For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોતાની પાછળ કેટલી સંપત્તિ છોડી ગયા છે અટલ, કોણ છે વારસદાર?

અટલજી અવિવાહિત હતા, એવામાં લોકો જાણવા ઈચ્ચે છે કે તેમના ઉત્તરાધિકારી કોણ હશે? તેમની સંપત્તિનો વારસદાર કોણ હશે? પોતાની પાછળ કેટલી સંપત્તિ છોડીને ગયા છે અટલ બિહારી વાજપેયી?

|
Google Oneindia Gujarati News

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નિધન બાદ હવે તેઓ પોતાની અંતિમ યાત્રા પર નીકળી ચૂક્યા છે. શુક્રવારે તેમના અંતિમ સંસ્કાર રાજઘાટના શાંતિવનમાં બનેલા સ્મૃતિ સ્થળમાં કરવામાં આવશે. અટલજી એક સામાન્ય પરિવારથી હતા. તેમના પિતા પંડિત કૃષ્ણબિહારી વાજપેયી શિક્ષક હતા અને તેમની માતા કૃષ્ણા દેવી ઘરેલુ મહિલા હતા. અટલજી અવિવાહિત હતા, એવામાં લોકો જાણવા ઈચ્ચે છે કે તેમના ઉત્તરાધિકારી કોણ હશે? તેમની સંપત્તિનો વારસદાર કોણ હશે? પોતાની પાછળ કેટલી સંપત્તિ છોડીને ગયા છે અટલ બિહારી વાજપેયી?

ઈલાજના પણ પૈસા નહોતા, રાજીવ ગાંધીએ કરી હતી મદદ

ઈલાજના પણ પૈસા નહોતા, રાજીવ ગાંધીએ કરી હતી મદદ

એક ઈન્ટરવ્યુ દરમિયાન અટલ બિહારી વાજપેયીએ પોતે આનો ઉલ્લેખ કર્યો હતો કે વર્ષ 1987 માં તેઓ કિડનીની બિમારી સામે ઝઝૂમી રહ્યા હતા. તેમની પાસે તે સમયે એટલા પૈસા નહોતા કે તેઓ અમેરિકા જઈને ઈલાજ કરાવી શકે. તે સમયે તત્કાલિન પીએમ રાજીવ ગાંધીએ તેમની મદદ કરી. અટલ જ્યારે સાજા થઈને આવ્યા ત્યારે સાર્વજનિક રીતે રાજીવ ગાંધીનો આભાર માન્યો.

પોતાની પાછળ કેટલી સંપત્તિ છોડીને ગયા અટલ

પોતાની પાછળ કેટલી સંપત્તિ છોડીને ગયા અટલ

વર્ષ 2004 ના હલફનામા મુજબ તે વખતે તેમની પાસે 58 લાખ રૂપિયાની ચળ-અચળ સંપત્તિ હતી. આ હલફનામા મુજબ સ્ટેટ બેંકના તેમના બે અકાઉન્ટમાં 20,000 અને 3,82,886.42 રૂપિયા હતા. વળી, બીજા અકાઉન્ટમાં 25,75,562.50 રૂપિયા હતા. અટલ પાસે 1,20,782 કિંમતના 2,400 યુનિટ બૉન્ડ્સ અને 22 લાખ રૂપિયાની કિંમતનો એક ફ્લેટ હતો. ગ્વાલિયરમાં તેમના પૈતૃક ઘરની કિંમત 6 લાખ રૂપિયાની આસપાસની આંકવામાં આવી હતી. એક રિપોર્ટ મુજબ નિધન સમયે અટલ બિહારી વાજપેયી પાસે કુલ 14.05 કરોડની સંપત્તિ હતી.

કોણ હશે તેમનો વારસદાર?

કોણ હશે તેમનો વારસદાર?

અટલ બિહારી વાજપેયીના પરિવારમાં તેમના ત્રણ ભાઈ અને ત્રણ બહેનો છે. તે ઉપરાંત ગ્વાલિયરમાં તેમના ઘણા સંબંધીઓ છે. તેમની ભત્રીજી કાંતિ મિશ્રા અને ભાણી કરુણા શુક્લા છે. તેમના ભત્રીજા દીપક વાજપેયી અને ભાણો સાંસદ અનુપ મિશ્રા છે. વળી, તેમની દત્તક પુત્રી નમિતા અને તેમના પતિ રંજન ભટ્ટાચાર્ય અટલજી સાથે જ રહેતા હતા. જ્યારે અટલ પ્રધાનમં6 બન્યા ત્યારથી જ તેમની દોસ્ત રાજકુમારી કૌલની પુત્રી જેને વાજપેયીએ દત્તક પુત્રી માની હતી તેમની સાથે રહેતા હતા. એવુ માનવામાં આવે છે કે વર્ષ 2005 ના હિંદુ ઉત્તરાધિકારી કાયદા હેઠળ તેમની સંપત્તિ તેમની દત્તક પુત્રી નમિતા અને જમાઈ રંજન ભટ્ટાચાર્યને સોંપવામાં આવી શકે છે. આ ત્યારે થશે જો અટલ બિહારી વાજપેયીએ કોઈ વસિયત બનાવી ન હોય. જો તેમણે કોઈ વસિયત બનાવી હશે તો સંપત્તિ તે અનુસાર આપવામાં આવશે.

આ પણ વાંચોઃ ફોટાઃ રાજનીતિના અજાત શત્રુ અટલ બિહારી વાજપેયી અંતિમ સફર પરઆ પણ વાંચોઃ ફોટાઃ રાજનીતિના અજાત શત્રુ અટલ બિહારી વાજપેયી અંતિમ સફર પર

English summary
How much Property left by Atal Bihari Vajpayee and who will inherit his properties .
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X