For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વ્યાજની રમક ના ચૂકવી શક્તા બિલ્ડરે એક સાથે 50 ઉંઘની ગોળીઓ ગળીને આત્મહત્યાનો કર્યો પ્રયાસ

અમદવાદ બિલ્ડરે વ્યાજખોરોના ત્રાંસથી એક સાથે 50 ઉંઘની ગોળીઓ ખાઇને આત્મ હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ અંગેની પોલીસ ફરિાયદ નોધવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદમાં રત્નકર એવેન્યુ ખાતે રહેતા રાકેશ શાહ નામના 52 વર્ષના બિલ્ડરે વ્યાજખોરોના ત્રાંસથી 50 ઉંઘની ગોળીઓ ખાઇને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. રાકેશભાઇ દ્વારા 8 જેટલા લોકો પાસેથી ધંધાર્થે 1.5 ટકાના વ્યાજે પૈસા લીધા જેમા સતત પઠાણી ઉઘરાણી કરવાથી તેમજ પરીવારના સભ્ય સહિતનાને હેરાન કરતા હોવાથી તેમના દ્વારા અંતિમ પગલુ ભરવામાં આવ્યુ હતુ.

builder

બનાવની જાણવા મળતી માહિતી મુજબ રાકેશ શાહે એપ્રિલ 2020 માં સંગમ પટેલ પાસેથી 1.5 ટકાના વ્યાજે 13,46,99,999 રૂપિયા લીધા હતા. થોડા સમય પાદ સંગમ પટેલે માસિક વ્યાજ 1.5 થી વધારીને 10 ટકા કરી નાખ્યુ હતુ. અને આ વ્યાજની રમકના ચૂકવે તો 1 ટકા લેકે પેનલટી ગણવાની શરુઆત કરી હતી. ત્યાર બાદ અન્ય વ્યક્તિ પાસેથી સંગમ પટેલને 7,02,31,500 ચૂકવી દિધા હતા. જેમા અમુક રકમ RGTS થી તેમજ અમુક રમ રોકડમાં આપી હતી. જુન 2022 થી રાકેશ શાહની આર્થિક પરિસ્થિતિ સારી ના હોવાથી વ્યાજની રમક આપવાનું બંધ કર્યુ હતુ. આમ સંગમ પટેલને કુલ 6,62,68,499 રૂપિયા આપવાના થતા હતા પરંતુ તેના દ્વારા ફોન કરીને ધમકાવીને 24,00,00,000 રૂપિયાની માંગ કરવામાં આવતી હતી. તેમજ પોતાની ઓફિસે આવીને કોરા ચેક પડાવી લઇને તમામ મિલ્કત પોાતને નામે લખાવી લીધી હતી.

આ ઉપરાંત અર્પિત શાહ પાસેથી 18,00,000 1.5 ટકાના વ્યાજે લીધા હતા. અસ્પાલ શાહ અને દિગપાલ શાહ પાસેથી 7,98,95,000 રૂપિયા 1.5 ટકાના વ્યાજે લીધા હતા. અશોક ઠક્કર પાસેથી 1.5 ટકાના વ્યાજે4,05,89,000 લીધા હતા. ચેતન શાહ પાસેથી 8,08,47,998 1.5 ટકાના વ્યાજે લીધા હતા. પંકજભાઇ પારેખ પાસેથી 4,74,17,000 રૂપિયા 1.5 ટકાના વ્યાજે લીધા હતા. લક્ષણ વેકરીયા પાસેથી 75,00,000 રૂપિયા લીધા હતા. જેના પર 1.5 ટકા વ્યાજની ચૂકવણી પણ કરી હતી.

વ્યાજખોરોના ત્રાંસથી ઘર છોડીને એક હોટલમાં જઇને એક સાથે 50 ઉંઘની ગોળી ખાઇને આત્મ હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યાં તેમને સારવાર એસ.વી.પી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતા. જ્યાં સારવાર બાદ બિલ્ડરની સ્થિતિ સુધારા પર છે.

રાજ્ય સરકાર દ્વારા વ્યાજના ચક્કરમાથી મુક્તિ અપવા માટે રાજ્યભરમાં લોકઅદાલતના માધ્યમથી લોકોને વ્યાજના ચક્કરમાથી મુક્તિ અપાવા માટેનું અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતુ. જેમા મોટા સંખ્યામાં લોકોએ વ્યાજખોરો સામે ફરિયાદ કરી હતી. જેમા પોલીસ દ્વારા મધ્યસ્થી કરીને સમાધાન કરવામા પણ આવ્યુ હતુ.

English summary
The builder tried to commit suicide because of the interest of the usurers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X