For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉન્નાવ રેપ પીડિતાને દિલ્હી એરલિફ્ટ કરવા પર 5 ઓગસ્ટે સુપ્રીમમાં સુનાવણી થશે

ઉન્નાવ રેપ પીડિતાને દિલ્હી એરલિફ્ટ કરવા પર 5 ઓગસ્ટે સુપ્રીમમાં સુનાવણી થશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ઉન્નાવ રેપ પીડિતાની માતાની ચિઠ્ઠી પર સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે તમામ 5 કેસને દિલ્હી ટ્રાન્સફર કરવાનો આદેશ આપી દીધો હતો. સાથે જ એમ પણ કહ્યું હતું કે જો પીડિતા શિફ્ટ કરવા લાયક છે તો તેને એરલિફ્ટ કરી દિલ્હી લઈ જવામાં આવે. જેના પર પીડિતાના પરિવારે કોર્ટને અપીલ કરી હતી કે હાલ પીડિતાને લખનઉમાં જ રાખવામાં આવે. પીડિતાને દિલ્હી એરલિફ્ટ કરવાના મામલા પર સુપ્રીમ સોમવારે સુનાવણી કરશે.

unnao rape case

પીડિતાના પરિવાર તરફથી વકીલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે પીડિતાને લખનઉની હોસ્પિટલમાં જ રાખવામાં આવે. પરિવાર તરફથી કહેવામાં આવ્યું છે કે જો ભવિષ્યમાં કોઈ ઈમરજન્સીની પરિસ્થિતિ આવે છે તો તેમને સુપ્રીમ કોર્ટમાં ઉલ્લેખ કરવાની મંજૂરી આપવામાં આવે. જ્યારે યૂપી સરકાર તરફથી કહેવમાં આવ્યું છે કે પીડિતની હાલતમાં હવે સુધારો છે. સુપ્રીમ કોર્ટ પીડિતાને દિલ્હી એરલિફ્ટ કરવાના મામલે હવે સોમવારે સુનાવણી કરશે, ત્યાં સુધી પીડિતાનો ઈલાજ લખનઉમાં જ કરવામાં આવશે.

અગાઉ ગુરુવારે સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે ઉન્નાવ રેપ કેસ સાથે જોડાયેલ તમામ 5 કેસને દિલ્હી ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે કાર દુર્ઘટનામાં તપાસ માટે સીબીઆઈને 7 દિવસનો સમય આપ્યો હતો અને કહ્યું હતું કે જરૂરત પડ્યે એજન્સી એક અઠવાડિયાનો વધુ સમય લઈ શકે છે. કોર્ટે કહ્યું હતું કે આ કેસનો ટ્રાયલ 15 દિવસમાં જ પૂરો કરવામાં આવે.

સાથે જ કોર્ટે યૂપી સરકારને આદેશ આપ્યો હતો કે પીડિતાને અંતરિમ વળતર રૂપે 25 લાખ રૂપિયા આપવામાં આવે. જ્યારે સુપ્રીમ કોર્ટે ઉન્નાવ રેપ પીડિતાના પરિવાર અને વકીલની સુરક્ષા ઉપલબ્ધ કરાવવાનો પણ આદેશ આપ્યો હતો. જણાવી દઈએ કે ઉન્નાવ રેપ પીડિતા, પરિવારના અન્ય સભ્યો અને વકીલ સાથે કારમાં જઈ રહ્યા હતા તે સમયે એક ટ્રકે તેમને ટક્કર મારી હતી.

કાશ્મીર મુદ્દે ભારતે ટ્રમ્પને કહ્યુ, 'તમારી જરૂર નથી, માત્ર પાકિસ્તાન સાથે થશે ચર્ચા'કાશ્મીર મુદ્દે ભારતે ટ્રમ્પને કહ્યુ, 'તમારી જરૂર નથી, માત્ર પાકિસ્તાન સાથે થશે ચર્ચા'

English summary
unnao rape case victim can be airlifted to delhi, hearing in supereme court on monday
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X