For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દીકરીઓએ પિતાની અર્થીને કંધો આપ્યો, પંચાયતે સમાજથી બહાર કાઢ્યા

રાજસ્થાનના બરેલીમાં બુંદી રંગેર બસ્તીમાં પંચાયતે એક પરિવારને એટલા માટે સમાજથી બહિષ્કૃત કરી કારણકે તેમની દીકરીઓએ પિતાની અર્થીને કંધો આપીને તેનો અંતિમસંસ્કાર કર્યો હતો.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

રાજસ્થાનના બરેલીમાં બુંદી રંગેર બસ્તીમાં પંચાયતે એક પરિવારને એટલા માટે સમાજથી બહિષ્કૃત કરી કારણકે તેમની દીકરીઓએ પિતાની અર્થીને કંધો આપીને તેનો અંતિમસંસ્કાર કર્યો હતો. ચાર દીકરીઓએ પિતાની અર્થીને કંધો આપ્યો અને તેમનો અંતિમસંસ્કાર પણ તેમને જ કર્યો હતો. રાંગોર સમુદાયમાં દુર્ગાશંકર ટેલરની લાંબી બીમારી પછી શનિવારે નિધન થઇ ગયું. તેમની અંતિમ ઈચ્છા હતી કે તેમની દીકરીઓ તેમનો અંતિમસંસ્કાર કરે.

khap panchayat

પંચાયતે આ બાબતે વિરોધ કર્યો અને તેમને સમાજથી બહાર કાઢી મુકવાની ધમકી પણ આપી. પંચાયતે એવું પણ કહ્યું કે સમાજનો કોઈ પણ વ્યક્તિ અંતિમસંસ્કારમાં નહીં જોડાય. પંચાયતની ધમકી છતાં પણ ચારે દીકરીઓ પોતાના નિર્ણય પર અડગ રહી અને તેમને પિતાની અર્થીને કંધો આપ્યો અને તેમનો અંતિમસંસ્કાર પણ કર્યો. પંચાયતના ફરમાન પછી પરિવાર અને તેમના પરિજનોને અંતિમસંસ્કાર પછી સામુદાયિક પરિસરમાં નાહવા નહીં દીધા અને તેમને ભોજન પણ નહીં આપ્યું.

સૌથી મોટી દીકરી મીણા ઘ્વારા જણાવવામાં આવ્યું કે પંચાયતે અમને અર્થી નહીં ઉઠાવવા અને અંતિમસંસ્કાર નહીં કરવા માટે કહ્યું, પરંતુ જયારે અમે અમારા નિર્ણય પર અડીગ રહ્યા અત્યારે તેમને અમને માં સામે માફી માંગવાનું કહ્યું. મીણા ઘ્વારા આગળ જણાવવામાં આવ્યું કે તેમને માફી નહિ માંગી કારણકે તેમને કઈ પણ ખોટું નથી કર્યું. બીજી દીકરી કલાવતી ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ તેમના પિતાની છેલ્લી ઈચ્છા હતી. અમારા પિતાની છેલ્લી ઈચ્છા હતી કે દીકરીઓ તેમની અર્થીને કંધો આપે કારણકે અમને કોઈ ભાઈ નથી. અમે કોઈ અપરાધ નથી કર્યો.

સમુદાય પ્રમુખ ચંદુલાલ ચંડેલીયા ઘ્વારા પરિવારને બહિષ્કૃત કરવાની ખબરથી ઇન્કાર કર્યો. તેમને જણાવ્યું કે તે સમયે તેઓ શહેરની બહાર હતા અને ચાર દીકરીઓએ પિતાની અર્થીને કંધો આપે તે ખુબ જ સાહસિક પગલું છે. તેમને કહ્યું કે બુંદી બહાર પણ એક સમુદાય છે જેમની તેમની સાથે દુશ્મની છે, તેઓ જ આવી અફવાહો ફેલાવી રહ્યા છે.

English summary
Daughters Shoulders Father’s Bier As His Last Wish, Khap Panchayat Diktat To Outcast.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X