For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંયુક્ત રાષ્ટ્રના મંચ પરથી મોદીએ આપ્યો પાકિસ્તાનને જવાબ

|
Google Oneindia Gujarati News

narendra modi
ન્યૂયોર્ક, 28 સપ્ટેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સંઘ મહાસભામાં પોતાનું પ્રભાવશાળી ભાષણ આપ્યું, નરેન્દ્ર મોદીએ અહીં હિંદીમાં જ ભાષણ કર્યું. નિર્ધારિત સમય અનુસાર 20 મિનિટ બોલવાનું હતું પરંતુ મોદી સ્ટાઇલથી સૌ વાકેફ છે જ. નરેન્દ્ર મોદી સતત 34 મિનિટ સુધી બોલતા રહ્યા. મોદીએ આંતરરાષ્ટ્રીય મંચથી પાકિસ્તાન પર સીધો હુમલો કર્યો. પાકિસ્તાનને કડક શબ્દોમાં જવાબ આપતા મોદીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે પાકિસ્તાન સાથે વાતચીત ત્યાં સુધી નહીં થઇ શકે જ્યાં સુધી પાકિસ્તાન તેના માટે યોગ્ય વાતાવરણ નથી બનાવતું.

મોદીએ પાકિસ્તાનમાં આતંકવાદીઓને આશ્રય આપવાના મુદ્દાને પણ આડકતરી રીતે ઊઠાવ્યો, મોદીએ જણાવ્યું કે 'કેટલાંક દેશો આતંકવાદીઓને આશ્રય આપે છે અને વિચારે છે કે આતંકવાદ તેમના માટે હથિયાર છે. આ દેશો જ્યારે ગુડ ટેરરિઝમ અને બેડ ટેરરિઝમની વાત કરે છે ત્યારે આતંકવાદ સામેના આપણા અભિયાન પર સવાલ પેદા થાય છે.' મોદીએ પાકિસ્તાની વડાપ્રધાન શરીફ દ્વારા કાશ્મીર મુદ્દા પર જનમત સંગ્રહની માંગ પર કડક અને સ્પષ્ટ જવાબ આપતા દુનિયાની સામે એક મજબૂત રાષ્ટ્ર તરીકેનું ઉદાહરણ આપ્યું છે.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરતા મોદીએ પાકિસ્તાનને બે ટૂક શબ્દોમાં જણાવ્યું કે આ મંચ પર વાત ઉઠાવવાથી કંઇ થવાનું નથી. પાકિસ્તાનને સલાહ આપતા જણાવ્યું કે સારુ રહેત કે તે કાશ્મીર પૂર પીડિતો પર ધ્યાન આપતા. મોદીએ જણાવ્યું કે અમે અમારા પડોશી દેશો સાથે સારા સંબંધ ઇચ્છીએ છીએ, પરંતુ પાકિસ્તાનનું પણ એ દાયિત્વ છે કે તે વાતચિત માટે યોગ્ય વાતાવરણ ઊભુ કરે. મોદીએ એમ પણ કહ્યું કે કાશ્મીરનો મુદ્દો આ મંચ પર ઊઠાવવાથી સમાધાનના પ્રયાસો કેટલા સફળ થશે તેમાં ઘણાને શંકા છે.

નરેન્દ્ર મોદીએ યુએનમાં આપેલ ભાષણને વીડિયોમાં જોવા માટે ક્લિક કરો...નરેન્દ્ર મોદીએ યુએનમાં આપેલ ભાષણને વીડિયોમાં જોવા માટે ક્લિક કરો...

English summary
Prime Minsiter Narendra Modi in shis speech at the United Nations urged Pakistan to create the right environment for bilateral talks.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X