For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીમાં AAP સરકારે બીજેપી ઓફિસનું કામ રોકાવી 5 લાખનો દંડ ફટકાર્યો!

હાલ હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ છે. આ બન્ને રાજ્યોમાં આમ આદમી પાર્ટી બીજેપીને ટક્કર આપી રહી છે. ત્યારે હવે દિલ્હીમાં પણ આમ આદમી પાર્ટી અને બીજેપી વચ્ચે ટકરાવ જોવા મળ્યો છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : હાલ હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ છે. આ બન્ને રાજ્યોમાં આમ આદમી પાર્ટી બીજેપીને ટક્કર આપી રહી છે. ત્યારે હવે દિલ્હીમાં પણ આમ આદમી પાર્ટી અને બીજેપી વચ્ચે ટકરાવ જોવા મળ્યો છે. મળતા સમાચાર મુજબ, દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારે બીજેપીની બની રહેલી ઓફિસનું કામ અટકાવ્યુ છે અને 5 લાખનો દંડ ફટકાર્યો છે.

Gopal Rai

દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે આ મોટી એક્શન લીધી છે. ગોપાલ રાયે બીજેપીની નિર્માણાધીન ઓફીસનું કામ તાત્કાલિક અટકાવી 5 લાખનો દંડ ફટકાર્યો છે.

ગોપાલ રાયે કહ્યું કે, અહીં કન્ટ્રક્શન સાઈટ પર ખુલ્લામાં માટી પડેલી છે. અંદર છુપાઈને પથ્થર કટીંગનું કામ ચાલી રહ્યું છે. કર્મચારીઓએ જણાવ્યુ છે લગભગ બીજેપી કાર્યાલયનું કામ ચાલી રહ્યું છે. અમે તપાસ કરી રહ્યા છે. હાલમાં એલ&ટીને 50 લાખનો દંડ અને કન્ટ્ર્ક્શન રોકવા માટે નોટીસ અપાઈ છે.

અહીં તમને જણાવી દઈએ કે, દિલ્હીમાં વધી રહેલા પ્રદુષણને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારના બાંધકામે અટકાવી દેવામાં આવ્યુ છે. અહીં ગોપાલ રાય સરપ્રાઈઝ ચેકિંગ માટે આવ્યા હતા અને આ દરમિયાન તેમને આ કાર્યવાહી કરી હતી.

English summary
In Delhi, the AAP government stopped the work of the BJP office and imposed a fine of 5 lakhs!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X