For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Election: અમદાવાદમાં કેજરીવાલ અને માનના રોડ શોમાં જનમેદની ઉમટી, હરભજન અને રાઘવ ચઢ્ઢા પણ જોડાયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રોડ શો પહેલા અમદાવાદમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનો રોડ શો શરુ થયો.

|
Google Oneindia Gujarati News

Gujarat Election: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રોડ શો પહેલા અમદાવાદમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનો રોડ શો શરુ થયો. બાપુનગર વિધાનસભામાં સરસપુર આંબેડકર હોલથી રોડ શો શરુ થયો. ઢોલ-નગારા સાથે ભવ્ય રોડ શો યોજાઈ રહ્યો છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. અરવિંદ કેજરીવાલે રોડ શો પહેલા લોકોને કેમ છો કહીને સંબોધ્યા હતા.

aap

આપના સંયોજક અરવિંદ કેજરીવાલે રોડ શો દરમિયાન કહ્યુ કે મને એક વ્યક્તિ મળી, તેણે કહ્યુ કે આમ આદમી પાર્ટીને વોટ આપીશ. ભાજપને વોટ આપવાથી કોઈ ફાયદો નથી. વીજળી ફ્રી મળશે. દરેક મહિલાને મહિને 100 રુપિયા મળશે. ભાજપને વોટ આપવાથી ગુંડાગિરી વધશે. કેજરીવાલે કહ્યુ કે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન વીજળીના બિલો લઈને આવ્યા છે. 0 વિજળીના બિલના પુરાવા લઈને આવ્યા છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને 0 વિજળીના બિલના પુરાવા લોકો વચ્ચે ફેંક્યા હતા.

રોડ શોમાં હરભજન સિંહ અને રાઘવ ચઢ્ઢા પણ જોડાયા. રાઘવ ચઢ્ઢાએ કહ્યુ કે ગુજરાતમાં કેજરીવાલ આવે છે, પરિવર્તન લાવે છે ના નારા છે. ગુજરાતમાં મફત વિજળી, શિક્ષણ, સારી આરોગ્ય વ્યવસ્થા મળશે. મહિલાઓને 1000 રુપિયાની આર્થિક મદદ મળશે. યુવાનોને રોજગાર આપીશુ. રોજગાર નહિ મળે ત્યાં સુધી બેરોજગાર ભથ્થુ મળશે. 27 વર્ષ સુધી શાસન કરનાર ભ્રષ્ટ સરકારને ઉખાડીને ફેંકી દો.

ભગવંત માને રોડ શોમાં કહ્યુ કે અમે તમારા અકાઉન્ટમાં 15 લાખ નાખીશુ એવુ નથી કહેતા. પરંતુ તમારા મહિને 30,000 પહેલા જ મહિનાથી બચાવીશુ. અરવિંદ કેજરીવવાલ ફ્રીની રેવડી આપે છે તો 15 લાખનુ શું હતુ? 27 વર્ષ જૂની મોંઘવારી, બેરોજગારી અને પેપર ફૂટે છે એવી ચક્કીને બદલવા લોકો તૈયાર છે. આમ આદમી પાર્ટી સર્વેમાં નહિ પરંતુ સરકારમાં આવે છે. અમે ભ્રષ્ટાચારનુ લીકેજ બંધ કરીને પૈસા વાપરીશુ. પંજાબમાં 9000 એકર જમીન નેતાઓ અને તેમના માણસોએ પચાવી પાડી હતી જે અમે છોડાવી દીધી છે.

પંજાબમાં મોહલ્લા ક્લિનિક અમે બનાવ્યા છે. અમે ગેરંટી આપી હતી કે જૂની પેન્શન યોજના લાગુ કરીશુ જેનુ જાહેરનામુ પણ કરી દીધુ છે. ધારાસભ્યોનાં પેન્શનો પણ બંધ કર્યા, જેનાથી કરોડો રૂપિયા બચ્યા, જેનો અમે ઉપયોગ કરીએ છીએ. હવે કહો ક્યાંથી રેવડી થઈ? ટેક્સના પૈસે કોલેજ, મોહલ્લા ક્લિનિક વગેરે બનાવીએ છીએ. અમે પંજાબને મેડિકલ હબ બનાવીશુ. હું ગુજરાત પહેલીવાર આવ્યો હતો કે કંઈક જોવા મળશે, ગુજરાત મોડલ જોવા મળશે પરંતુ રોડમાં ખાડા નહિ પરંતુ ખાડામાં રોડ છે. હું અલગ અલગ જિલ્લાઓમાં લોકોને મળ્યો છું. ત્યાંના લોકોને મળ્યો અને પૂછ્યું કોણ ધારાસભ્ય છે, તો કહે ભાજપના છે, પરંતુ જોવા આવ્યા નથી અને વોટ માગવા આવ્યા નથી એટલે તેઓ લોકો જોડે જોડાયેલા જ નથી.

English summary
Gujarat Election: Arvind Kejriwal and Bhagwant Mann mega road show in Ahmedabad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X