For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મનીષ સિસોદિયા સામે હિમંત બિસ્વ સરમાના પત્નીએ નોંધાવ્યો 100 કરોડની માનહાનિનો કેસ

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની પત્ની રિનીકી ભુયાન સરમાએ મંગળવારે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સામે 100 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની પત્ની રિનીકી ભુયાન સરમાએ મંગળવારે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સામે 100 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે. આ કેસ ગુવાહાટીની સિવિલ જજ કોર્ટમાં નોંધવામાં આવ્યો છે. AAP નેતા મનીષ સિસોદિયાએ 4 જૂને એક પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન આરોપ લગાવ્યો હતો કે આસામ સરકારે મુખ્યમંત્રીની પત્નીની કંપનીને કૉન્ટ્રાક્ટ આપ્યા છે. 2020માં દેશમાં કોરોનાની લહેર હતી ત્યારે કંપનીને બજાર કિંમત કરતા વધુ દરે પીપીઈ કિટ સપ્લાય કરવાનો કૉન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. રિનિકી સરમાના વકીલ પદ્મધર નાયકે કહ્યુ કે અમને આશા છે કે આ કેસ આજે 22 જૂને કોર્ટમાં લિસ્ટ થશે.

manish sisodia

આ પહેલા હિમંતા બિસ્વા સરમાએ કહ્યુ હતુ કે તેઓ મનીષ સિસોદિયા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરશે. જો કે, તેમના નિવેદનની સ્પષ્ટતા કરતા મનીષ સિસોદિયાએ કહ્યુ હતુ કે એવા સમયે જ્યારે આખો દેશ રોગચાળા સામે લડી રહ્યો હતો, આસામમાં પીપીઈ કીટની અછત હતી, મારી પત્નીએ આગળ આવવાની હિંમત કરી અને 1500 પીપીઈ કીટનુ દાન કર્યુ. આ માટે કોઈ પૈસા લેવામાં આવ્યા નથી, જેથી લોકોનો જીવ બચાવી શકાય. તેણે તેના માટે એક પૈસો પણ લીધો ન હતો. આ પીપીઈ કિટ સરકારને ભેટમાં આપવામાં આવી હતી, મારી પત્નીની કંપનીએ તેના માટે કોઈ બિલ આપ્યુ નથી.

તમને જણાવી દઈએ કે મનીષ સિસોદિયાએ આ મુદ્દે ટ્વિટ કર્યુ હતુ. તેમણે લખ્યુ કે મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાજી, તમારી પત્નીની કંપની જેસીપી ઇન્ડસ્ટ્રીઝે 990 રૂપિયાની કિંમતે 5000 કિટ આપી છે, મને કહો કે શું આ કાગળ ખોટો છે? શું આ ભ્રષ્ટાચાર નથી, શું આરોગ્ય મંત્રી તરીકે તમારી જ પત્નીની કંપનીને કૉન્ટ્રાક્ટ આપવાનો ભ્રષ્ટાચાર નથી? આ ટ્વિટનો જવાબ આપતા હિમંતા બિસ્વા સરમાની પત્નીએ કહ્યુ કે રોગચાળાના પહેલા અઠવાડિયામાં આસામમાં એક પણ પીપીઈ કીટ નહોતી. આને ધ્યાનમાં લઈને મેં NHMને 1500 પીપીઈ કીટ આપી. બાદમાં મેં NHMને મારા CSR હેઠળ તેની તપાસ કરવા પત્ર લખ્યો. મેં આ માટે એક પણ પૈસો લીધો નથી. હું હંમેશા મારા વિશ્વાસ માટે પારદર્શક રહી છુ, પછી ભલે તે મારા પતિની રાજકીય ઓળખ જ કેમ ના હોય.

English summary
Assam CM's wife files defamation case of 100 crore against Manish Sisodia.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X