For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફરી એકવાર મિઝોરમ વિધાનસભામાં હશે બધા જ પુરુષો!

ફરી એકવાર મિઝોરમ વિધાનસભામાં હશે બધા જ પુરુષો!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પછલા 10 વર્ષથી મિઝોરમની કમાન સંભાળી રહેલ કોંગ્રેસને મિઝો નેશનલ ફ્રન્ટે વિધાનસભા 2018ની ચૂંટણીમાં માત આપી દીધી છે. 10 વર્ષ બાદ એમએનએફ એકવાર ફરી સત્તામાં પરત ફરવા માટે તૈયાર છે, સરકાર ભલે બદલી જાય પણ મિઝોરમમાં એક વસ્તુ એવી છે જે પહેલા જેવી જ રહેશે. આ વખતે પણ મિઝોરમ વિધાનસભામાં એકપણ મહિલા નથી. આ વિધાનસભા ચૂંટણીમાં કુલ 16 મહિલાઓ મેદાનમાં ઉતરી હતી જેમાંથી એકપણ જીતી ન શકી. પ્રદેશમાં સૌથી વધુ સીટ લાવનાર એમએનએફે કોઈપણ મહિલાને ટિકિટ નહોતી આપી.

mizoram assembly

મિઝોરમમાં ફરી એકવાર કોઈપણ મહિલા ધરાાસભ્ય ન બની શકી. 2013 વિધાનસભા ચૂંટણીમાં પણ કોઈ મહિલા ધારાસભ્ય નહોતી બની શકી. જો કે 2014 બાઈપોલમાં કોંગ્રેસે hrangturzo સીટ પરથી vanlalawmpuii chwangthuને ટિકિટ આપી હતી અને તેમણે જીત પણ નોંધાવી હતી. કોંગ્રેસ સરકારે એમને મંત્રી બનાવ્યાં હતાં. પ્રદેશમાં 27 વર્ષ બાદ ધારાસભ્ય અને મંત્રી બનનાર પહેલી મહિલા હતી. જે પહેલા 1987માં lalhlimpuii hmar મંત્રી બની હતી. મિઝોરમ વિધાનસભાની વાત કરીએ તો આમાં અત્યાર સુધી માત્ર ચાર મહિલા ધારાસભ્ય રહી છે.

પહેલી મહિલા ધારાસભ્ય 1978માં Thanmawii હતી, જે બાદ 1984માં Thansiami બીજી મહિલા ધારાસભ્ય બની. 1987માં Lalhlimpui hmar ત્રીજી અને 2014માં lalhlmpu hmar ચોથી મહિલા ધારાસભ્ય બની હતી. પાછલા મહિને 28 નવેમ્બરે થયેલ વિધાનસભા ચૂંટણીમાં કુલ 16 મહુલાઓને ટિકિટ આપી હતી, પરંતુ એકપણ જીતી નહોતી શકી. સૌથી વધુ 6 મહિલાઓને ભાજપ અને ઝોરમ પાર્ટીએ ટિકિટ આપી હતી. કોંગ્રેસ અને ઝોરમ પીપલ્સ મૂવમેન્ટે 2-2 મહિલાઓને ટિકિટ આપી હતી.

જ્યારે જીતનાર એમએનએફ પાર્ટીએ એક પણ મહિલા પણ ચૂંટણી મેદાનમાં નહોતી ઉતારી. મહિલાઓને ટિકિટ આપવા પર એમએનએફ પાર્ટી અધ્યક્ષ જોરામથાંગાએ કહ્યું હતું કે કોઈ મહિલાને ટિકિટ ન આપવાથી પાર્ટી જીતવા માટે પર્યાપ્ત મજબૂત છે.

આ પણ વાંચો- છત્તીસગઢમાં લોકતંત્રનો વિજય, ભ્રષ્ટ અધિકારીઓની જમાતનો પરાજયઃ કોંગ્રેસ

English summary
Mizoram Assembly Election Results 2018: No Female Candidate Won In State.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X