કોંગ્રેસના શક્તિસિંહે માંડવી બેઠક માટે ભર્યું ઉમેદવારી પત્ર

Subscribe to Oneindia News

કોંગ્રેસના સ્ટાર ઉમેદવાર અને સક્ષમ નેતા કહેવાતા શક્તિસિંહ ગોહિલે આજે કચ્છની માંડવી વિધાનસભા બેઠક પરથી પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. તેમણે આજે પોતાના પક્ષના ટેકેદારો તેમજ બહોળા મિત્ર વર્તુળ અને શુભેચ્છકો સાથે સવારે ૧૧ કલાકે શાસ્ત્રી મેદાન, મુન્દ્રા ખાતે સંમેલનને સંબોધન કર્યા પછી પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. ભાજપે શક્તિસિંહ સામે ક્ષત્રિય ઉમેદવાર વિરેન્દ્ર સિંહ જાડેજાને મેદાનમાં ઉતાર્યા છે.અબડાસા મતક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરીને કચ્છના પાણી,ઘાંસચારો સહિતના પ્રાણ પ્રશ્નો વિધાનસભાના ફલક ઉપર રજુ કરવામાં અને તેને ઉકેલ લાવવામાં સફળ રહેલા શ્રી શક્તિસિંહ ગોહિલને ફરી વખત કચ્છ અને ખાસ કરીને માંડવી બેઠક માટે પસંદ કરવામાં આવ્યા હતા.

GujaratCongress

શક્તિસિંહ ગોહિલ કાયદાશાસ્ત્ર એલ.એલ.એમ. ની પદવી તેમજ સાયન્સ ગ્રેજ્યુએટ અને પત્રકારત્વની ડિગ્રી ધરાવે છે. ગુજરાત કોંગ્રેસમાં તેમજ રાજકીય વર્તુળોમાં પણ શક્તિસિંહની ગણતરી ડાયનેમિક નેતા તરીકે થાય છે, શક્તિસિંહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેઓ લોકોના પ્રશ્નોનો વાચા આપશે. ત્યારે શક્તિસિંહ માંડવીની આ બેઠકથી BJPના વિરેન્દ્ર સિંહને આપશે ટક્કર.

English summary
Gujarat Election : Shakti singh Gohil filed nomination form from Mandvi

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.