For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દાઉદના સંબંધીઓ સામે પર્ફોર્મ કરવુ ભારે પડ્યુ મીકાને, AICWAએ લગાવ્યો પ્રતિબંધ

બોલિવુડ સિંગર મીકાને પાકિસ્તાનમાં મીકા નાઈટનું આયોજન કરવાનું ભારે પડ્યુ છે. ઑલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશને મીકા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

|
Google Oneindia Gujarati News

બોલિવુડ સિંગર મીકાને પાકિસ્તાનમાં મીકા નાઈટનું આયોજન કરવાનું ભારે પડ્યુ છે. ઑલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશને મીકા પર પ્રતિબંધ લગાવી દીધો છે. સાથે તેમનો સંપૂર્ણપણે બહિષ્કાર કરવાનું એલાન કર્યુ છે. AICWA તરફથી કહેવામાં આવ્યુ છે કે 8 ઓગસ્ટે પાકિસ્તાનના કરાંચીમાં જે રીતે મીકાએ કાર્યક્રમ કર્યો છે તે બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રી તેમનો બહિષ્કાર કરશે અને તેમના પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે.

mika singh

કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ

AICWAના વર્કર્સ એ વાત સુનિશ્ચિત કરશે કે ભારતમાં કોઈ પણ મીકા સિંહ સાથે કામ નહિ કરે અને જો કોઈ પણ મીકા સિંહ સાથે કામ કરશે તો તેણે કોર્ટમાં તેનુ પરિણામ ભોગવવુ પડશે. AICWAએ સૂચના તેમજ પ્રસારણ મંત્રાલયને અપીલ કરી છે કે તે આ અંગે હસ્તક્ષેપ કરે અને મીકા સિંહ સામે કાયદાકીય કાર્યવાહી કરે. તમને જણાવી દઈએ કે મીકા સિંહ પાકિસ્તાનમાં પરવેઝ મુશર્રફના નજીકના સંબંધીને ત્યાં કાર્યક્રમ કરવા ગયા હતા જેમાં આઈએસઆઈ અને દાઉદના સંબંધીઓ પણ શામેલ થયા હતા.

મીકા નાઈટ્સ

તમને જણાવી દઈએ કે અસદ પૂર્વ પાકિસ્તાની તાનાશાહ પરવેઝ મુશર્રફનો કાકાનો ભાઈ છે જેણે મીકા સિંહ નાઈટ્સનું આયોજન કર્યુ હતુ. તેણે આ કાર્યક્રમનું આયોજન પોતાની દીકરી સેલિનાની મહેંદીના પ્રસંગે કર્યુ હતુ. જે જગ્યાએ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ તે ડી કંપનીના પ્રમુખ અનીસ ઈબ્રાહીમ અને છોટા શકીલના કરાંચી સ્થિત ઘરથી ઘણુ નજીક હતુ. તમને જણાવી દઈએ કે આ કાર્યક્રમ કરાંચીના બીચ એવન્યુ સ્થિત ડીફેન્સ હાઉસ ઑથોરિટીઝના ફેઝ 8માં થયુ હતુ.

સરળતાથી મળ્યા હતા વિઝા

પાકિસ્તાનના એક વરિષ્ઠ પત્રકારે જણાવ્યુ કે જે ટિશ્યુ પેપર બનાવવાની કંપની ચલાવતા હતા તે જનરલ મુશર્રફના કાર્યકાળમાં મોટા ઉદ્યોગપતિ બની ગયા. અસદને પૂર્વ ક્રિકેટર અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન, જાવેદ મિંયાદાદ, જહીર અબ્બાસની નજીક માનવામાં આવે છે. પ્રધાનમંત્રી ઈમરાન ખાનની નજીક હોવાના કારણે અસદે સરળતાથી મીકા સિંહ માટે વિઝા કઢાવી આપ્યા. આ ઉપરાંત મીકા સિંહના ટ્રૂપના 14 સભ્યોને પણ સરળતાથી પાકિસ્તાનના વિઝા મળી ગયા.

આ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીરમાં માર્ચમાં થઈ શકે છે ચૂંટણી, પંચે કરી પહેલી બેઠકઆ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીરમાં માર્ચમાં થઈ શકે છે ચૂંટણી, પંચે કરી પહેલી બેઠક

English summary
All India Cine Workers Association bans and boycotts Mika after performing in Pakistan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X