For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેનેટરી નેપકીન જીએસટી ફ્રી, 50 ઉત્પાદનો પર ટેક્સ ઘટાડ્યો

કેન્દ્રના નાણામંત્રી પીયૂષ ગોયલની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની 28 મી બેઠક મળી હતી. આ બેઠક દરમિયાન કાઉન્સિલએ સેનેટરી નેપકીનને જીએસટીના દાયરામાંથી બહાર રાખ્યું છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કેન્દ્રના નાણામંત્રી પીયૂષ ગોયલની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની 28 મી બેઠક મળી હતી. આ બેઠક દરમિયાન કાઉન્સિલએ સેનેટરી નેપકીનને જીએસટીના દાયરામાંથી બહાર રાખ્યું છે. પહેલાં આ પર 12 ટકા ટેક્સ મુક્યો હતો. આ ઉપરાંત 28% ટેક્સ સ્લેબ દ્વારા અનેક વસ્તુઓની દરમાં ઘટાડો કરવાની મંજૂરી આપવામાં આવી છે. તે જ સત્રમાં સરળ રિટર્ન્સ દાખલ કરવાની પ્રક્રિયા પણ મંજૂર કરવામાં આવી છે. જીએસટીની નવી દર 27 જુલાઈથી લાગુ થશે. આ બેઠકમાં ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન સહિત 50 થી વધુ વસ્તુઓ પર ટેક્સ ઘટાડવામાં આવ્યો છે. આ ફેરફારોથી 100 થી વધુ આઈટમ સસ્તી થશે.

વાંસ ફ્લોરિંગ પર લાગતો 18 ટકા ટેક્સ હવે 12 ટકા થયો

વાંસ ફ્લોરિંગ પર લાગતો 18 ટકા ટેક્સ હવે 12 ટકા થયો

નાણામંત્રી કાર્યભાર સંભાળતા પીયૂષ ગોયલની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની આ પ્રથમ બેઠક છે. સૂત્રો પાસેથી મળેલ જાણકારી અનુસાર, વાંસની ફ્લોરિંગ પર જીએસટી 18% થી ઘટાડીને 12% કરવામાં આવ્યું છે જયારે પેટ્રોલ-ડીઝલમાં વપરાતા એથેનોલ પર જીએસટી 18% થી ઘટાડીને 5% કરવામાં આવ્યું છે.

ટીવી અને એસી પર પણ જીએસટી ઘટાડ્યું

ટીવી અને એસી પર પણ જીએસટી ઘટાડ્યું

મીટિંગ દરમિયાન સૂગર સેસ પર માત્ર અહેવાલ સોંપવામાં આવ્યો છે, કોઈ ચુકાદો લેવાનો નિર્ણય લીધો નથી. આ બેઠકમાં કુલ મળીને 35 થી વધુ ઉત્પાદનો પર જીએસટી રેટ ઘટાડો થયો છે. 1000 રૂપિયાથી ઓછા ફૂટવિયર પર હવે 5 ટકા જીએસટી લાગશે. પહેલાં 500 રૂપિયા સુધી ફૂટવિયર પર 5 ટકા જીએસટી લાગતો હતો. પેન્ટસ પર જીએસટી 28 ટકાથી ઘટાડી 18 ટકા છે. તેની સાથે ટીવી અને એસી પર પણ જીએસટી ઘટાડ્યું છે.

જીએસટી રીટર્ન ભરવું સરળ બન્યું

જીએસટી રીટર્ન ભરવું સરળ બન્યું

કાઉન્સિલ દ્વારા કારોબાર માટે જીએસટી રીટર્ન નિયમો સરળ બનાવે છે. હવે જીએસટી રીટર્ન ફોર્મ માત્ર 1 પેજનું હશે. તે જ રીતે, મહિનામાં 3 વાર વળતરની ઝંઝટથી મુક્તિ મળે છે. 5 કરોડ રૃપિયા સુધી ટર્નઓવરના લોકોને ક્વાર્ટર રિટર્ન્સ ભરવું રહેશે. રીટર્ન ફોર્મને 2 સરળ ફોર્મેટમાં લાવવામાં આવશે. આ કોમ્પોઝિટ ડીલર્સ અને બી 2 બી અથવા બી 2 સી ડીલર્સ માટે અલગ હશે. આસામ, અરુણાચલ પ્રદેશ, હિમાચલ, સિક્કિમ, હિમાલયના વેપારીઓની વિતરણ મર્યાદા વધારી 10 થી 20 લાખની થઈ. કાઉન્સિલ દ્વારા 46 ફેરફારોની મંજુરી આપી છે.

આ ઉત્પાદનો પર જીએસટી ઘટાડ્યું

આ ઉત્પાદનો પર જીએસટી ઘટાડ્યું

સરકારે પત્થર, માર્બલર, લાકડાના દેવી દેવતાને જીએસટી બહાર રાખવામાં આવ્યા છે. જયારે લીથિયમ આયન બૅટરી, વેક્યૂમ ક્લીનર, ફૂડ ગ્રાઇન્ડર, મિકસર, સ્ટોરેજ વોટર હીટર, હેડ ડ્રાયર, હેન્ડ ડ્રીયર, પેન્ટ, વાર્નિશ, વોટર કલીઅર, મિલ્ક ક્યુટર, આઇસ ક્રીમ ક્યુલર, પરફ્યુમ, ટોઇલેટ સ્પ્રે સહિત અનેક બાબતો પર જીએસટી 28 ટકાથી 18 % કરવામાં આવી છે. હેન્ડબેગ, જ્વેલરી બોક્સ, પેઇન્ટિંગ માટે લાકડાના બોક્સ, કાચના આર્ટવેર, પત્થર, સુશોભિત ફ્રેમવાળા દર્પણ 12% જીએસટી દાયરામાં લાવવામાં આવ્યું છે છે. આયાત કરેલું યુરિયા પર જીએસટી 5% છે. વૅશિંગ મશીન પર જીએસટી 28% થી ઘટાડી 18% કરવામાં આવ્યું છે.

English summary
GST Council's 28th meet Sanitary napkins to be exempt from GST
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X