For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગૃહ મંત્રાલયે SCને કહ્યુ, ‘કોરોના સામે લડાઈમાં ફેક ન્યૂઝ સૌથી મોટી અડચણ'

સરકારે કહ્યુ કે જાણીજોઈને કે અજાણતા ફેલાવવામાં આવી રહેલ ફેક ન્યૂઝ કોરોના વાયરસ સામે લડાઈમાં સૌથી મોટી અડચણ બની રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

સુપ્રિમ કોર્ટે 31 માર્ચના રોજ કેન્દ્ર સરકારને કહ્યુ કે તે કોરોના વાયરસ પર રિયલ ટાઈમ ઈન્ફોર્મેશન માટે 24 કલાકમાં એક પોર્ટલ બનાવે જેનાથી ફેક ન્યૂઝ દ્વારા ફેલાવવામાં આવી રહેલા ડર સામે લડી શકાય. હવે ગૃહ મંત્રાલયે ફેક ન્યૂઝ વિશે સુપ્રિમ કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો છે. સરકારે કહ્યુ કે જાણીજોઈને કે અજાણતા ફેલાવવામાં આવી રહેલ ફેક ન્યૂઝ કોરોના વાયરસ સામે લડાઈમાં સૌથી મોટી અડચણ બની રહ્યા છે.

SC

સુપ્રિમ કોર્ટને આપેલા રિપોર્ટમાં ગૃહ મંત્રાલયે કહ્યુ કે નકલી સમાચારોએ કોરોના વાયરસ સામે લડાઈને મુશ્કેલ બનાવી દીધી છે. આ મહામારી સામે લડાઈમાં સૌથી મોટી અડચણ છે. આ પહેલા કોર્ટે આશંકા વ્યક્ત કરી કે વાયરસથી વધારે તો ડર વધુ જિંદગીઓ નષ્ટ કરી દેશે અને કેન્દ્રને કહ્યુ કે તે પ્રશિક્ષિત કાઉન્સેલર્સ અને કન્યુનિટી લીડર્સને પ્રવાસીઓને શાંત કરવા માટે લાવે જેમને દેશભરમાં શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યા છે.

કેન્દ્રએ કોર્ટને જણાવ્યુ કે કોરોના વાયરસ પર લોકોના સવાલોના જવાબ માટે એક્સપર્ટની એક કમિટીની રચના કરવાની છે. આના પર કોર્ટે નિર્દેશ આપ્યા છે કે 24 કલાકની અંદર આ કમિટીની રચના કરવામાં આવે. કેન્દ્ર તરફથી કોર્ટમાં હાજર થયેલા સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યુ, 22 લાખ 88 હજારથી વધુ લોકોને ભોજન આપવામાં આવી રહ્યુ છે. આ જરૂરિયાતવાળા, પ્રવાસી અને મજૂર છે.

આ પણ વાંચોઃ કેન્દ્રઃ કોરોના પર સરકારી પુષ્ટિ વિના સમાચાર પ્રકાશિત ન કરે મીડિયાઆ પણ વાંચોઃ કેન્દ્રઃ કોરોના પર સરકારી પુષ્ટિ વિના સમાચાર પ્રકાશિત ન કરે મીડિયા

English summary
Home Ministry says Fake news biggest hindrance in the fight against coronavirus
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X