હનુમાન દાદા ના મંદિરથી ચાંદીનો મુગટ ચોરનાર સીસીટીવી ને આધારે ઝડપાયો

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

ગાંધીનગર જિલ્લાના ઇન્દ્રોડા ગામમાં આવેલા હનુમાન દાદા ના મંદિર માંથી ગત 6ઠી એપ્રિલના રોજ ચાંદી ના મુગટ ની ચોરી થઈ હતી. જૉકે આ સમગ્ર બનાવ સીસીટીવી માં કેદ થઈ ગયો હતો. જેના આધારે ગાંધીનગર પોલીસે તપાસ શરૂ કરી હતી અને બાતમી મળી હતી કે જે વ્યક્તિ સીસીટીવીમાં દેખાઈ છે તેના જોવો જ વ્યક્તિ રાયસણ ગામ પાસે એક કાર લઈને ઉભો છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી હિતેશ ઠાકોરને ઝડપી લીધો હતો.

ahmedabad

શરૂઆત માં તેણે મુગટ ચોરી અંગે કોઈ સંતોષકારક જવાબ આપ્યા નહોતા બાદ માં સીસીટીવી બતાવતા તે ભાંગી પડ્યો હતો અને મુગટ ચોરી નો ગુનો કબુલ્યો હતો અને ચોરી નો મુગટ ઇન્ફોસિટી પાસેની ઝાડીઓ માં સંતાડયો હોવાની વાત પણ કરી હતી જેના આધારે પોલીસે મુગટ શોધી કાઢ્યો હતી. બાદ માં પોલીસે કારના.કાગળો માંગતા એણે જણાવ્યું હતું કે આ કારની ચોરી તેણે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પાસેથી કરી હતી. આ ઉપરાંત બે બાઈક ની ચોરી પણ અમદાવાદ થી કરી હતી. આમ પોલોસને એક સાથે ચાર ગુનાના ભેદ ઉકેલવા માં સફળતા મળી હતી

English summary
Person was arrested on the basis of CCTV, who stole silver crown from the temple

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.