'ચીની કમ'ની આ નાનકડી ઢીંગલી હવે કંઇક આવી દેખાય છે..

Posted By:
Subscribe to Oneindia News

અમિતાભ બચ્ચન અને તબ્બુની ફિલ્મ 'ચીની કમ' તો તમને યાદ જ હશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન સાથે એક નાનકડી ચાઇલ્ડ આર્ટિસ્ટ પણ જોવા મળી હતી. અમિતાભની આ નાનકડી કો-સ્ટાર હવે ઘણી મોટી થઇ ગઇ છે અને ખૂબ સુંદર પણ દેખાય છે. તેનું નામ છે સ્વિની ખારા. તે કેટલીક સિરિયલો અને ફિલ્મોમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કરી ચૂકી છે.

સ્વિની ખારા

સ્વિની ખારા

'ચીની કમ' ફિલ્મ સિવાય સ્વિની 'પાઠશાલા', 'હરી પુત્તર', 'ચિંગારી', 'કાલો', 'પરિણીતા' વગેરે જેવી અનેક બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળી છે. છેલ્લે તે વર્ષ 2016માં 'એમ.એસ.ધોની' ફિલ્મમાં ધોનીની બહેન તરીકે જોવા મળી હતી. તે હોલિવૂડ ફિલ્મ પણ કરી ચૂકી છે. આ સિવાય તે 'બા, બહુ ઔર બેબી' તથા 'દિલ મિલ ગયે' જેવી સિરિયલમાં દેખાઇ ચૂકી છે.

'ચીની કમ'ને 10 વર્ષ

'ચીની કમ'ને 10 વર્ષ

વર્ષ 2007માં આવેલ ફિલ્મ 'ચીની કમ'ને થોડા દિવસો પહેલાં જ 10 વર્ષ પૂર્ણ થયા હતા. સ્વિનીએ 'ચીની કમ'ના શૂટિંગના દિવસોને યાદ કરતાં પોતાનો અને અમિતાભનો સુંદર ફોટો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો. સાથે જ તેણે અમિતાભ બચ્ચન, આર.બાલકી અને પોતાના માતા-પિતાનો આભાર પણ માન્યો હતો.

'ચીની કમ'માં વખણાઇ એક્ટિંગ

'ચીની કમ'માં વખણાઇ એક્ટિંગ

'ચીની કમ' ફિલ્મમાં સ્વિનીએ કેન્સરગ્રસ્ત 9 વર્ષની બાળકીનો રોલ પ્લે કર્યો હતો. આ ફિલ્મમાં તેની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. તેની ડાયલોગ ડિલિવરીથી માંડીને એક્સપ્રેશન્સ સુધી બધું જ પરફેક્ટ હતું. આટલી નાની ઉંમરમાં જ અમિતાભ બચ્ચન સાથે સ્ક્રિન શેર કરવી અને ઓળખાણ પ્રાપ્ત કરવી નાની વાત નથી.

ટેલેન્ટેડ છે સ્વિની

ટેલેન્ટેડ છે સ્વિની

એક્ટિંગ સિવાય સ્વિની પાસે ક્રિએટિવ ડ્રોઇંગનું ટેલેન્ટ પણ છે, તે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર ઘણીવાર જાતે દોરેલ ડૂડલ પોસ્ટ કરતી હોય છે. તેની એક્ટિંગની માફક જ સ્વિનીનું ઇન્સ્ટાગ્રામ પેજ પણ ખાસું ઇમ્પ્રેસિવ છે.

ફેશન સેન્સ

ફેશન સેન્સ

સ્વિનીના રિસન્ટ ફોટોગ્રાફ્સ પરથી ખ્યાલ આવે છે કે, તેની ફેશન સેન્સ પણ કમાલની છે. તે જલ્દી જ બોલિવૂડમાં એન્ટ્રી કરે એવું બને. સ્વિની 'ચીની કમ'થી ઓલરેડી પોતાની એક્ટિંગ સ્કિલ્સ સાબિત કરી ચૂકી છે.

English summary
Cheeni Kum Child Artist Swini Khara Has Grown Up See Pics.
Please Wait while comments are loading...