For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપે પોતાની જાહેરાતમાં કેજરીવાલના ગોત્ર પર કર્યા પ્રહાર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 2 ફેબ્રુઆરી: દિલ્હી વિધાનસભા ચૂંટણી પ્રચારમાં તમામ પાર્ટીઓ પોતાના વિરોધીઓ પર ખાનગી હુમલો કરી રહી છે. હાલમાં જ ભાજપની એક જાહેરાતમાં અણ્ણા હજારેની તસવીર પર પહેરાવવામાં આવી. પોતાની નવી જાહેરાતમાં ભાજપે કેજરીવાલના ગોત્ર પર પણ હુમલો કર્યો. જ્યારે આમ આદમી પાર્ટીએ જણાવ્યું કે જો બે કલાકમાં જાહેરાત પાછી ના લેવામાં આવી તો તેઓ ચૂંટણી પંચને ભાજપની ફરિયાદ કરી દેશે.

જાહેરાતમાં લખવામાં આવ્યું છે કે આંદોલનકારી દેશના કરોડો લોકો ગણતંત્ર દિવસને રાષ્ટ્રીય પર્વ તરીકે ઉજવે છે. આની પર ગર્વ કરે છે, અને આપનું ઉપદ્રવી ગોત્ર પણ તેમાં વ્યવધાન નાખવા માટે તૈયાર હતું. હવે જુઓ આ વર્ષે કેવી પલટી ખાધી, ગણતંત્ર દિવસ પર વીઆઇપી પાસની આસ લગાવી. પાસ ન મળ્યો તો પોતાની ખિન્નતા પણ ના છુપાવી શક્યા. અરે ભાઇ એક વાર નક્કી કરી લો, આમ આદમી છો કે વીઆઇપી? અથવા આમ આદમીના વેશમાં ખાસ આદમી?

aap bjp
જ્યારે આ વિજ્ઞાપનમાં કેજરીવાલના ધરણાને લઇને કાર્ટૂનવાળું વિજ્ઞાપન છપાયું છે. આ વિજ્ઞાપનમાં કેજરીવાલને ટોપી અને મફલર પહેરીને રાજપથ પર પરેડની વચ્ચે ઊભા કરવામાં આવ્યા છે. આકાશમાં ફ્લાઇપાસ્ટ કરતા એરક્રાફ્ટ, પરેડ કરતા જવાનોની વચ્ચે મફલર પહેરેલ અને હાથમાં ઝાડૂ લઇને એક વ્યક્તિને ઊંધો ઊભો રહેલો બતાવવામાં આવ્યો છે.

આ જાહેરાતમાં એક તરફ લખેલું છે મારું ના સાંભળ્યું તો 26 જાન્યુઆરીનો પ્રોગ્રામ પણ બગાડી જશે. જ્યારે બીજી તરફ લખ્યું છે 'વધું એક વર્ષ બાદ વીઆઇપી પાસની માંગણી પણ કરીશ.' પહેલા તો સંવેધાનિક પદ પર રહેતા મુખ્યમંત્રી ધરણા પર જઇને બેઠા. જોશ જોશમાં હોશ ખોઇ બેસીને બોલ્યા અમે અનાર્કિસ્ટ છીએ. અરાજકતામાં અમારો વિશ્વાસ છે. પછી બોલ્યા, અમારી માંગો ના માની તો ગણતંત્ર દિવસ કાર્યક્રમમાં ઉપદ્રવ કરીશું, આ ખાસ લોકોનું આયોજન છે.

English summary
Bjp hits again on Arvind Kejriwal through an add in news paper, BJP calls Kejriwal anarchist again in its add.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X