે આજે કહ્યુ કે, 'ભૂપેન્દ્ર પટેલ મારા જૂના પારિવારિક મિત્ર છે. મને તેમને સીએમ તરીકે શપથ લેતા જોઈને ખુશી થઈ રહી છે. મે તેમને અભિનંદન આપ્યા છે. જરુરત પડવા પર તેમને મારુ માર્ગદર્શન પણ પૂરુ પાડીશ.'

હું નારાજ નથી

હું નારાજ નથી

ભૂપેન્દ્ર પટેલને સીએમ બનાવવાના નિર્ણય પર ગુજરાતના ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કહ્યુ કે આના પર હું નારાજ નથી. હું 18 વર્ષની ઉંમરથી ભાજપમાં કામ કરી રહ્યો છુ અને આગળ પણ કામ કરતો રહીશ. તેમણે કહ્યુ, 'ને પાર્ટીમાં કોઈ પદ મળે કે ના મળે, હું પાર્ટી માટે કામ કરતો રહીશ.' ગુજરાતના ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યુ કે, 'કેન્દ્રીય મંત્રી અમિત શાહ આજે ગુજરાત આવી રહ્યા છે. અત્યારે એરપોર્ટ પર તેમનુ સ્વાગત કરવા જઈ રહ્યો છુ.' ઉલ્લેખનીય છે કે હાલમાં જ થયેલી ધારાસભ્ય દળની બેઠક બાદ નરેન્દ્ર સિંહ તોમરે ભૂપેન્દ્ર પટેલના નામનુ એલાન કર્યુ હતુ. નરેન્દ્ર તોમર સહિત પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતા ગુજરાત આવી ચૂક્યા છે.

ગુજરાતને નવા ડેપ્યુટી સીએમ પણ મળશે?

ગુજરાતને નવા ડેપ્યુટી સીએમ પણ મળશે?

મુખ્યમંત્રી નવા આવવા સાથે ગુજરાતમાં નવા ઉપ મુખ્યમંત્રીના નામનો ગણગણાટ શરુ થઈ ગયો છે. આ વખતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે જણાવ્યુ કે ભૂપેન્દ્ર પટેલ સોમવારે ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લઈ રહ્યા છે પરંતુ તેમની સાથે બીજુ કોઈ શપથ નહિ લે કારણકે ઉપ મુખ્યમંત્રીના નામ પર હજુ કોઈ નિર્ણય થયો નથી.

મોદીની પ્રશંસામાં શું બોલ્યા ભૂપેન્દ્ર પટેલ?

મોદીની પ્રશંસામાં શું બોલ્યા ભૂપેન્દ્ર પટેલ?

મુખ્યમંત્રી પદના શપથ લેનાર ભૂપેન્દ્ર પટેલે કહ્યુ કે આ જવાબદારી આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ અને જેપી નડ્ડાનો દિલથી આભાર માનુ છુ. તેમણે કહ્યુ કે ગુજરાતમાં વિકાસના જે કામ બાકી છે, અમે તેમને અટક્યા વિના આગળ વધારીશુ. તેમણે કહ્યુ, 'મે સંગઠનને સાથે લઈને આગળ વધીશુ.' ત્યારબાદ ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલને પણ મળ્યા. તમને જણાવી દઈએ કે શપથ ગ્રહણ સમારંભ બપોરે 2.20 વાગે રાજભવનમાં થશે.

English summary
Bhupendra Patel is my old family friend said Gujarat Deputy CM Nitin Patel and congratulated him
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X