26/11 Mumbai Attack : 9 વર્ષ પછી પણ નથી મળી તેના આરોપીઓને સજા

Written By:
Subscribe to Oneindia News

26 નવેમ્બર 2008ની આ તારીખ કદાચ કોઇ પણ મુંબઇકર કે ભારતીય માટે ભૂલાવવી એટલી સરળ નથી. ભારતની આર્થિક રાજધાની અને સપનાઓની નગરી ગણાતી મુંબઇ આજ દિવસે વર્ષ 2008માં રક્તરંજિત થઇ હતી. આ દિવસે એક જ રાતમાં અનેક માસૂમો હંમેશા માટે મોતની ચીર નીંદ્રામાં હંમેશા માટે સૂઇ ગયા હતા. અનેક પરિવારો તેમના પ્રિયજનોથી દૂર થઇ ગયા હતા અને તે પાછળ હતું નફરત. હકીકત અને દુખની વાત તો એ છે કે આજે પણ આ કાવતરું કરનાર અનેક લોકોને તે વાતની સજા નથી મળી. આજે પણ તેનો મુખ્ય આરોપી અને આ કાવતરું કરનાર હાફિઝ સઇદ પાકિસ્તાનમાં મુક્ત રીતે ફરે છે. આ ઘટનાની વરસાના કલાકો પહેલા પાકિસ્તાન કોર્ટે તેને મુક્ત કરી દીધો છે. ખાલી આ ઘટનામાં જીતવા પકડાયેલા આતંકી અજમલ કસાબને ભારતે મોતની સજા આપી છે. તે પણ આ ઘટના થયાના ચાર વર્ષ પછી. ત્યારે શું હતો ઘટનાક્રમ 26/11 વિગતવાર જાણો અહીં...

આતંકી હુમલો

આતંકી હુમલો

26 નવેમ્બર 2008 આજ તારીખે પાકિસ્તાનથી ટ્રેન થઇને અજમલ કસાબ સાથે આવેલા નવ આતંકવાદીઓએ મુંબઇના જુદા-જુદા સ્થળો પર હુમલા કર્યા હતા. 27 નવેમ્બે અજમલ કસાબને જીવતો પકડવામાં સફળતા મળી હતી. તેની ધરપકડ કરીને નાયર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. અને 29 નવેમ્બરના રોજ આતંકવાદીઓના કબજાવાળા બધા સ્થળોને મુક્ત કરવામાં આવ્યાં. આ ઘટનામાં નવ આતંકવાદીઓ મૃત્યુ પામ્યાં.

કસાબની કબૂલાત

કસાબની કબૂલાત

30 નવેમ્બર 2008ના રોજ અજમલ કસાબને પોલીસ સમક્ષ પોતાના ગુનાને કબુલ કર્યો. તે પછી અજમલ કસાબને વિરૂદ્ધ સુનાવણી માટે આર્થર રોડ જેલની પસંદગી કરવામાં આવી. શરૂઆતમાં અજમલ કસાબ સગીર હોવાથી વાત કરી તેની સજા ઓછી કરવાની માંગણી પણ થઇ હતી. વધુમાં તેના ડીએનએના નમૂના કુબેર બોટમાં મળી આવ્યા જે સામાનમાં મળેલા ડીએનએ સાથે મળતાં હતા. કુબેર બોટ દ્રારા દસ આતંકવાદીઓ કરાંચીથી સમુદ્ર માર્ગે મુંબઇ પહોંચ્યા હતા. તે હકીકત પણ બહાર આવી હતી.

કસાબનો વકીલ

કસાબનો વકીલ

21 ફેબ્રુઆરી 2009 ફરી અજમલ કસાબને મેજિસ્ટ્રેટ સમક્ષ ગુનો સ્વીકાર્યો. તે પછી પણ કોઇ પણ વકીલ આ આંતકીની તરફેણ કરવા તૈયાર નહતા. આખરે 1 એપ્રિલ 2009ના રોજ અંજલિ વાધમરે અજમલ કસાબની વકીલ નિમવામાં આવી. જે બાદ અબ્બાસ કાઝમી તેના વકીલ બન્યા. 15 એપ્રિલ 2009 : અજમલ કસાબની વકિલ અંજલિ વાધમરેને હટાવવામાં આવી. 16 એપ્રિલ 2009 : અબ્બાસ કાઝમી અજમલ કસાબના વકિલ તરીકે નિમવામાં આવ્યાં. કસાબ પર 312 આરોપ લગાવ્યા. 29 એપ્રિલ 2009 : વિશેષજ્ઞોએ કહ્યું અજમલ કસાબ સગીરવયનો નથી. સાથે જ હાફિઝ સદઇ, ઝફી ઉર રહેમાન લખવી સહિત 22 લોકો વિરૂદ્ધ બિન જામીન વોરંટ જાહેર કરાયું. 2010માં અજમલ કસાબને ગુનેગાર ગણાવવામાં આવ્યો. અને સબાઉદ્દીન અહમદ અને ફહીમ અંસારીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા. તથા નીચલી કોર્ટે કસાબને મોતની સજા સંભળાવી.

મોતની સજા

મોતની સજા

2012માં હાઇકોર્ટમાં મુંબઇ હુમલાના ષટયંત્રકારીઓ અને તેમના પાકિસ્તાની આકાઓની વાતચીતના અંશ સંભળાવવામાં આવ્યા અને નરસંહારના સીસીટીવી ફૂટેજ બતાવવામાં આવ્યા. હાઇકોર્ટે અઢી માસથી ચાલી રહેલી મેરાથન સુનાવણી બાદ પોતાના નિર્ણયને સુરક્ષિત રાખ્યો. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાષ્ટ્રપતિને કસાબની દયાની અરજીને નકારી કાઢવાની ભલામણ કરી અને રાષ્ટ્રપતિએ કસાબની દયાની અરજીને ફગાવી કાઢી. 21 નવેમ્બર 2012 ના દિવસે કસાબને પુણે સ્થિત યરવડા જેલમાં ફાંસી આપવામાં આવી.

English summary
26/11 Mumbai terror attack: Master Mined Hafiz Saeed is a star of Pakistan

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.