Delhi Fire: ભીષણ આગ લાગતાં 43 લોકોનાં મોત, અમિત શાહ-રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું કંઈક આવું
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીના ઝાંસી રોડ પર આવેલ અનાજ મંડીમાં લાગેલ ભીષણ આગની ઘટનામાં અત્યાર સુધીમાં 43 લોકોના મૃત્યુ થયાં હોવાની પુષ્ટિ થઈ ચૂકી છે, હજી કેટલાય લોકો ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે, જેમની હાલત નાજુક જણાવવામાં આવી રહી છે, ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે, જો કે ઘટના સ્થળે પહોંચેલ ફાયર ફાઈટરની ગાડીઓએ જરા પણ વિલંબ કર્યા વિના આગ પર કાબૂ મેળવવાની કોશિશો શરૂ કરી દીધી હતી, હાલ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.

આગની ઘટનાથી દુખી- રાહુલ ગાંધી
આ ભયાનક ઘટના પર ગૃહમંત્રી અમિત શાહ, સીએમ અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દુખ પ્રગટ કર્યું છે, અમિત શાહે અધિકારીઓને પીડિતાને સંભવ તમામ મદદ કરવા નિર્દેશ આપ્યા છે, જણાવી દઈએ કે વહેલી સવારે 5 વાગ્યે આગ ફાટી નિકળી હતી.
|
મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના
રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું કે દિલ્હીની અનાજ મંડીમાં ભીષણ આગ લાગવાના કારણે કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા અને કેટલાય હોસ્પિટલે દાખલ છે, આ સમાચારથી દુખી છું, મૃતકોના પરિવાર પ્રત્યે હું મારી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલો જલદી જ સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું. જ્યારે દિલ્હીમાં આગ પર મંત્રી ઈમરાન હુસૈને કહ્યું કે આ ઘટના દુખદ છે અને તપાસ બાદ દોષિઓ પર કાર્યવાહી કરવામાં આવશે.
|
કેટલાય લોકો 50 ટકાથી વધુ બળી ગયા
જાણકારી મુજબ કેટલાય લોકો 50 ટકાથી વધુ બળી ચૂક્યા છે, સાથે જ ઘાયલોને 4 અલગ-અલગ હોસ્પિટલમા દાખલ કરાવવામાં આવ્યા છે, ઘાયલોને આરએમએલ, એલએનજેપી, હિંદુ રાવ અને સફદરગંજ હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે.