For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માહી નદી ગાંડીતૂર બનતાં વહી કારો, 5ના મોત, એક ગુમ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 2 ઓગષ્ટ: ગુજરાતના પંચમહાલ જિલ્લામાં લુણાવાડા પાસે ખતરાના નિશાનથી ઉપર વહી રહેલી માહી નદી એ પ્રકારે ગાંડીતૂર બની કે એક મહિન્દ્રા એસયૂવીને તાણી લઇ ગઇ, જેમાં 5 લોકોના મોત નિપજ્યાં છે અને એક વ્યક્તિ હજુ સુધી ગુમ છે. મળતી માહિતી મુજબ સહકર્મી બે કારો ફોર્ડ વિગો અને મહિન્દ્રા એસયૂવી 500 દ્વારા બુધવારે અમદાવાદ જઇ રહ્યાં હતા. જેવી તેમની કાર હડોડ ગામમાં દાખલ થયા ત્યાં માહી નદી પર પુલ બનેલો છે. જે સમયે તે પુલ પાર કરી રહ્યાં હતા, ત્યારે રાજસ્થાનમાં બનેલા કડાણા બંધમાંથી પાણી છોડવામાં આવ્યું. નદી અચાનક ગાંડી બની અને પાણી પુલની ઉપર સુધી આવી ગયું, જેમાં બે કારો તણાઇ ગઇ. પાણીની ભયાનકતાનો અંદાજો આનાથી લગાવી શકાય કે તે સમય લગભગ બે લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું.

આ ઘટનાને કોઇએ પ્રત્યક્ષ નિહાળી ન હતી, જો કે કોઇને ખબર પણ ન પડી કે કાર પુલ પરથી નદીમાં વહી પડી ગઇ. ઘટના વિશે ત્યારે જાણ થઇ જ્યારે બીજા દિવસે ગામના લોકોને નદીમાં એક કાર અને કેટલીક લાશો વહેતી જોવા મળી. એક વ્યક્તિની ઓળખ મણિનગરના મુકેશભાઇ ઇશ્વરભાઇ ગીદવાણી, ઘનશ્યામભાઇ ડાયાભાઇ પીઠાણી, રજનીભાઇ, રોઝરભાઇ જેમ્સ, ભરત જાની તરીકે ઓળખ કરવામાં આવી.

river-overflow

પોલીસે જ્યારે તપાસ હાથ ધરી તો મહિન્દ્રા એસયૂવી નદીમાં અડધી ડૂબેલી મળી હતી. તે કારમાં ઘોડાસરના રહેવાસી ઘનશ્યામ પીઠાણીની લાશ મળી આવી છે. આ ઉપરાંત મૃતકોમાં જગદીશ પટેલ અને રજનીભાઇનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં એક વ્યક્તિ ગુમ છે જેનું નામ રોજર જેમ્સ છે. રોજર જેમ્સના કાકાના દિકરાએ જણાવ્યું હતું કે પોલીસે બચાવ અને શોધખોળનું કાર્ય ફરીથી શરૂ કર્યું છે. ગુરૂવારે સાંજે પોલીસે અંધારું થઇ ગયું હોવાનું કહીને કામ બંધ કરી દિધું હતું. સવારે જ્યારે તપાસકાર્ય હાથ ધરી શકાયું ન હતું કારણ કે ફરીથી ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. વચ્ચે પોલીસ શોધખોળનું કામ કરી રહી છે.

English summary
In a tragic incident, five people, including four from Ahmedabad, died after two cars were swept away by the strong currents of the Mahi river, on Wednesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X