12 રીતો જેનાથી કાળાનાણાને બનાવાય છે સફેદ

Subscribe to Oneindia News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 500 અને 1000 રુપિયાની નોટ બંધ કરવાની ઘોષણાને લગભગ 10 દિવસ થઇ ચૂક્યા છે. આ ઘોષણા કાળા નાણા સામેની લડાઇનું મહત્વનું હથિયાર માનવામાં આવ્યુ. હાલમાં પણ દેશમાં એવા ઘણા લોકો છે જે પોતાનું કાળુ નાણુ સફેદ કરવામાં લાગેલા છે. જ્યારથી પીએમ મોદીએ આ ઘોષણા કરી ત્યારથી સૌથી વધુ તકલીફ મધ્યમ વર્ગને ભોગવવી પડી રહી છે.


કોઇ પણ એવા વ્યક્તિના મૃત્યુનો કિસ્સો હજુ સુધી સામે નથી આવ્યો જેની પાસે કાળુ નાણુ હોય. આવુ એટલા માટે બની રહ્યુ છે કારણકે આ લોકો પોતાનુ કાળુ નાણુ અલગ અલગ રીતે સફેદ કરાવી રહ્યા છે. આવો તમને એ 12 અલગ અલગ રીતો વિશે જણાવીએ જેના દ્વારા આવા લોકો પોતાનુ કાળુ નાણુ સફેદ કરવામાં લાગેલા છે.

મંદિરોમાં દાન

મંદિરોમાં દાન

લોકો પોતાના કાળા નાણાને મંદિરોમાં રહેલી હુંડી કે દાન પાત્રમાં નાખી રહ્યા છે. મંદિર પ્રશાસન આ રકમને અગ્નાત લોકો પાસેથી પ્રાપ્ત દાન તરીકે બતાવી રહ્યુ છે. ત્યારબાદ તેઓ આ રકમને નવી નોટો સાથે બદલીને એમાં પોતાનુ કમિશન રાખી બાકીના પૈસા માલિકોને પાછા આપી રહ્યા છે. સરકાર પહેલેથી આ બાબતે સ્પષ્ટતા કરી ચૂકી છે કે મંદિરોમાંથી આવેલી હુંડી પર કોઇ સવાલ જવાબ કરવામાં નહિ આવે. દેશના ઘણા મંદિરોમાં કાળુ નાણુ સફેદ કરવાના કામ ચાલુ છે એવા અહેવાલ મળી રહ્યા છે.

બેંક ડેટમાં એફડીઆઇ

બેંક ડેટમાં એફડીઆઇ

સહકારી બેંકો અને આ પ્રકારના માધ્યમ પોતાનુ બધુ કામ મેન્યુઅલી કરે છે. એવામાં એ પ્રકારના અહેવાલ પણ આવવા લાગ્યા કે આના દ્વારા કેટલાક લોકો હવે બેંક ડેટમાં એફડીઆઇ કરાવવા લાગ્યા છે. કાળા નાણાના માલિકોએ ઘણા ગામ લોકોની મદદથી તેમના નામ પર બેંક ડેટમાં એફડીઆઇ કરાવી દીધી છે અને હવે નવી નોટો મળવાની રાહ જોઇ રહ્યા છે. આ પ્રકારની ડિપોઝીટ સ્વીકારતી કેટલીક નોન બેંકિંગ નાણાકીય સંસ્થાઓ પણ કાળા નાણાને સફેદ કરવામાં લાગેલી છે. આ પ્રકારની કેટલીક સંસ્થાઓ પર મની લોંડ્રીંગનો આરોપ પણ લાગી ચૂક્યો છે.

ગરીબોની મદદ લેવામાં આવે છે

ગરીબોની મદદ લેવામાં આવે છે

સરકારે એલાન કર્યુ હતુ કે 2.5 લાખ રુપિયા સુધીની જમા રકમ પર કોઇ સવાલ નહિ કરવામાં આવે અને આ એલાન આવા લોકો માટે મોટી મદદરુપ સાબિત થયુ. જે લોકો લાઇનમાં ઉભા રહે છે તેમની મદદ લેવામાં આવવા લાગી છે. ખાસ કરીને એવા લોકો જે ખૂબ ગરીબ છે અને રોજિંદી કમાણીથી ઘર ચલાવે છે. તેમને બધા પૈસા જમા કરવા અપાય છે અને ત્યારબાદ તેમાંથી અમુક પૈસા તેમને આપવામાં આવે છે.

ગરીબોને વગર વ્યાજે લોન આપે છે

ગરીબોને વગર વ્યાજે લોન આપે છે

જેમની બેંકોની લેવડ-દેવડ પર કોઇ સવાલ ના ઉઠી શકે તેવા લોકોને લોન આપીને તેમની મદદ લેવામાં આવી રહી છે. જેમની પાસે કાળુ નાણુ પડ્યુ છે તે લોકો ગરીબોને વગર વ્યાજે લોન આપવા તૈયાર થઇ ગયા છે. ઘણા લોકોને આ પગલુ ભલે અસરકારક લાગે પરંતુ આ પણ કાળા નાણાને સફેદ કરવા માટેની એક રીત જ છે.

જન ધન યોજનાનો સહારો

જન ધન યોજનાનો સહારો

જ્યારથી 500 અને 1000 રુપિયાની નોટ બંધ કરવાનું એલાન થયુ છે ત્યારથી જન-ધન યોજનાના એકાઉંટમાં મોટી માત્રામાં કેશ ફ્લો આવી રહ્યો છે. માનવામાં આવી રહ્યુ છે કે વાસ્તવમાં કાળુનાણુ જ જન-ધન યોજનામાં મોકલવામાં આવી રહ્યુ છે. જેમની પાસે બેંક એકાઉંટ નથી તેવા લોકો એકાઉંટ ધારકોની મદદથી કાળુનાણુ સફેદ કરી રહ્યા છે. સરકાર તરફથી કહેવામાં આવ્યુ છે કે તે જનધન એકાઉંટસ પર નજર રાખશે.

બેંક નોટ માફિયાની મદદ

બેંક નોટ માફિયાની મદદ

500 અને 1000 રુપિયાના નોટ બંધ થયા બાદ માફિયાનું એક ગ્રુપ અચાનક સામે આવ્યુ. આ એવા લોકો છે જે 500 અને 1000 રુપિયાને 15%-80% ના દરથી લે છે અને 100 રુપિયાના નોટ આપે છે. જે લોકો જૂની નોટો ભેગી કરી રહ્યા છે તેમને પણ ઘણો ફાયદો થઇ રહ્યો છે.

એડવાંસમાં સેલરી

એડવાંસમાં સેલરી

ગુજરાતમાં કેટલાક બિઝનેસમેને ઓપન સેલરી એકાઉંટ ખોલાવ્યા છે અને આમાં 30 ડિસેમ્બર પહેલા જૂની નોટો ડિપોઝીટ કરવામાં આવી રહી છે. ત્યારબાદ સરળતાથી નવી નોટો લેવામાં આવે છે જેના પર ઇંકમ ટેક્સ વિભાગની પણ નજર પડી નથી. કેટલાકે પોતાના સ્ટાફને એડવાંસ સેલરી આપવાનુ પણ શરુ કરી દીધુ છે.

ટ્રેનની ટિકિટ પહેલા બુક કરાવવાની પછી કેંસલ

ટ્રેનની ટિકિટ પહેલા બુક કરાવવાની પછી કેંસલ

24 નવેમ્બર સુધી ટ્રેનની ટિકિટ બુક કરવામાં જૂની નોટ સ્વીકારવામાં આવશે. જ્યારથી સરકારે આ ઘોષણા કરી છે ત્યારથી મોંઘી ટ્રેનોની ટિકિટ બુક કરાવવા અને બાદમાં તેને કેંસલ કરવામાં તેજી જોવા મળી. ત્યારબાદ રિફંડમાં તેમને નોટ મળવા લાગી. ફર્સ્ટ એસીની મોંઘી ટિકિટોના બુકિંગમાં ઘણો વધારો જોવા મળ્યો. આના પરિણામ સ્વરુપ રેલવેને ઘોષણા કરવી પડી કે હવેથી રિફંડ કેશમાં આપવામાં આવશે નહિ તે સીધુ એકાઉંટમાં જમા થશે. આ પ્રકારના બુકિંગમાં એજંટની મદદ લેવામાં આવે છે.

પ્રોફેશનલ મની લોંડ્રીંગ ફર્મની મદદ

પ્રોફેશનલ મની લોંડ્રીંગ ફર્મની મદદ

ચાર્ટર્ડ એકાઉંટંટની માંગમાં પણ વધારો જોવા મળ્યો. કોલકત્તા અને દેશના બીજા ભાગોમાં ઘણા ચાર્ટર્ડ એકાઉંટંટ એ પ્રકારની કંપનીઓ ચલાવે છે જે કાળા નાણાને કોઇ પણ પ્રકારના ટેક્સ વગર સફેદ કરવાનું કામ ખૂબ સારી રીતે જાણે છે. આ પ્રકારની કંપનીઓને શોર્ટ ટર્મ ફંડની જરુર હોય છે અને તે એવા લોકોની જ શોધમાં હોય છે જેમની પાસે કાળુ નાણુ હોય અને જેનો ‘વહીવટ' કરવાનો હોય. બેંક ડેટમાં કોઇ પણ લેવદ-દેવડ બતાવવી તેમના માટે મોટી વાત નથી હોતી. હાલમાં આવી કંપનીઓને 30 ડિસેમ્બર સુધી શ્વાસ લેવાનો પણ સમય નથી.

સોનાની ખરીદી

સોનાની ખરીદી

બજારમાં સોનાના ભાવમાં વધારો થવાના સમાચારો પીએમ મોદીના એલાન બાદ તરત જ આવ્યા હતા. કાળા નાણાના માલિકો એલાન બાદ તરત જ બજારમાં ભાગ્યા અને અડધી રાત સુધી સોનાની ખરીદી કરી. સોનાના વેચાણને બેંક ડેટમાં બતાવાયાના પણ અહેવાલ છે. જ્વેલર્સે ખુશ થઇને અડધી રાત સુધી હાઇ પ્રીમિયમ પર સોનુ વેચ્યુ. કેટલીક દુકાનો પર માંગ એટલી વધી ગઇ કે લોકો પહેલા ખરીદી કરવા માટે લડી રહ્યા હતા. હવે સરકારે ટોપ જ્વેલર્સને વિમુદ્રીકરણના એલાન બાદ સોનાની લેવડ-દેવડનું વિવરણ આપવા કહ્યુ છે.

ખેડૂતોનો સહારો

ખેડૂતોનો સહારો

કૃષિથી થતી આવક પર કોઇ આવકવેરો લાગતો નથી. એવામાં ખેડૂતો પણ કાળા નાણા માલિકોની મદદ માટે મોટો સહારો બની રહ્યા છે. બજારમાં વેચાણ બાદ તેને તેના પાક પર સરળતાથી કેશ મળી શકે છે. વિમુદ્રીકરણ પહેલા જે પણ પાક થયો તેને બજારમાં વેચવામાં આવી રહ્યો છે અને આમાં કાળા નાણા માલિકોને મદદ મળી રહી છે. ખેડૂતોને જૂની નોટ આપવામાં આવી રહી છે અને તેને નવી નોટોમાં બદલવાનુ કહેવામાં આવી રહ્યુ છે. આના બદલામાં તેમને બમણા પૈસા આપવામાં આવે છે. એક વેબસાઇટ મુજબ આ વર્ષે કૃષિ આવક દેશમાં છેલ્લા ઘણા વર્ષોની તુલનામાં ઘણી વધુ થવાની છે.

રાજકીય પક્ષોનો પણ સહારો

રાજકીય પક્ષોનો પણ સહારો

કાળા નાણા માલિકોની મદદ માટે રાજકીય પક્ષો પણ એક મોટો સહારો બન્યા છે. રાજકીય પક્ષો 20,000 રુપિયા સુધીનું અનુદાન લઇ શકે છે. આટલા દાન પર તેમણે બતાવવાનું નથી હોતુ કે આ દાન કોણે આપ્યુ. પાન નંબરની પણ જરુર નથી હોતી માટે આ સૌથી સરળ રસ્તો બની ગયો છે. કોઇ પણ રાજકીય પક્ષ કહી શકે કે તેણે રકમ વિમુદ્રીકરણ પહેલા જૂની નોટોમાં લીધી હતી અને 30 ડિસેમ્બર સુધી તેને નવી નોટમાં બદલવાની માંગ કરી શકે છે.

English summary
From giving donations to temples to giving loans to farmer, take a look on 12 ways Indians are converting black money into white.
Please Wait while comments are loading...