For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાફેલ ડીલની કિંમતની ગોપનીયતા પર સરકારે સુપ્રીમ કોર્ટમાં જવાબ આપ્યો

રાફેલ ડીલની કિંમતની ગોપનીયતા પર સરકારે જવાબ આપ્યો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ફ્રાન્સ પાસેથી 36 રાફેલ ફાઈટર પ્લેનની ખરીદીને લઈ ચાલી રહેલ વિવાદ પર આજે સુપ્રીમ કોર્ટ આ મામલે સુનાવણી કરી રહી છે. કેન્દ્ર સરકારે આ ડીલ સાથે જોડાયેલ તમામ સંવેદનશીલ જાણકારી એક બંધ લિફાફામાં સુપ્રીમ કોર્ટને સોંપી દીધી છે. આ મામલાની સુનાવણી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષ રંજન ગોગોઈની અધ્યક્ષતા વાળી બેંચ કરી રહી છે. આ બેન્ચમાં જસ્ટિસ ગોગો ઉપરાંત જસ્ટિસ એસકે કૌલ, જસ્ટિસ કેએણ જોસેફ પણ સામેલ છે. આ મામલામાં અરજદારે કોર્ટની દેખરેખમાં તપાસ કરવાની માગણી કરી છે, જેના પર આજે સુનાવણી કરવામાં આવી રહી છે. આ મામલે સુનાવણી દરમિયાન જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે રાફેલ ડીલની કિંમતને લઈને કોઈપણ પ્રકારની દલીલ ત્યારે જ થઈ શકે છે જ્યારે કોર્ટને જણાશે કે આની જરૂર છે અને આ બાબતને લોકોની વચ્ચે સાર્વજનિક કરવી જોઈએ કે નહિ.

સરકારે પોતાનો પક્ષ રાખ્યો

સરકારે પોતાનો પક્ષ રાખ્યો

આ મામલામાં કેન્દ્ર સરકારના વકીલ કેકે વેણુગોપાલે કહ્યું કે વિમાનની કિંમતને નહિ બલકે આમાં લાગેલ હથિયારોને ગોપનિય રાખવામાં આવી રહ્યાં છે. વિમાન અને તેમાં લાગેલ હથિયારની અલગ-અલગ કિંમતની જાણકારી સુપ્રીમ કોર્ટને બંધ લિફાફામાં આપી દેવામાં આવી છે, પરંતુ કોર્ટ તેનું ન્યાયિક પરિક્ષણ કરી શકે તેમ નથી. આ મામલામાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશે વેણુગોપાલને પૂછ્યું કે શું કોઈપણ એરફોર્સના અધિકારી અહીં સવાલોના જવાબ આપવા આવ્યા છે, શું આ એરફોર્સ સાથે જોડાયેલ મામલો નથી? તેવામાં એરફોર્સના અદિકારીને સવાલો પૂછવા માગશું.

પ્રશાંત ભૂષણે સવાલ કર્યો

પ્રશાંત ભૂષણે સવાલ કર્યો

જ્યારે પ્રશાંત ભૂષણે કહ્યું કે જ્યારે સરકારે સંસદમાં જ રાફેલની કિંમત જાહેર કરી દીધી છે તો એવામાં તેની ગોપનિયતા પર સવાલ નથી ઉઠતો, સરકાર દ્વારા આપવામાં આવી રહેલો તર્ક ઉચિત નથી. રાફેલની નવી ડીલમાં વિમાનને પહેલાની કિંમતથી 40 ટકા વધુ કિંમતે ખરીદવામાં આવ્યું છે.

સંપ્રભુતાની ગેરેન્ટી નહિ

સંપ્રભુતાની ગેરેન્ટી નહિ

આ મામલામાં અરજદાર અરુણ શૌરી તરફથી સુપ્રીમ કોર્ટના વકીલ પ્રશાંત ભૂષણ કોર્ટમાં હાજર રહ્યા, તેઓ ખુદ પણ આ મામલે અરજદાર છે. એમણે કોર્ટમાં દાખળ કરેલી અરજીમાં કહ્યું છે કે માત્ર ત્રણ પરિસ્થિતિમાં જ બે સરકાર વચ્ચે ડીલ થઈ શકે છે. એમણે કહ્યું કે આ ડીલને લઈને ફ્રાન્સની સરકાર તરફથી સંપ્રભુતાની ગેરેન્ટી આપવામાં આવી નથી. જ્યારે આ મામલામાં અરજદાર સંજય સિંહના વકીલનું કહેવું છે કે રાફેલની કિંમતને સાર્વજનિક ન કરી શકીએ, તેને સ્વીકારવામાં નહિ આવે.

સરકારે જાણકારી આપી

સરકારે જાણકારી આપી

જણાવી દઈએ કે સોમવારે કેન્દ્ર સરકારે 14 પાનાનો દસ્તાવેજ કોર્ટમાં દાખળ કર્યો હતો. આ દસ્તાવેજ નાણામંત્રી અરુણ જેટલી, રક્ષામંત્રી નિર્મલા સીતારમણ, એટર્ની જનરલ કેકે વેણુગોપાલની વચ્ચે ચર્ચા બાદ તૈયાર કરવામાં આવ્યો હતો, જેને કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો છે. આ દસ્તાવેજને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈને સીલબંધ લિફાફામાં આપ્યો છે. આ દસ્તાજેવ આપ્યા પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પણ સહમતી લેવામાં આવી હતી.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં દીવો પ્રગટાવી મનાવી દિવાળીઅમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં દીવો પ્રગટાવી મનાવી દિવાળી

English summary
Supreme court to hear the Rafale jet case today, gov submits report on this.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X