અમદાવાદમાં દોડશે 'એરપોર્ટ શટલ 1000' નામની AC બસ સેવા

Written By:
Subscribe to Oneindia News

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શનિવાર એટલે કે 24 જૂનથી એસજી હાઇવેથી એરપોર્ટ શટલ સુધીની 'એરપોર્ટ શટલ 1000' નામે એસી બસની સેવા શરૂ કરવામાં આવશે. આ સેવા અમદાવાદમાં કર્ણાવતી ક્લબથી એરપોર્ટ સુધીનું કુલ 22.7 કિમીનું અંતર આવરશે. તંત્ર દ્વારા શરૂ થનારી આ શટલ સર્વિસને એરપોર્ટ શટલ સર્વિસ રૂટ નં.1000 નામ અપાયું છે. જેમાં તમે કર્ણાવતી ક્લબથી એરપોર્ટ સુધી માત્ર રૂ.50માં એસી બસની મુસાફરી કરી શકશો. નોંધનીય છે કે, બેંગ્લોર જેવા શહેરો બાદ હવે અમદાવાદમાં એરપોર્ટને સાંકળતી શહેરી બસ સર્વિસને અમદાવાદ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવી છે.

AHMEDABAD_AMTS_BUS_yohaan

આ બસ સવારના 4-00 વાગ્યાથી રાતના 10-45 સુધી સેવા આપશે. શરૂઆતમાં આ રૂટ પર પાંચ બસ મુકાશે. ત્યાર બાદ વધુ એક બસ મૂકીને કુલ છ બસ રૂટ પર દોડશે તેમ જણાવતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આર્જવ શાહ કહ્યું કે, "જનમાર્ગની બસમાં વધુ 1.25 લાખનો ખર્ચ કરીને તેને વધુ ઉતારુલક્ષી બનાવાઇ છે."

સાથે જ આ એેસી બસમાં યાત્રીઓને વાઇ ફાઇ સેવા પણ મળશે. સાથે જ કુલ 64 જેટલા યાત્રીઓ આ બસની સેવાનો લાભ લઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. વળી બસમાં યાત્રીઓના સામાન મુકવા માટે પણ અલગ કમ્પાર્ટમેન્ટની સુવિધા અપાઇ છે. સાથે જ બસમાં એલઇડી ટીવી પણ મુકવામાં આવ્યા છે. જેમાં એરપોર્ટ અંગે વિગતો પણ આપવામાં આવશે. આ માટે એક કંપની સાથે કોર્પોરેશને 'ટાઇઅપ' કર્યું હોવાનું પણ કમિશનરે જણાવ્યું હતું. આમ ઓછામાં ઓછા 30 રૂપિયાથી લઇને 50 રૂપિયામાં યાત્રીઓ એસજી હાઇવેથી એરપોર્ટ સુધીના આ રૂટની યાત્રા માણી શકશે. ત્યારે નીચે મુજબ સ્ટોપથી આ બસ સેવાનો લાભ તમે પણ 24મીથી લઇ શકશો.

પિકઅપ અને ડ્રોપ સ્ટેશન

• કર્ણાવતી ક્લબ
• હોટલ રોયલ પ્લાઝા
• ઇસ્કોન ક્રોસ રોડ
• રામદેવનગર
• ઇસરો
• સ્ટાર બજાર
• જોધપુર
• શિવરંજની
• ઝાંસી કી રાણી
• નહેરુનગર
• સીએન વિદ્યાલય
• લો ગાર્ડન
• યુનિ. ગ્રંથ નિર્માણ બોર્ડ
• ગુજરાત કોલેજ
• ટાઉનહોલ
• નટરાજ સિનેમા
• માઉન્ટ કાર્મેલ સ્કૂલ
• ઇન્કમટેક્સ
• ગુજરાત વિદ્યાપીઠ
• ઉસ્માનપુરા
• વાડજ ટર્મિનસ
• ગાંધી આશ્રમ
• સુભાષબ્રિજ સર્કલ
• પોલીસ સ્ટેડિયમ
• શાહીબાગ અન્ડર બ્રિજ
• સર્કિટ હાઉસ
• ડફનાળા
• એસીબી ઓફિસ
• એરપોર્ટ

English summary
Airport shuttle 1000 : Ahmedabad Municipal corporation start new AC bus for airport.
Please Wait while comments are loading...