For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના નવા ડેપ્યુટી. સીએમ વિષે વધુ જાણો અહીં.

|
Google Oneindia Gujarati News

ગુજરાતના નવા ડેપ્યુટી.સીએમ તરીકે નીતિન પટેલના નામની જાહેરાત આજે અમદાવાદ ખાતે કરવામાં આવી હતી. નોંધનીય છે કે નીતિન પટેલનું નામ સીએમ પદ માટે લગભગ ફાઇનલ ગણવામાં આવી રહ્યું હતું. પણ છેલ્લી ક્ષણે વિજય રૂપાણીએ બાજી મારી લીધી. અને આનંદીબેન પછી બીજી વાર નીતિન પટેલને અન્ય પદ લઇને સંતોષ મેળવવો પડ્યો. તેમ છતાં તેમના ગામ કડી ખાતે તેમના ડેપ્યુટી સીએમ બનવાની વાતને લઇને પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ત્યારે ગુજરાતના ઉપ. મુખ્યમંત્રી તેવા નીતિન પટેલ વિષે કેટલીક ખાસ માહિતી વાંચો નીચેના આ લેખમાં....

જન્મ 22 જૂન 1956

જન્મ 22 જૂન 1956

નીતિન પટેલનો જન્મ 22 જૂન 1956માં મહેસાણાના વિસનગરમાં થયો હતો. પટેલ પરિવારમાંથી આવતા નીતિન ભાઇને બે પુત્રો છે જયમીન પટેલ અને સની પટેલ.

સ્વાસ્થય પ્રધાન

સ્વાસ્થય પ્રધાન

મહેસાણાના વિધાયક અને આનંદીબેન સરકારમાં તેમણે સ્વાસ્થય મંત્રી તરીકે ફરજ બજાવી છે. અને આનંદીબેન જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે નીતિન પટેલના નામની ચર્ચાઓ ટોપ પર હતી. પણ ના તે ત્યારે બની શક્યા ના આજે ગુજરાતના મુખ્યમંત્રી બનાવાની તેમની ઇચ્છા પૂરી થઇ.

પટેલ સમુદાય

પટેલ સમુદાય

નીતિન પટેલ તેમના સમાજમાં ઊંચો દરજ્જો ધરાવે છે. અને કદાચ આ જ કારણ હતું કે જ્યારે પાટીદાર અનામત આંદોલન શરૂ થયુ ત્યારે તેમણે પાટીદારો અને સરકાર વચ્ચે મધ્યસ્થી કરવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.

સ્વચ્છ છબી

સ્વચ્છ છબી

નીતિન પટેલ પોતાની સ્વચ્છ છબી માટે જાણીતા છે. અને સરકારમાં રહીને કામ કરવાનો સારો એવો અનુભવ પણ તે ધરાવે છે.

મોદીની ગુડ વીલ લિસ્ટમાં

મોદીની ગુડ વીલ લિસ્ટમાં

વળી નીતિન પટેલ હંમેશાથી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુડ વિલ લિસ્ટમાં સામેલ હતા.

પટેલ ફોર પટેલ

પટેલ ફોર પટેલ

ભાજપ ફરી એક વાર પટેલ ફોર પટેલ દ્વારા પટેલ અનામતને વધુ હવા નથી આપવા માંગતી તે વાત હવે સ્પષ્ટ થઇ ગઇ છે. નીતિન પટેલને ડેપ્યુટી સીએમ બનાવીને અને રૂપાણીને સીએમ બનાવીને ક્યાંક ને ક્યાંક ભાજપ પટેલોનો દબદબો ઓછો કરવા માંગે છે તેવું લાગી રહ્યું છે.

English summary
Gujarat's health minister Nitin Patel is likely to be chosen as the next chief minister of the state. Here is his Biography.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X